AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમરેલીમાં સિંહણનો આતંક યથાવત, ત્રણ ઘટનાઓમાં અત્યાર સુધીમાં પાંચ લોકો ઈજાગ્રસ્ત, જુઓ Video

અમરેલીના અરજણસુખ ગામે સિંહણનો આતંક યથાવત છે, જ્યાં ત્રણ અલગ-અલગ ઘટનાઓમાં પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા છે. રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન વનકર્મી પર પણ હુમલો થતા તેને હોસ્પિટલ ખસેડાયા છે.

Breaking News : અમરેલીમાં સિંહણનો આતંક યથાવત, ત્રણ ઘટનાઓમાં અત્યાર સુધીમાં પાંચ લોકો ઈજાગ્રસ્ત, જુઓ Video
| Updated on: Oct 02, 2026 | 1:14 PM
Share

અમરેલીના વડીયા તાલુકાના અરજણસુખ ગામે સિંહણનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. સિંહણના હુમલાની અલગ-અલગ ત્રણ ઘટનાઓમાં અત્યાર સુધીમાં પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. સિંહણ આક્રમક બનતા ગ્રામજનોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

વન વિભાગના ગાર્ડ પર સિંહણનો હુમલો

સિંહણને રેસ્ક્યૂ કરવાની કામગીરી દરમિયાન વન વિભાગના ગાર્ડ અનિરુદ્ધ વાળા પર પણ હુમલો થયો હતો. હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા ગાર્ડને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સતત હુમલાની ઘટનાઓ સામે આવતા વન વિભાગે સિંહણને પકડવા માટેની કામગીરી વધુ તેજ કરી છે.

સિંહણને પકડવા રેસ્ક્યૂ ઓપરેશન શરૂ

સિંહણ આક્રમક બનતા પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. આ મામલે પ્રધાન કૌશિક વેકરિયાએ સિંહણને તાત્કાલિક પકડવાના આદેશ આપ્યા છે. ત્યારબાદ વન વિભાગની ટીમ દ્વારા સિંહણના રેસ્ક્યૂ માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. સિંહણને સુરક્ષિત રીતે પકડીને સ્થળાંતર કરવાની દિશામાં પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ગ્રામજનો અને ખેડૂતોને સીમ વિસ્તારમાં ન જવા અપીલ

સિંહણની હિલચાલને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા ગ્રામજનો અને ખેડૂતોને સીમ વિસ્તારમાં ન જવા માટે અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને એકલા ખેતરમાં ન જવા અને સિંહણ દેખાય તો તેની નજીક જવાનો પ્રયાસ ન કરવા સૂચના આપવામાં આવી છે. વન વિભાગની ટીમ સમગ્ર વિસ્તારમાં નજર રાખી રહી છે અને સિંહણને પકડવા માટે રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે.

લિવ-ઈનમાં જન્મેલા બાળકને મળશે પિતાનો હક્ક, રાજ્ય સરકારના UCC બિલને રાષ્ટ્રપતિની મંજૂરી, જુઓ Video

Follow Us
g clip-path="url(#clip0_868_265)">