AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video: અમરેલીના જાફરાબાદમાં રામનવમીની શોભાયાત્રામાં ધારાસભ્ય હીરા સોલંકીએ બુલડોઝર સાથે એન્ટ્રી કરી ફરકાવી ધજા

Amreli: જાફરાબાદમાં રામનવમીની શોભાયાત્રામાં રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ બુલડોઝર સાથે એન્ટ્રી કરી ધજા ફરકાવી હતી. શોભાયાત્રામાં બુલડોઝર સાથે ધારાસભ્યની એન્ટ્રી આકર્ષણનુ કેન્દ બની હતી.

Gujarati Video: અમરેલીના જાફરાબાદમાં રામનવમીની શોભાયાત્રામાં ધારાસભ્ય હીરા સોલંકીએ બુલડોઝર સાથે એન્ટ્રી કરી ફરકાવી ધજા
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 30, 2023 | 7:03 PM
Share

દેશભરમાં આજે રામનવમીની રંગે ચંગે ઉજવણી આવી. ત્યારે અમરેલી જિલ્લાના તમામ તાલુકાઓમાં ભગવાન રામની શોભાયાત્રા નીકળી હતી. જેમા જાફરાબાદ શહેરમાં વિશ્વ હિંદુ પરિષદ દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમા મોટી સંખ્યામાં સ્થાનિક હિન્દુ સમાજના લોકો જોડાયા હતા.

સ્થાનિક ભાજપના ધારાસભ્ય હીરા સોલંકી બુલડોઝર બાબાની જેમ બુલડોઝર ઉપર ચડી ધજા ફરકાવી ભગવો લહેરાવી અલંગ અંદાજમાં એન્ટ્રી કરી શોભાયાત્રામાં જોડાયા હતા. સમગ્ર શહેરમાં આ શોભાયાત્રા આકર્ષણનું કેન્દ્ર બની હતી. બુલડોઝરમાં ધારાસભ્ય હીરા સોલંકી ચડ્યા જેના કારણે કાર્યકરોમાં ભારે ઉત્સાહ છવાયો અને જય જય શ્રી રામના નારા લગાવ્યા હતા.

આ પણ વાંચો: રામનવમી પર રામ લલ્લાના દર્શન કરવા અયોધ્યા ઉમટી ભીડ, તમે પણ ઘરે બેઠા કરો દર્શન, જુઓ PHOTOS

સમગ્ર શહેર જાણે રામમય બન્યું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. આ શોભાયાત્રાની સાથે 3 કરતા વધુ જેસીબીઓ જોડાયા હતા. જેમાં ધારાસભ્ય હીરા સોલંકી સમર્થકો ઉમટી આવ્યા હતા. જેના કારણે શોભાયાત્રાની અનોખી રીતે ઉજવણી જોવા મળી હતી. આ બુલડોઝરવાળી શોભાયાત્રામાં વિશ્વ હિંદુ પરિષદના કાર્યકરો અને ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો જોડાયા હતા હતા અને આ બુલડોઝર ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યુ હતુ.

ઈનપુટ ક્રેડિટ- જયદેવ કાઠી- અમરેલી

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us
ગુજરાતના ખેડૂતો વીજકાપ અને સિંચાઈ સમસ્યાઓથી પરેશાન
ગુજરાતના ખેડૂતો વીજકાપ અને સિંચાઈ સમસ્યાઓથી પરેશાન
ગાંધીનગરના કલોલમાં કંપનીમાં ભીષણ આગ ! Video
ગાંધીનગરના કલોલમાં કંપનીમાં ભીષણ આગ ! Video
વડોદરામાં યુનાઇટેડ વે ગરબા વિવાદમાં,બે વિધર્મી યુવક ગ્રાઉન્ડમાં દેખાયા
વડોદરામાં યુનાઇટેડ વે ગરબા વિવાદમાં,બે વિધર્મી યુવક ગ્રાઉન્ડમાં દેખાયા
‘સફેદ પરિંદે’ ગરબા આયોજકો સામે ખેલૈયાઓનો રોષ
‘સફેદ પરિંદે’ ગરબા આયોજકો સામે ખેલૈયાઓનો રોષ
કચ્છમાં ખનીજ માફિયાઓ સામે તવાઈ, ₹8 કરોડનો મુદ્દામાલ સીઝ! Video
કચ્છમાં ખનીજ માફિયાઓ સામે તવાઈ, ₹8 કરોડનો મુદ્દામાલ સીઝ! Video
સુરતમાં આ આઈસ્ક્રીમની દુકાનમાં ખરાબ ફ્રુટ સલાડ પીરસાતા હોબાળો
સુરતમાં આ આઈસ્ક્રીમની દુકાનમાં ખરાબ ફ્રુટ સલાડ પીરસાતા હોબાળો
અમદાવાદ પોલીસે નકલી કોસ્મેટિક્સનો ₹6.90 લાખનો જથ્થો જપ્ત કર્યો
અમદાવાદ પોલીસે નકલી કોસ્મેટિક્સનો ₹6.90 લાખનો જથ્થો જપ્ત કર્યો
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે ધનલાભ અને કરિયરમાં સફળતાના યોગ
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે ધનલાભ અને કરિયરમાં સફળતાના યોગ
રાજકોટ: OBC પ્રમાણપત્ર મુદ્દે મજોકઠા આહિર સમાજનો ઉગ્ર વિરોધ
રાજકોટ: OBC પ્રમાણપત્ર મુદ્દે મજોકઠા આહિર સમાજનો ઉગ્ર વિરોધ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશાંત ભૂષણના નિવેદનની કરી ટીકા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશાંત ભૂષણના નિવેદનની કરી ટીકા
g clip-path="url(#clip0_868_265)">