અમરેલીમાં સારા વરસાદને પગલે વ્યાપક વાવેતરની શરૂઆત

અમરેલીમાં (Amreli) સારા વરસાદને પગલે ખેડૂતોએ મગફળના પાકની વાવણી શરૂ કરી હતી. ખેડૂતોએ પ્રાર્થના કરી હતી કે તેમનું આ વર્ષ સારું રહે અને તેઓ સારી ઉપજ મેળવી શકે.

અમરેલીમાં સારા વરસાદને પગલે વ્યાપક વાવેતરની શરૂઆત
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 17, 2022 | 6:56 PM

રાજ્યમાં વિધિવત્ રીતે ચોમાસાની (Monsoon) શરૂઆત થઈ ગઈ છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં મેઘરાજાએ મહેર કરી છે. સૌરાષ્ટ્ર હોય કે પછી દક્ષિણ ગુજરાત તમામ જગ્યાએ વરસાદી માહોલ સર્જાયો છે. સૌરાષ્ટ્રમાં મેઘરાજાની વ્યાપક મહેર થઈ છે ત્યારે અમરેલી જિલ્લાના ના અલગ અલગ તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે તે પછી  જાફરાબાદ હોય કે પછી રાજુલા અથવા તો  (Vadiya ) વડિયા. આ  તમામ સ્થળોએ  ખેતીલાયક વરસાદ વરસતા ખેડૂતોએ વાવણીન આરંભ કરી દીધો છે.   અમરેલીમાં મોટા ભાગે મગફળીનું (Peanut Crop)વાવેતર કરવામાં આવે છે ત્યારે ખેડૂતોએ વાવણી શરૂ કરીને ભગવાનને પ્રાર્થના કરી હતી કે તેમનું આ વર્ષ સારું જાય અને તેઓ ખેતીમાંથી સારી ઉપજ મેળવી શકે.

નોંધનીય છે કે બે દિવસ અગાઉ અમરેલીના વડિયામાં 34 મિલીલિટર વરસાદ નોંધાયો હતો અને સારા વરસાદને પગલે વડિયામાં ચેકડેમ છલકાઈ ઉઠ્યો હતો. અમરેલીના જાફરાબાદ તાલુકાના હેમાળ, લોર, ફારચિયા, પીછડી, મીઠાપુરમાં વરસાદી ઝાંપટાથી ઠંડક પ્રસરી ગઈ છે. અમરેલીમાં વરસાદ દરમિયાન બાબરાના કોટડાપિઠા ગામે નદીના પૂરમાં ઢોર તણાયા હોવાની ઘટના સામે આવી હતી. આ અંગેનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં જોવા મળતું હતું કે ધસમસતા પ્રવાહમાં ગાય તણાઈ રહી છે. આ ઘટનામાં સ્થાનિકોએ ઢોરને બચાવવા માટેના પ્રયત્નો પણ કર્યા હતા.

નોંધનીય છે કે અમરેલીમાં છેલ્લા ચાર દિવસથી આવી રહેલા વરસાદને પગલે જિલ્લામાં સારો વરસાદ નોંધાયો છે, ત્યારે ખેડૂતો ખુશખુશાલ છે અને વાવણીની શરૂઆત પણ કરી છે. જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે સૌરાષ્ટ્રના ખેડૂતો વાવણી કાર્યમાં જોતરાયા હતા. અમરેલીમાં પ્રિ -મોન્સૂન એકટિવિટીના ભાગ રૂપે 8 જૂનના રોજ જે વરસાદ ખાબક્યો હતો ત્યારે વરસાદને પરિણામે માત્ર બે કલાકના વરસાદમાં લાઠીના જરખીયાની સ્થાનિક નદી છલકાઈ ઉઠી હતી અને પૂર જેવી સ્થિતિ થઈ ગઈ હતી. તો અમરેલીના કુંકાવાવમાં સિઝનના પ્રથમ વરસાદે જ ચેકડેમ છલકાઈ ઉઠયો હતો  અને ચેકડેમ છલકાતા સ્થાનિક નદીમાં પૂર આવ્યું હતું.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">