AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં મેઘનાં મંગલ મંડાણ, 91 તાલુકામાં પહોંચી મેઘસવારી, અમરેલીમાં ચેકડેમ છલકાયો

રાજ્યમાં સત્તાવાર ચોમાસાના(Monsoon) આગમન પહેલા જ મેઘરાજાએ જમાવટ કરવાની શરૂઆત કરી છે અને કુલ91 તાલુકાઓમાં મેઘસવારી પહોંચી ગઈ છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ મહીસાગરના (Mahisagar) સંતરામપુરમાં (3ઇંચથી વધુ) ખાબક્યો હતો.

ગુજરાતમાં મેઘનાં મંગલ મંડાણ, 91 તાલુકામાં પહોંચી મેઘસવારી, અમરેલીમાં ચેકડેમ છલકાયો
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 13, 2022 | 10:34 AM
Share

Gujarat Monsoon 2022 : રાજ્યમાં સત્તાવાર ચોમાસાના (Monsoon) આગમન પહેલા જ ઉત્તર દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે અને રાજ્યના કુલ 91 તાલુકાઓમાં વરસાદનું આગમન થઈ ચૂક્યું છે. રાજ્યમાં સૌરાષ્ટ્ર અને મધ્યગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. વરસાદને પગલે સૌરાષ્ટ્રમાં કેટલાક સ્થળે ખેડૂતોએ વાવણીની શરૂઆત કરી છે તો વરસાદને પગલે અમરેલી જિલ્લામાં ચેકડેમ છલકાયો હતો. જ્યારે મધ્ય ગુજરાતની વાત કરીએ મહિસાગર (Mahisagar) જિલ્લાના સંતરામપુર તાલુકામાં ગતરોજ 3 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો હતો.

રાજ્યમાં સત્તાવાર ચોમાસાના આગમન પહેલા જ મેઘરાજાએ જમાવટ કરવાની શરૂઆત કરી છે અને કુલ 91 તાલુકાઓમાં મેઘસવારી પહોંચી ગઈ છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ મહીસાગરના સંતરામપુરમાં (3ઇંચથી વધુ) ખાબક્યો હતો.  દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ડાંગના સાપુતારામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના પગલે રસ્તાઓ પર પાણી ભરાયા હતા.

આ તરફ સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા સહિતના જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. તો બીજી તરફ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાના સુઈગામમાં પણ મેઘરાજાની પધરામણી થઈ હતી અને વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમી અને બફારામાંથી રાહત મળી છે.

વિવિધ તાલુકામાં 24 કલાક દરમિયાન નોંધાયેલો વરસાદ

મહિસાગરના સંતરામપુરમાં સૌથી વધુ 76 મિલીલિટર, જૂનાગઢમાં 43, અમરેલીના વડિયામાં 34 મિલીલિટર, નવસારીના ખેરગામમાં 27 મિલીલિટર, ડાંગના વઘઇમાં, ગીર 23, ગીર સોમનાથના સૂત્રાપાડામાં 14, નર્મદાના ડેડિયાપાડામાં 14, સુરેન્દ્રનગરના ચોટીલામાં 6 મિલીલિટર, રાજકોટના ધોરાજીમાં 5, પંચમહાલના કલોલમાં 3, અરવલ્લીના મેઘરજમાં 2 તો આણંદ, ગાંધીનગર અને બનાસકાંઠાના સૂઇગામમાં 1-1 મિલીલિટર વરસાદ નોંધાયો હતો.

અમદાવાદના કેટલાક વિસ્તારોમાં પણ થયું વરસાદનું આગમન

અમદાવાદમાં પણ ગત રાત્રે કેટલાક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. છેલ્લા બે દિવસથી અમદાવાદમાં એસ.જી હાઇવે. ગોતા , રાણીપ સહિત પશ્ચિમ વિસ્ચતારમાં તો પૂર્વમાં પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડતા લોકો ખુશખુશાલ થઇને વરસાદનો આનંદ માણવા બહાર ફરવા નીકલી પડયા હતા . તો બાળકોએ પણ વરસાદમાં ભીંજાવાનો આનંદ માણ્યો હતો.

g clip-path="url(#clip0_868_265)">