VIDEO: દાહોદના નાગરિકે તૈયાર કર્યું બેક્ટેરિયા નાશ કરતું ઉપકરણ, કોરોના વાઇરસનો નાશ થતો હોવાનો દાવો
કોરોના વાઇરસનો ખાતમો કરતું ઉપકરણ બનાવ્યાનો દાવો દાહોદના ઝુબીન કોન્ટ્રાક્ટરે કર્યો છે. ઝુબીન કોન્ટ્રાક્ટરે RO પ્લાનનો ઉપયોગ કરીને બેક્ટેરિયાનો નાશ કરે તેવુ યુનિટ તૈયાર કર્યું છે. જેમાં એલ્યુનિયનીયમ ફોઇલનો રિફલેક્ટર તરીકે ઉપયોગ કરાયો છે. જેના કારણે આ યુનિટમાં જે વસ્તુ મુકવામાં આવે તે તમામ વસ્તુઓ પર રેડિએશન અસર કરે છે. આ પણ વાંચો: VIDEO: ભારતમાં […]
કોરોના વાઇરસનો ખાતમો કરતું ઉપકરણ બનાવ્યાનો દાવો દાહોદના ઝુબીન કોન્ટ્રાક્ટરે કર્યો છે. ઝુબીન કોન્ટ્રાક્ટરે RO પ્લાનનો ઉપયોગ કરીને બેક્ટેરિયાનો નાશ કરે તેવુ યુનિટ તૈયાર કર્યું છે. જેમાં એલ્યુનિયનીયમ ફોઇલનો રિફલેક્ટર તરીકે ઉપયોગ કરાયો છે. જેના કારણે આ યુનિટમાં જે વસ્તુ મુકવામાં આવે તે તમામ વસ્તુઓ પર રેડિએશન અસર કરે છે.
અને તમામ પ્રકારના બેક્ટેરિયાનો નાશ થાય છે. ઝુબીન કોન્ટ્રાકટરના પત્ની બાયો કેમેસ્ટ્રીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ છે. અને તેમના દ્વારા આવેલા વિચારને આખરી ઓપ આપવામાં આવ્યો. ઝુબીન કોન્ટ્રાક્ટરનો દાવો છે કે આ યુનિટમાં શાકભાજીથી માંડીને કોઇપણ વસ્તુ મુકવામાં આવે તે તમામ પરથી બેક્ટેરિયા દૂર થઇ જાય છે. ત્યારે જોવાનું એ રહે છે કે કોરોના કાળમાં આ ઉપલબ્ધિ કેટલી કારગર સાબિત થાય છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો