AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજ્યમાં ચોમાસાને લઈને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, આ તારીખથી રાજ્યમાં બેસી જશે વિધિવત ચોમાસુ

રાજ્યમાં આ વર્ષે ચોમાસુ ખેંચાયુ છે અને વરસાદ માટે પણ ઘણી રાહ જોવી પડી રહી છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ચોમાસાને લઈને મોટી આગાહી કરી છે. અંબાલાલે રાજ્યમાં વિધિવત ચોમાસુ ક્યારે બેસશે અને ક્યા ક્યાં વરસાદ થશે તે અંગે મોટી આગાહી કરી છે.

રાજ્યમાં ચોમાસાને લઈને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, આ તારીખથી રાજ્યમાં બેસી જશે વિધિવત ચોમાસુ
| Updated on: Jun 18, 2026 | 4:39 PM
Share

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં ચોમાસા માટે હવે વધુ રાહ નહીં જોવી પડી. અંબાલાલની આગાહી અનુસાર રાજ્યમાં 20 જૂનથી વરસાદની શરૂઆથ થશે. જ્યારે 23 જૂનથી વિધિવત ચોમાસુ બેસી જશે અને 23 થી 26 જૂન સુધી સારો વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે. 29 જૂનથી 5 જૂલાઈ સુધી વાવણીલાયક વરસાદ પડવાની શક્યતા છે.

આ તરફ રાજ્યના હવામાન વિભાગે પણ રાજ્યમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. રાજ્યવાસીઓને બહુ જલદી હવે કાળજાળ ગરમીમાંથી રાહત મળવા જઈ રહી છે. રાજ્યમા આજે ભારે પવન સાથે વરસાદ પડવાનુ અનુમાન છે. 3 દિવસ મોટાભાગના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે પવન અને વરસાદની શક્યતા છે. અમદાવાદમાં આજે વાદળછાયુ વાતાવરણ રહેશે અને સામાન્ય વરસાદી ઝાપટા પડવાની અને થંડરસ્ટ્રોમ એક્ટિવિટીની શક્યતા છે. રાજ્યમાં સૌથી વધુ તાપમાન અમદાવાદમાં નોંધાયુ છે.

આ તરફ ચોમાસુ ખેંચાતા ભારતીય કિસાન સંઘે મુખ્યમંત્રી અને ઊર્જા મંત્રીને પત્ર લખ્યો છે. વરસાદ ખેંચાતા જગતનો તાત ચિંતિત બન્યા છે અને વરસાદ ન પડવાથી પાક સુકાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. વરસાદ ખેંચાતા પાણી અને વીજળીની કટોકટીની ભીતિ સેવાઈ રહી છે. નર્મદાના પાણીથી ગામના તળાવો ભરવા માગ કરાઈ છે. ખેડૂતોને 8ને બદલે 10 કલાક વીજળી આપવા માગ કરાઈ છે.

રાજ્યમાં હાલ વિધિવત ચોમાસાનો પ્રારંભ નથી થયો પરંતુ હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં છુટા છવાયા વરસાદી ઝાપટા જોવા મળ્યા છે. જ્યાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસ્યો છે. રાજ્યમાં સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠાના કેટલાક તાલુતામાં બુધવાર સાંજથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને વરસાદની શરૂઆત થઈ છે.

આ તરફ નવસારી, વડોદરા, ભાવનગર અને અમરેલી અને જામનગર જિલ્લામાં પણ વરસાદ પડ્યો હતો. કાળજાળ ગરમી અને બફારા વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોને ઉકળાટમાંથી આંશિક રાહત મળી છે.

ગુજરાતમાં મહિલા સલામતીના દાવા વચ્ચે વિધર્મીએ સગીરાનું અપહરણ કરી બળજબરીથી કરાવ્યુ ધર્મપરિવર્તન અને કર્યા નિકાહ- VIDEO

Follow Us
સુરતમાં રવિવાર રજાના દિવસે પણ સરકારી શાળા ચાલુ
સુરતમાં રવિવાર રજાના દિવસે પણ સરકારી શાળા ચાલુ
નાના ચિલોડામાં AMCના નામે ‘ભૂતિયા ડિમોલેશન’ ! Video
નાના ચિલોડામાં AMCના નામે ‘ભૂતિયા ડિમોલેશન’ ! Video
કોંગો ફીવરના શંકાસ્પદ કેસથી બનાસકાંઠામાં આરોગ્ય તંત્ર દોડતુ થયું
કોંગો ફીવરના શંકાસ્પદ કેસથી બનાસકાંઠામાં આરોગ્ય તંત્ર દોડતુ થયું
સ્મીમેર હોસ્પિટલમાં સીમેન્ટ-રેતીની ડસ્ટ વચ્ચે દર્દીઓની સારવાર ! Video
સ્મીમેર હોસ્પિટલમાં સીમેન્ટ-રેતીની ડસ્ટ વચ્ચે દર્દીઓની સારવાર ! Video
શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તૈયારીઓ
શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તૈયારીઓ
આજે ભાગ્ય આપશે સાથ, નોકરી-વેપારમાં સફળતાના બની રહ્યા છે યોગ
આજે ભાગ્ય આપશે સાથ, નોકરી-વેપારમાં સફળતાના બની રહ્યા છે યોગ
સાણંદ-વીરમગામ હાઈવે પર ₹1.36 કરોડનો દારૂ ઝડપાયો, જુઓ Video
સાણંદ-વીરમગામ હાઈવે પર ₹1.36 કરોડનો દારૂ ઝડપાયો, જુઓ Video
ઓનલાઈન મીટિંગમાં પપ્પાએ લીધો દીકરીનો 'ક્લાસ', વીડિયો થયો 'વાયરલ'
ઓનલાઈન મીટિંગમાં પપ્પાએ લીધો દીકરીનો 'ક્લાસ', વીડિયો થયો 'વાયરલ'
સુરતમાં ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ નામનું બોર્ડ લગાવાતા વિવાદ
સુરતમાં ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ નામનું બોર્ડ લગાવાતા વિવાદ
ના નેતા, ના કોઈ અભિનેતા... ગ્રાન્ડ ઓપનિંગમાં પહોંચ્યો 'VVIP રોબોટ'
ના નેતા, ના કોઈ અભિનેતા... ગ્રાન્ડ ઓપનિંગમાં પહોંચ્યો 'VVIP રોબોટ'
g clip-path="url(#clip0_868_265)">