AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વર્લ્ડ કપ વિજેતા ઓસ્ટ્રેલિયન ટીમે રિવરફ્રન્ટ, અટલ બ્રિજ અને અક્ષર ક્રુઝની લીધી મુલાકાત, પેટ કમિન્સે ટ્રોફી સાથે કરાવ્યુ ફોટોશુટ

વર્લ્ડ કપ વિજેતા ઓસ્ટ્રેલિયન ટીમે રિવરફ્રન્ટ, અટલ બ્રિજ અને અક્ષર ક્રુઝની મુલાકાત લીધી હતી. ઓસ્ટ્રેલિયન ટીમે ગેટ વે ઓફ ઈન્ડિયા બાદ અહીં આઈકોનિક ફોટોશુટ કરાવ્યુ હતુ. ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે વર્લ્ડકપની ટ્રોફી સાથે ફોટોશુટ કરાવ્યુ હતુ.

વર્લ્ડ કપ વિજેતા ઓસ્ટ્રેલિયન ટીમે રિવરફ્રન્ટ, અટલ બ્રિજ અને અક્ષર ક્રુઝની લીધી મુલાકાત, પેટ કમિન્સે ટ્રોફી સાથે કરાવ્યુ ફોટોશુટ
Ronak Varma
| Edited By: | Updated on: Nov 20, 2023 | 11:49 PM
Share

આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઈનલનું સત્તાવાર રીતે 19મી ફેબ્રુઆરીએ સમાપન થયુ છે.  5 ઓક્ટોબર 2023 થી શરૂ થયેલા કિક્રેટ વિશ્વકપ 19 નવેમ્બરે તેના ફાઈનલ મુકાબલા સાથે સંપન્ન થયો છે. ત્યારે આ વખતે વિશ્વકપ 13મી વખત યોજાયો હતો. જેની યજમાની ભારત દ્વારા કરવામાં આવી. તેરમા પુરુષ ક્રિકેટ વિશ્વ કપની ફાઇનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ છઠ્ઠી વખત આ ખિતાબ પોતાના નામે કર્યો છે.

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ICC અને BCCI દ્વારા ફોટોશુટનું આયોજન

વિશ્વ કપ જીત્યા બાદ સોમવારે ઓસ્ટ્રેલિયન કેપ્ટન નિયમ અનુસાર યજમાની કરી રહેલા દેશ અને જે શહેરમાં ફાઇનલનું આયોજન થયું છે ત્યાં આઇકોનિક જગ્યા ઉપર ફોટોશુટ કરાવવા માટે પહોંચ્યા. વિશ્વભરમાં પ્રખ્યાત અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ICC અને BCCI દ્વારા ફોટોશુટનું આયોજન કરવામાં આવ્યું. સાબરમતી નદી પર બનેલા પ્રખ્યાત અટલબિજ ઉપર આ આઇકોનિક ફોટોશુટ યોજાયું. જેમાં સાબરમતીમાં ઉમેરાયેલું નવું નજરાણું એટલે કે અક્ષર ક્રુઝના માધ્યમથી ઓસ્ટ્રેલિયન કેપ્ટન સાબરમતી નદીની વચ્ચે પહોંચ્યા હતા.

પેટ કમિન્સે ટ્રોફી સાથે કરાવ્યુ ફોટો શુટ

પેટ કમિન્સે ક્રુઝમાંથી ફોટોશુટ કરાવ્યું. આ ફોટોશુટ બાદ ઓસ્ટ્રેલિયન કેપ્ટન અને હાજર તમામ લોકોએ ક્રુઝમાં બનેલી હોટલમાં ગુજરાતી ભોજનનો સ્વાદ માણ્યો. તમામ મહેમાનો માટે ગુજરાતની ઓળખ એવા ફાફડા જલેબીની સાથે અનેક વાનગીઓ તૈયાર કરવામાં આવી.

આ પણ વાંચો: વર્લ્ડ કપની ફાઈનલ પર શરૂ થઈ રાજનીતિ, સંજય રાઉતે કહ્યુ નરેન્દ્ર મોદી સ્ટેડિયમના બદલે વાનખેડેમાં રમાતી તો જીતી જતા !

વર્ષ 2011નો વિશ્વ કપ ભારતે પોતાના નામે કર્યો હતો અને ત્યારબાદ આ આઇકોનિક ફોટોશુટ મુંબઈ શહેરમાં યોજાયું હતું. જેમાં એક સમયે ભારતનું પ્રવેશદ્વાર ગણાતા ગેટવે ઓફ ઇન્ડિયા પાસે વર્લ્ડ કપ વિજેતા ટીમના કેપ્ટન એટલે કે મહેન્દ્રસિંહ ધોનીએ ફોટોશુટ કરાવ્યું હતું. ત્યારબાદ હવે અમદાવાદનું પ્રખ્યાત અટલબિજ અને સાબરમતી નદીમાં ચાલતી અક્ષર રિવર ક્રોસ વિશ્વ ફલક ઉપર છવાઈ છે. આ ફોટો અનેક વર્ષો સુધી યાદગાર તારીખ અને યાદગાર ઇવેન્ટ માટે અમદાવાદની ભવ્યતા યાદ અપાવશે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">