દિવાળીમાં ઘરે ઘરે પહોંચી રહ્યા છે ભગવાન શ્રી રામ ! ભેટમાં રામ મંદિરની પ્રતિકૃતિ આપવાનો ટ્રેન્ડ

દિવાળીના તહેવારમાં સ્વજનોને મીઠાઈ કે અન્ય ભેટ આપવાની પરંપરા રહી છે. ભેટ આપવાની પરંપરામાં આ દિવાળીએ રામ મંદિરનો ઉમેરો થયો છે. 22 જાન્યુઆરીએ રામ મંદિરનું ઉદ્ઘાટન થવાનું છે, સમગ્ર દેશમાં મંદિરને લઈ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદમાં ભગવાન રામના મંદિરની પ્રતિકૃતિવાળા મંદિરને ભેટ સ્વરૂપે આપવાનો ટ્રેન્ડ શરૂ થયો છે.

દિવાળીમાં ઘરે ઘરે પહોંચી રહ્યા છે ભગવાન શ્રી રામ ! ભેટમાં રામ મંદિરની પ્રતિકૃતિ આપવાનો ટ્રેન્ડ
Follow Us:
Narendra Rathod
| Edited By: | Updated on: Nov 11, 2023 | 12:33 PM

100 કરોડથી પણ વધુ હિંદુઓની આસ્થાનું કેન્દ્ર રામ મંદિરનું 22 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરવાના છે. જો કે તે પહેલા ભગવાન શ્રી રામ સ્વયં લોકોના ઘરે પહોંચી રહ્યા છે. આ વાત સાંભળીને તમને નવાઇ લાગશે, પરંતુ આસ્થાળુઓ મંદિરને નિહાળે એ પૂર્વે રામ મંદિર ઘરે ઘરે ભેટના સ્વરૂપે પહોંચી રહ્યા છે. આ દિવાળીએ લોકો સ્વજનોને આપવા માટે લાકડાના ભુસામાંથી તૈયાર થયેલા રામ મંદિરની પસંદગી કરી રહ્યા છે. આબેહૂબ રામ મંદિર જેવું દેખાતું લાકડાનું મંદિર આકર્ષિત લાગી રહ્યું છે.

રામ મંદિરની પ્રતિકૃતિ વાળું લાકડાના મોડેલનું વેચાણ

દિવાળીના તહેવારમાં સ્વજનોને મીઠાઈ કે અન્ય ભેટ આપવાની પરંપરા રહી છે. ભેટ આપવાની પરંપરામાં આ દિવાળીએ રામ મંદિરનો ઉમેરો થયો છે. 22 જાન્યુઆરીએ રામ મંદિરનું ઉદ્ઘાટન થવાનું છે, સમગ્ર દેશમાં મંદિરને લઈ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદમાં ભગવાન રામના મંદિરની પ્રતિકૃતિવાળા મંદિરને ભેટ સ્વરૂપે આપવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. અમદાવાદના કોટ વિસ્તારના વિક્રેતા રામ મંદિરની પ્રતિકૃતિ વાળું લાકડાનું મોડલ વેચી રહ્યા છે.

3 હજાર જેટલા રામ મંદિરના મોડેલ વેચાયા

મંદિર તૈયાર કરતા નિરંજનભાઈ જણાવી રહ્યા છે કે અત્યાર સુધી લાકડાની આવી પ્રતિકૃતિ ગિફ્ટમાં લોકો ગાંધી ચરખા, સિદ્દી સૈયદની જાળી, તાજમહેલ જેવા પ્રતિકો આપવાનું પસંદ કરતા હતા. પરંતુ જ્યારથી રામ મંદિર મોડલ આવ્યું ત્યારથી લોકો રામ મંદિરની પસંદગી કરી રહ્યા છે. ધાર્મિક સંસ્થાઓ અને ધાર્મિક આગેવાનો રામ મંદિર પર વધારે પસંદગી કરી રહ્યા છે. છેલ્લા મહિનાઓમાં ૩ હજાર જેટલા રામ મંદિરના મોડેલ વેચાયા છે.

એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
Contact Number Recover : Mobile માંથી ડિલિટ થયેલા નંબરને આ રીતે પાછા મેળવો
શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક
ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુ, માખી-મચ્છર રહેશે ઘરથી દૂર
સારા તેંડુલકર આ સગાઈથી ખુશ છે, જુઓ ફોટો
હજારો રોગોનો રામબાણ ઈલાજ કરતી ગિલોય ઘરે જ ઉગાડો, આ રીત અપનાવો

રામ મંદિરની પ્રતિકૃતિ લાકડાના ભૂસામાંથી તૈયાર થયેલ સીટમાંથી બનાવવામાં આવે છે. મશીન પર પાર્ટ બનાવી આબેહૂબ રામ મંદિર જેવી જ પ્રતિકૃતિ તૈયાર થાય છે. 6 ઇંચથી લઈ 20 ઇંચ સુધીના અલગ અલગ સાઈઝમાં મંદિર પ્રતિકૃતિ તૈયાર થાય છે. જેના પર ડિમાન્ડ મુજબ જય શ્રી રામ લખેલી પટ્ટી લગાવવામાં આવે છે. 300 રૂપિયાથી લઈ સાઈઝ મુજબ અલગ અલગ કિંમતના રામ મંદિરની પ્રતિકૃતિનું વેચાણ થઇ રહ્યુ છે. રામમાં આસ્થા રાખનાર લોકો દિવાળીમાં ગિફ્ટ આપવા માટે તેને ઉપયોગમાં લે છે. લોકોનું માનવું છે કે હવે રામ લલ્લા અયોધ્યામાં બિરાજમાન થવાના જ છે તો એ પૂર્વે સ્વજનોના ઘરે પહોંચે એ આશા સાથે એમને ભેટ કરી રહ્ય છીએ.

આ પણ વાંચો- Surat Breaking News : સુરત રેલવે સ્ટેશને ભગદડ મચી, મુસાફરોની ભીડ બેકાબુ બની, એકના મોતની આશંકા, જુઓ વિડીયો

રામલલ્લા 22 જાન્યુઆરીએ મંદિરમાં બિરાજમાન થાય એ પૂર્વે ભેટ સ્વરૂપે ઘર ઘર પહોંચી રહ્યા છે. ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ, દિલ્હી સહિતના રાજ્યોમાં મોડલની ડિમાન્ડ જોવા મળી રહી છે. અમદાવાદમાં બની રહેલ આ રામમંદિર ગિફ્ટ સ્વરૂપે અલગ અલગ રાજ્યોમાં પહોંચી રહ્યા છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

દિલીપ સંઘાણીના જન્મદિવસમાં દિગ્ગજ પાટીદાર નેતાઓ રહ્યા ઉપસ્થિત- Video
દિલીપ સંઘાણીના જન્મદિવસમાં દિગ્ગજ પાટીદાર નેતાઓ રહ્યા ઉપસ્થિત- Video
BRTS અને ઇલેકટ્રીક સીટી બસના ડ્રાઇવરોએ પાડી હડતાળ, જાણો શું છે કારણ
BRTS અને ઇલેકટ્રીક સીટી બસના ડ્રાઇવરોએ પાડી હડતાળ, જાણો શું છે કારણ
Valsad : SOGએ નશાકારક કફ સીરપની 115 બોટલ પકડી
Valsad : SOGએ નશાકારક કફ સીરપની 115 બોટલ પકડી
બોરવેલમાં ખાબકેલા બાળકોને બચાવવા વિદ્યાર્થીઓએ તૈયાર કર્યુ ખાસ યંત્ર
બોરવેલમાં ખાબકેલા બાળકોને બચાવવા વિદ્યાર્થીઓએ તૈયાર કર્યુ ખાસ યંત્ર
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ભરઉનાળે ખાબક્યો વરસાદ
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ભરઉનાળે ખાબક્યો વરસાદ
નવસારી નજીક દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા
નવસારી નજીક દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા
રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી
પંચમહાલ : NEET પરીક્ષા ચોરી કૌભાંડ કેસમાં વધુ બે આરોપીની અટકાયત
પંચમહાલ : NEET પરીક્ષા ચોરી કૌભાંડ કેસમાં વધુ બે આરોપીની અટકાયત
હિન્દુવાદી નેતાઓને ધમકી આપવાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
હિન્દુવાદી નેતાઓને ધમકી આપવાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
અમરેલી ભાજપમાં વિવાદ વધુ ઉગ્ર, કાછડિયા પર ભરત સૂતરિયાના આકરા પ્રહાર
અમરેલી ભાજપમાં વિવાદ વધુ ઉગ્ર, કાછડિયા પર ભરત સૂતરિયાના આકરા પ્રહાર
g clip-path="url(#clip0_868_265)">