પોતું કરતી વખતે પાણીમાં આ વસ્તુઓ મિક્સ કરો, મચ્છર ઘરથી દૂર રહેશે

12 May, 2024 

Image - Socialmedia

ઘરને સ્વચ્છ અને સુંદર રાખવું એ એક સારી આદત છે, આના કારણે મચ્છર અને માખીઓ તમારી આસપાસ ભટકતા નથી, જેના કારણે તમે ઘણી બીમારીઓથી સુરક્ષિત રહેશો.

Image - Socialmedia

ઘણી વખત ઘરને સંપૂર્ણ સ્વચ્છ રાખ્યા પછી પણ મચ્છર અને માખીઓ અહીં-ત્યાં જોવા મળે છે. તેની પાછળ ઘણા કારણો હોઈ શકે છે.

Image - Socialmedia

ગમે ત્યાં બેસીને આવેલા માખી-મચ્છરો ઘરમાં આવી ખાવાની વસ્તુઓ પર કે અન્ય જગ્યાએ બેસે છે.

Image - Socialmedia

ત્યારે માખી મચ્છરને તમારા ઘરથી દૂર રાખવા તમે પોતુ મારવાના પાણીમાં કેટલીક વસ્તુ મિક્સ કરીને માખી-મચ્છરને ઘરથી ભગાવી શકો છો.

Image - Socialmedia

મચ્છરોને ઘરથી દૂર ભગાડવા માટે તમે પાણીમાં વિનેગરનો ઉપયોગ કરી શકો છો. આનાથી ન માત્ર ગંદા ફ્લોર સાફ થશે પરંતુ મચ્છર સિવાય નાના જીવજંતુઓ પણ ઘરમાં પ્રવેશતા નથી.

Image - Socialmedia

તમને બજારમાં ઘણા પ્રકારના એસેંશિયલ ઓઈલ મળશે જેની સુગંધ માખી મચ્છરને ઘરથી દૂર રાખી શકે છે. 

Image - Socialmedia

તજ મચ્છરોથી બચવામાં પણ અસરકારક સાબિત થાય છે. આ માટે તજના 2 થી 3 ટુકડા પાણીમાં ઉકાળો. તેને પોતુ કરવાના પાણીમાં મિક્સ કરો અને પછી પોતુ કરો.

Image - Socialmedia

સામાન્ય પાણીથી પોતુ કરવાને બદલે તમે ડીશ વોશને પાણીમાં મિક્સ કરીને પોતુ કરો. પરંતુ આમ કરવાથી તમારે બે વાર પોતુ કરવું પડશે.

Image - Socialmedia