AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આવી રીતે ભણશે દેશનું ભવિષ્ય ! વટવાની હિંદી અને ઉર્દુ શાળામાં એક વર્ગમાં 80 થી વધુ બાળકોને ઠુસી ઠુસી બેસાડી ભણાવતા દૃશ્યો, શિક્ષકની ઘટ હોવાથી એકસાથે લેવાય છે ત્રણ વર્ગો

વટવા ગામ પાસે આવેલા વટવા હિંદી શાળા નંબર એક અને વટવા ઉર્દુ શાળા નંબર બેમાં બાળકોને ઠુસી ઠુસીને ભરીને ભણાવવામાં આવી રહ્યા છે. એક રૂમમાં અંદાજે 80થી 90 બાળકોને બેસાડી એકસાથે ત્રણ વર્ગો લેવાઈ રહ્યા છે. આ આવતીકાલનું ભવિષ્ય છે અને શિક્ષાનો તેમનો મૂળભૂત અધિકાર છે ત્યારે અહીં બાળકોને માત્ર ભણાવવા ખાતર ભણાવાતા હોય તેવા દષ્ટિમાન થાય છે.

આવી રીતે ભણશે દેશનું ભવિષ્ય ! વટવાની હિંદી અને ઉર્દુ શાળામાં એક વર્ગમાં 80 થી વધુ બાળકોને ઠુસી ઠુસી બેસાડી ભણાવતા દૃશ્યો, શિક્ષકની ઘટ હોવાથી એકસાથે લેવાય છે ત્રણ વર્ગો
Darshal Raval
| Edited By: | Updated on: Jun 27, 2023 | 12:01 AM
Share

તમે અમદાવાદમાં દોડતી AMTS બસ, BRTS બસ કે શટલ રિક્ષામાં ઘેટા બકરાની જેમ મુસાફરોને જોયા હશે. પરંતુ કોઈ શાળાની અંદર આ પ્રકારે ખીચોખીંચ બાળકો બેસાડવામાં આવે તો, આ વાત માનવામાં નહીં આવે. પરંતુ આવી જ ઘટના અમદાવાદની એક શાળાની સામે આવી છે.  જ્યાં બાળકોને એક ક્લાસની અંદર ઘેટા બકરાની જેમ બેસાડીને ભણાવવામાં આવી રહ્યા છે. આ વાત માનવામાં નહીં આવે, પરંતુ આ વાત સાચી છે. આ વાત કોઈ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારની નહીં પરંતુ સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા અમદાવાદ શહેરની છે.

ફોટોમાં જોઈ શકાય છે કે એક જ ક્લાસરૂમમાં બાળકોને ખીંચોખીંચ બેસાડીને ભણાવવામાં આવી રહ્યા છે. આ દ્રશ્યો જોઈને પહેલા તો લાગે કે, શાળાની હાલત જર્જરીત હશે, કે અન્ય કોઈ સમસ્યાને કારણે આવુ હશે. પરંતુ ના એવી કોઈ સમસ્યા નથી. વાસ્તવિક પરિસ્થિતિ કઈક અલગ જ છે. કેમકે શાળામાં બાળકોની સંખ્યા વધુ છે અને તેની સામે ક્લાસરૂમની સંખ્યા ઓછી છે. તો શિક્ષકોની સંખ્યા પણ ઓછી છે અને માટે એક વર્ગખંડની અંદર 80 થી 90 બાળકોને બેસાડીને એક થી બે શિક્ષક એકસાથે ત્રણ વર્ગો લઈ રહ્યા છે.

આ વાત છે વટવા ગામ તળાવ પાસે આવેલ વટવા હિન્દી શાળા નંબર એક અને વટવા ઉર્દુ શાળા નંબર બેની. જ્યાં આજકાલના નહીં પરંતુ છેલ્લા એક વર્ષથી બાળકોને આ જ રીતે એક જ રૂમમાં ખીંચોખીંચ ભરીને ભણાવવામાં આવી રહ્યા છે. ક્લાસ રૂમમાં તો આ પરિસ્થિતિ છે જ કે જ્યાં એક રૂમની અંદર ત્રણ વર્ગો લેવાઈ રહ્યા છે, તો શાળાના ખુલ્લા વિસ્તારમાં પણ બાળકોને બેસાડીને ભણાવાઈ રહ્યા છે, એટલું જ નહીં શાળામાં આચાર્યની ઓફિસના જતા રસ્તામાં પણ ખુલ્લી જગ્યામાં બાળકોને બેસાડીને ભણાવવામાં આવી રહ્યા છે.

કેમ સર્જાઈ આ પરિસ્થિતિ  ?

Tv9 ની ટીમ જ્યારે શાળા પર વાસ્તવિક પરિસ્થિતિ જાણવા પહોંચી ત્યારે શિક્ષકો મોઢું છુપાવવા લાગ્યા, કેટલાક બાળકોએ પણ મોઢું છુપાવ્યું અને શાળાની પોલ ખુલી પડશે તે માટે વધુ વાત કરવાનું ટાળ્યું. જ્યારે શાળાના ઇન્ચાર્જ આચાર્યને પૂછવાનો પ્રયાસ કર્યો તો તેઓએ દોટ પકડી અને ઓફિસમાં ભાગ્યા. પરંતુ TV9ની ટીમ ત્યાં પહોંચી જ્યાં તેઓ વધુ તો કઈ જ ના બોલ્યા પરંતુ તેમની સાથે રહેલા આચાર્ય એ શાળામાં સંખ્યા વધી ગઈ હોવાથી અને આસપાસમાં હિન્દી અને ઉર્દુ શાળા નહીં હોવાના કારણે આ પરિસ્થિતિ સર્જાઇ હોવાનું જણાવ્યું.

આ પણ વાંચો : Ahmedabad: ગુજરાતમાં સગીરોની આત્મહત્યાને ચોંકાવનારા આંકડા આવ્યા સામે, ગૃહમંત્રાલયના રિપોર્ટ મુજબ દર વર્ષે સરેરાશ 450 સગીર કરે છે આત્મહત્યા !

મળતી માહિતી પ્રમાણે શાળામાં ગત વર્ષે 700 જેટલા બાળકો અભ્યાસ કરતા હતા. જેની સામે આ વર્ષે 850 જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે. જે 850 બાળકો સામે શાળામાં હાલ માત્ર 8 જ વર્ગખંડ આવેલા છે. જે ઓછા પડતા હોવાથી શાળાની અંદર વર્ગખંડમાં ત્રણ ત્રણ વર્ગો લેવાઈ રહ્યા છે. જેના કારણે એક જ ક્લાસમાં લગભગ 80 થી 90 બાળકોને બેસાડીને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં શાળાની ઓફિસમાં જવાની ખુલ્લી જગ્યા પર પણ બાળકોને બેસાડીને ભણાવવામાં આવી રહ્યા છે. આ શાળાની સ્થિતિ સ્માર્ટ શાળાના દાવા કરતાં તંત્રની પોલ ખુલ્લી પાડે છે, અને સવાલ કરે છે કે શું આ રીતે ભણશે ગુજરાત. કેમ કે શાળા તરફથી વિભાગમાં આ બાબતે જાણ કરવામાં આવી છે. પણ તેની સામે વિભાગ દવારા નક્કર પગલાં નથી લેવાઈ રહ્યા.

આ અંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ના ચેરમેનને પૂછતાં તેઓએ આ બાબત તેમના ધ્યાનમાં છે તેમ જણાવી જરૂરી વ્યવસ્થા કરવા ખાતરી આપી. ચેરમેને વટવાની સ્કૂલથી એક કિમિ દૂર રામોલ ખાતે બનાવેલ સ્કૂલમાં હિન્દી શાળા વાલીઓની સમજાવટથી ખસેડી સમસ્યાનું નિકાલ લાવવા જણાવ્યું. તેમજ શેડ નીચે બાળકો ભણાવવાના શિક્ષકનાં નિવેદન પર તપાસ કરવા જણાવી મધ્યાહન ભોજન માટે શેડ બનાવ્યો હોવાનું જણાવ્યું.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

દ્વારકાના મકનપુર ગામે દરિયામાં નાહવા પડેલા 4 મિત્રો ડૂબ્યા, જુઓ-Video
દ્વારકાના મકનપુર ગામે દરિયામાં નાહવા પડેલા 4 મિત્રો ડૂબ્યા, જુઓ-Video
ભાગેડુ નિરવ મોદીની બંધ જ્વેલરી કંપનીમાં શંકાસ્પદ આગ
ભાગેડુ નિરવ મોદીની બંધ જ્વેલરી કંપનીમાં શંકાસ્પદ આગ
આર્થિક મુશ્કેલીઓમાંથી રાહત મળશે, લગ્ન જીવન માટે આ એક ઉત્તમ દિવસ છે
આર્થિક મુશ્કેલીઓમાંથી રાહત મળશે, લગ્ન જીવન માટે આ એક ઉત્તમ દિવસ છે
ટ્રાફિક પોલીસકર્મી પર કાર ચઢાવાનો પ્રયાસ! જુઓ Video
ટ્રાફિક પોલીસકર્મી પર કાર ચઢાવાનો પ્રયાસ! જુઓ Video
ભયનો માહોલ સર્જનારો કોંગો ફિવર શું છે? જાણો
ભયનો માહોલ સર્જનારો કોંગો ફિવર શું છે? જાણો
ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસમાં વધારો, NHRCએ લીધી ગંભીર નોંધ
ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસમાં વધારો, NHRCએ લીધી ગંભીર નોંધ
આ રાશિના જાતક ને ઉધાર આપેલા પૈસા પાછા મળશે, ઊર્જાથી ભરપૂર દિવસ રહેશે
આ રાશિના જાતક ને ઉધાર આપેલા પૈસા પાછા મળશે, ઊર્જાથી ભરપૂર દિવસ રહેશે
સાબરમતી જેલ ફરી ચર્ચામાં! જેલમાંથી આઈફોન સહિત બે મોબાઈલ ઝડપાયા
સાબરમતી જેલ ફરી ચર્ચામાં! જેલમાંથી આઈફોન સહિત બે મોબાઈલ ઝડપાયા
Breaking News : ખનીજ વિભાગના દરોડાથી ખનન માફિયાઓમાં ફફડાટ જુઓ Video
Breaking News : ખનીજ વિભાગના દરોડાથી ખનન માફિયાઓમાં ફફડાટ જુઓ Video
કુકરમુંડા ગામે જૂથ અથડામણ, પથ્થરમારામાં 7 ઘવાયા, વાહનોને પણ નુકસાન
કુકરમુંડા ગામે જૂથ અથડામણ, પથ્થરમારામાં 7 ઘવાયા, વાહનોને પણ નુકસાન
g clip-path="url(#clip0_868_265)">