AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: ગુજરાતમાં સગીરોની આત્મહત્યાને ચોંકાવનારા આંકડા આવ્યા સામે, ગૃહમંત્રાલયના રિપોર્ટ મુજબ દર વર્ષે સરેરાશ 450 સગીર કરે છે આત્મહત્યા !

Ahmedabad: ગુજરાતમાં સગીરોમાં આત્મહત્યાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યુ છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે રાજ્યસભામાં રજૂ કરેલા આંકડા મુજબ ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં 2554 સગીરે કોઈ કારણોસર આત્મહત્યા કરી છે. આ આંકડાને જોતા ગુજરાતમાં દર વર્ષે સરેરાશ 450 સગીરો આત્મહત્યા કરે છે.

Ahmedabad: ગુજરાતમાં સગીરોની આત્મહત્યાને ચોંકાવનારા આંકડા આવ્યા સામે, ગૃહમંત્રાલયના રિપોર્ટ મુજબ દર વર્ષે સરેરાશ 450 સગીર કરે છે આત્મહત્યા !
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 26, 2023 | 5:18 PM
Share

Ahmedabad: ગુજરાતમાં 18 વર્ષથી ઓછી વયના કિશોરોમાં આત્મહત્યાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યુ છે. ગૃહમંત્રાલયે રાજ્યસભામાં રજૂ કરેલા આંકડા મુજબ દર છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં 2554 સગીરે આત્મહત્યા કરે છે. દર વર્ષે ગુજરાતમાં સરેરાશ 450 સગીર આત્મહત્યા કરે છે. ગૃહમંત્રાલયે આપેલી માહિતી મુજબ છેલ્લા પાંચ વર્ષના આંકડા પર નજર કરીએ તો

ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં સગીરોની આત્મહત્યાના આંકડા

સગીરોની આત્મહત્યા પાછળ જવાબદાર પરિબળો

18 વર્ષથી ઓછી વયના કિશોરોમાં આત્મહત્યા પાછળ માટો ભાગે માનસિક તણાવ મુખ્ય જવાબદાર પરિબળ છે. આ ઉપરાંત પરીક્ષામાં નિષ્ફળ જવાનો ડર. ભણવાનુ દબાણ, સારા માર્ક્સ લાવવાનુ દબાણ, મોબાઈલનો વધુ પડતો ઉપયોગ, માતાપિતા સાથે ઘટતો સંવાદ, પ્રેમસંબંધમાં નિષ્ફળતા, સહનશક્તિનો અભાવ, માતાપિતા સાથે અણબનાવ, જનરેશન ગેપ સહિતના પરિબળો જવાબદાર છે. જેમા ક્યાંકને ક્યાંક મોબાઈલને કારણે પણ બાળકો અને માતાપિતા સાથે સંવાદ ઘટ્યો છે. જેમા માતાપિતા બાળકોને સમજી શકવામાં તેમનુ કાઉન્સેલિંગ કરી શકતા નથી અને કિશોરાવસ્થામાં રહેલુ બાળક પોતાની જાતને અસલામત, એકલુ-અટુલુ સમજે અને નિરાશાના ગર્તામાં ધકેલાતુ જાય છે. પહેલાની તુલનાએ બાળકોમાં સહનશક્તિનું પ્રમાણ પણ ઘટ્યુ છે જેના કારણે કોઈપણ બાબતને લઈને જલ્દી લાગે આવી છે અને આત્મહત્યા કરવા પ્રેરાય છે.

પરીક્ષાના ડરથી પણ વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી બેસે છે

શાળામાં ભણતા બાળકો પરીક્ષામાં નિષ્ફળ જવાના ડરથી આત્મહત્યા કરી રહ્યા છે. પરીક્ષાનો હાઉ વિદ્યાર્થીઓના મનમાં ઘર કરી ગયો છે. પરીક્ષા અગાઉ કાન્સેલિંગ કરાય છે. છતાં કિશોરોને કારકિર્દીની ચિંતા સતાવે છે. આ કારણોસર પરીક્ષાનું પરિણામ આવે તે પહેલા જ યુવાઓ આત્મહત્યા કરી લેતા હોય છે. આવા અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. ભણતરનું ભારણ યુવાઓ સહન કરી શકે તેવી સ્થિતિમાં નથી. આ ઉપરાંત વાલીઓ પણ સતત બાળકો પર સારા માર્ક્સ લાવવા દબાણ કરી રહ્યા છે. જેના પગલે યુવાઓ સતત માનસિક દબાણ હેઠળ હોય છે. નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યુરોના મતે IIM સહિત શૈક્ષણિક સંસ્થાઓમાં પણ આત્મહત્યાનું પ્રમાણ વધ્યુ છે. કારકિર્દીની ચિંતાને કારણે યુવાઓ આત્મહત્યા કરી રહ્યા છે.

આ પણ વાંચો : Ahmedabad : રોમિયોગીરી ભારે પડી ! સગીર વિદ્યાર્થિનીની છેડતી કરતા યુવકને ચખાડ્યો બરાબરનો મેથીપાક- જુઓ Video

બેરોજગારી, પ્રેમસંબંધમાં નિષ્ફળતા પણ જવાબદાર પરિબળ

પ્રેમ સંબંધમાં નિષ્ફળતાને યુવાઓમાં આત્મહત્યાનું પરિબળ છે. સાથે સાથે બેરોજગારીને કારણે પણ યુવાઓમાં નિરાશા આવે છે. અનેક કિસ્સામાં નાની વયે બાળકોના માથે કુટુંબની જવાબદારી આવી પડે છે. ત્યારે બેરોજગારીને કારણે પણ યુવાઓ આત્મહત્યા કરે છે.

કેન્દ્રીય ગૃહમંત્રાલયે રાજ્યસભામાં આપેલી માહિતી મુજબ ગુજરાતમાં વર્ષ 2017થી માંડીને વર્ષ 2021 સુધી 18 થી ઓછી વયના 2554 યુવાઓએ આત્મહત્યા કરી છે. ગુજરાતની સરખામણીમાં ગોવા, બિહાર, ઉત્તરાખંડ, હિમાચલપ્રદેશ, પંજાબ, કેરળ અને હરિયાણા જેવા પ્રદેશમાં યુવાઓની આત્મહત્યાનું પ્રમાણ સરવાળે ઓછુ છે. જો કે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં ગુજરાત કરતા વધુ યુવાનો આત્મહત્યા કરે છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજસ્થાનના કાશ્મીર માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી, જુઓ Video
રાજસ્થાનના કાશ્મીર માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી, જુઓ Video
પતંગરસિકો આનંદો! ઉત્તરાયણના દિવસે પવન રહેશે સાનુકૂળ
પતંગરસિકો આનંદો! ઉત્તરાયણના દિવસે પવન રહેશે સાનુકૂળ
શૌર્ય યાત્રામાં ભાગ લીધા બાદ સોમનાથ મંદિરમાં પીએમ મોદી પૂજા કરી
શૌર્ય યાત્રામાં ભાગ લીધા બાદ સોમનાથ મંદિરમાં પીએમ મોદી પૂજા કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું,જુઓ વીડિયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું,જુઓ વીડિયો
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
GAPM 2026માં પ્રેસિડેન્ટનો ચોંકાવનારો ખુલાસો - જુઓ Video
GAPM 2026માં પ્રેસિડેન્ટનો ચોંકાવનારો ખુલાસો - જુઓ Video
કઠલાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની બેદરકારી સામે આવી - જુઓ Video
કઠલાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની બેદરકારી સામે આવી - જુઓ Video
સોનાની દુકાનમાં મહિલાએ કરી ચોરી, ઘટના CCTVમાં કેદ
સોનાની દુકાનમાં મહિલાએ કરી ચોરી, ઘટના CCTVમાં કેદ
પાટીદાર સમાજમાં સામાજિક બંધારણ ઘડવા મથુર સવાણીએ જનમત માંગ્યો
પાટીદાર સમાજમાં સામાજિક બંધારણ ઘડવા મથુર સવાણીએ જનમત માંગ્યો
દ્વારકાના મકનપુર ગામે દરિયામાં નાહવા પડેલા 4 મિત્રો ડૂબ્યા, જુઓ-Video
દ્વારકાના મકનપુર ગામે દરિયામાં નાહવા પડેલા 4 મિત્રો ડૂબ્યા, જુઓ-Video
g clip-path="url(#clip0_868_265)">