Tender Today : બાયડની તાલુકા પંચાયતની બિલ્ડિંગના કામ માટે લાખો રુપિયાનું ટેન્ડર જાહેર
tender News : તારીખ 24 એપ્રિલ 2023થી 8 મે 2023 સુધીમાં ટેન્ડરો ઓનલાઇન ભરવાના રહેશે. આ કામો અંગેની વધુ વિગતો કામકાજના દિવસો દરમિયાન ઉપરોક્ત કચેરીના નોટિસ બોર્ડ તેમજ રુબરુ સંપર્ક સાધવાથી મળી શકશે.
કાર્યપાલક ઇજનેર અરવલ્લી પંચાયત માર્ગ અને મકાન વિભાગ મોડાસા દ્વારા સીડીપી 3 અંતર્ગત તાલુકા પંચાયત બિલ્ડિંગ બાયડના કામ માટે અંદાજીત કિંમત રુ. 222.64 લાખનું ટેન્ડર જાહેર કર્યુ છે. જે માટે માન્ય શ્રેણીમાં નોંધાયેલા ઇજારદારો પાસેથી ઓનલાઇન ઇ-ટેન્ડરિંગ સિસ્ટમથી ટેન્ડર મગાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો-ભાવનગર આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખને પોલીસે કર્યા નજર કેદ
આ ટેન્ડરને લગતી વિગતવાર માહિતી વેબસાઇટ https://rnb.nprocure.com ઉપરથી મેળવી શકાશે. તારીખ 24 એપ્રિલ 2023થી 8 મે 2023 સુધીમાં ટેન્ડરો ઓનલાઇન ભરવાના રહેશે. નોટિસ અંગેની માહિતી ઉપરોક્ત વેબસાઇટ તથા માહિતી વિભાગની ઉપરોક્ત વેબસાઇટ www.statetenders.gujarat.gov.in ઉપર જોવા મળશે. આ કામો અંગેની વધુ વિગતો કામકાજના દિવસો દરમિયાન ઉપરોક્ત કચેરીના નોટિસ બોર્ડ તેમજ રુબરુ સંપર્ક સાધવાથી મળી શકશે.