Gujarati VIDEO : માવઠાએ મુશ્કેલી વધારી ! અરવલ્લીના મોડાસામાં ભારે વરસાદને કારણે બાગાયતી પાક નષ્ટ થયો
મોડાસાના મણિયાર, કોકાપુર, મોરા, ડઘાલિયા, વરથુ અને નહેરુ કંપા સહિતના વિસ્તારોમાં માવઠુ પડતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે.
ભારે વરસાદના કારણે અરવલ્લીના મોડાસા તાલુકામાં અલગ-અલગ વિસ્તારોમાં બાગાયતી પાક નષ્ટ થઈ ગયો છે. મોડાસાના મણિયાર, કોકાપુર,મોરા ,ડઘાલિયા, વરથુ અને નહેર કંપા સહિતના વિસ્તારોમાં માવઠુ પડતા ખેડૂતોએ રોવાનો વારો આવ્યો છે. મણિયાર પંથકમાં અંદાજિત 100 વીઘામાં ખેડૂતોએ તરબુચનુ વાવેતર કર્યું હતુ, જે રીતે તરબુચનુ ઉત્પાદન થઈ રહ્યુ હતુ તેમાં ખેડૂતોને આશા હતી કે આ વર્ષ તરબૂચના સારા ભાવ મળશે.
જો કે ખેડૂતોના તરબુચ માર્કટ સુધી પહોંચે તે પહેલા જ પવના સાથે વરસેલા વરસાદ અને કરાના કારણે તરબુચ ફાટી ગયા છે.આટલુ મોટુ નુકસાન થતા હવે ખેડૂતો સરકાર પાસે વળતરની માગ કરી રહ્યા છે.
ખેડૂતોએ સરકાર પાસે વળતરની કરી માગ
ગુજરાતમાં હજુ બે દિવસ સુધી કમોસમી વરસાદનો માહોલ જોવા મળશે. 21 માર્ચના ફરી એક વેસ્ટન ડિસ્ટર્બન સક્રિય થશે. 21 થી 22 માર્ચે ફરી વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે એ પહેલા આજે ગાંધીનગર અને અમદાવાદમાં સામાન્ય વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.આગાહી અનુસાર ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કેટલીક જગ્યાએ વરસાદ પડ્યો હતો. તો ક્યાંક કરા પણ પડ્યા હતા. અરવલ્લી અને મોડાસા પંથકમાં કરા પડ્યા હતા. વણિયાદમાં રસ્તા પર કરાની સફેદ ચાદર છવાતા કાશ્મીર જેવા દ્રશ્યો સર્જાયા હતા.