AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CID ક્રાઈમના વિઝા કન્સલ્ટન્સી ઓફિસમાં રાજ્યવ્યાપી દરોડા, અમદાવાદ,ગાંધીનગર અને વડોદરામાં 17 સ્થળે રેડ, શંકાસ્પદ ડોક્યુમેન્ટ કરાયા કબજે

રાજ્યમાં કબુતરબાજીના વધતા બનાવો અને વિઝા કૌભાંડને લઈને છેતરપિંડીની મળેલી ફરિયાદને આધારે CID ક્રાઈમે વિઝા કન્સલ્ટન્ટ્સની ઓફિસમાં રાજ્યવ્યાપી દરોડા કર્યા છે. જેમા અમદાવાદ, ગાંધીનગર, વડોદરામા વિઝા કન્સલ્ટન્સી ઓફિસમાં રેડ કરવામાં આવી. આ દરમિયાન મોટા પ્રમાણમાં શંકાસ્પદ દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે.

Mihir Soni
| Edited By: | Updated on: Dec 16, 2023 | 6:26 PM
Share

ડોલર કમાવવા કોઈપણ ભોગે વિદેશ જવાની ઘેલછામાં લોકો ગેરકાયદે રીતે પણ વિદેશ જવા તૈયાર થઈ હતા હોય છે. આવા વિઝા કન્સલ્ટન્ટ અને એજન્ટો સીઆઈડી ક્રાઈમની ઝપેટમાં આવ્યા છે. જે CID ક્રાઈમને વિઝા કૌભાંડને લઈ છેતરપિંડી અંગેની મળેલી કેટલીક ફરિયાદોના આધારે અમદાવાદ, ગાંધીનગર અને વડોદરા શહેરમાં વિઝા કન્સલ્ટન્સીનું કામ કરતી એજન્સીને ત્યાં રેડ કરવામાં આવી છે. જેમાં મોટા પ્રમાણમાં ડોક્યુમેન્ટ મળી આવ્યા છે.

CID ક્રાઈમ દ્વારા 17 વિઝા કન્સલટન્ટની ઓફિસમાં રેડ

અમદાવાદ ,ગાંધીનગર અને બરોડામાં 17 વિઝા કન્સલ્ટન્સી ઓફિસમાં CID ક્રાઇમ સંયુકત રેડ કરી. જે 17 જેટલી જગ્યા પર CID ક્રાઈમના અધિકારી દ્વારા છેલ્લા 1 મહિનાથી વોચ ગોઠવી હતી. એટલું જ નહીં નકલી ગ્રાહક મોકલી અને CID ક્રાઇમ દ્વારા કેટલીક આવી એજન્સીઓની ઓળખ કરવામાં આવી હતી અને બાદમાં શુક્રવારે તમામ 17 સ્થળોએ એક સાથે ગુપ્ત રેડ કરવામાં આવી હતી.

રેડ અંગેની તમામ જાણકારી અધિકારીઓથી પણ રખાઈ ગુપ્ત

જેમાં તપાસ કરનાર અધિકારીઓને પણ કઈ રેડમાં કઈ જગ્યાએ જવાનું છે તેની જાણકારી આપવામાં આવી ન હતી. પરંતુ એક કવરમાં એડ્રેસ અને વીડિયો કોલથી કામગીરી જણાવી હતી. જે બાદ ગુજરાતના 3 મહાનગરોમાં 17 સ્થળોએ દરોડા દરમિયાન કેટલાક દસ્તાવેજ, ઇલેક્ટ્રિક ગેઝેટ, રોકડ રકમ અને દારૂ પણ મળી આવ્યો છે.

અમદાવાદમાં આંબાવાડી, મણિનગર, નારણપુરા, નવરંગપુરા, સોલા વિસ્તારમાં રેડ

ગાંધીનગર અને અમદાવાદમાં 8-8 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં આંબાવાડી, મણિનગર, નારણપુરા, નવરંગપુરા અને સોલા વિસ્તારનો સમાવેશ થાય છે. ગાંધીનગરમાં ઇન્ફોસિટી, કુડાસણ અને ચિલોડામાં દરોડા પાડવામાં આવ્યા હતા. ઉપરાંત વડોદરામાં ગેંડા સર્કલ પાસે CID ક્રાઇમે રેડ કરી હતી. આ રેડ દરમિયાન સીઆઈડી ક્રાઈમની ટીમને 37 પાસપોર્ટ, 182 પાસપોર્ટ કોપી, 79 માર્કશીટ હાથ લાગી છે. ઉપરાંત રૂ. 5.56 લાખની રોકડ CID ક્રાઇમ દ્વારા જપ્ત કરાઈ FSLએ તમામ ડોક્યુમેન્ટની ચકાસણી શરુ કરી છે.

રેડ દરમિયાન દારૂ મળી આવતા પ્રોહિબિશનનો પણ નોંધાયો ગુનો

બે સ્થળોથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો પણ મળી આવ્યો છે. જેમાં સી.જી રોડ પર આવેલ હાઇટેક એજ્યુકેશન કન્સલ્ટન્સી ઓફિસમાં 7 દારૂની બોટલ અને 35 બિયર મળી આવી અને ગાંધીનગર હોપ રેઝ વિઝા કન્સલ્ટન્સીમાંથી બે દારૂની બોટલ મળી આવી. જેમાં સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધવામાં આવ્યો છે.

કંઈ જગ્યાએથી રેડમાં શું મળ્યું ?

  1.  શ્રી ઓવારસિસ પાસપોર્ટ, સોલા, અમદાવાદ : શંકાસ્પદ ડોક્યુમેન્ટ ફાઈલ, મોબાઈલ, અન્ય શંકાસ્પદ દસ્તાવેજો
  2. ફર્સ્ટ સ્ટેપ ઓવારસિસ કન્સલ્ટન્ટ, મણિનગર, અમદાવાદ : મોબાઈલ, CPU, લેપટોપ, પ્રિન્ટર, સ્કેનર અને શંકાસ્પદ ડોક્યુમેન્ટ
  3.  લક્ષ્મી ઓવારસિસ કન્સલ્ટન્ટ, નવરંગપુરા, અમદાવાદ : મોબાઈલ, હાર્ડ ડિસ્ક, લેપટોપ
  4.  હાઈટેક એજ્યુકેશન, સી જી રોડ, અમદાવાદ : કલાયન્ટની માર્કશીટ, અન્ય માર્કશીટ, CPU, રૂ. 52 હજાર રોકડા, નોટરીના સિક્કા, શંકાસ્પદ અંગ્રેજી દારૂ ( 7 સ્કોચ, 35 બિયર)
  5.  ઓ એસ આઇ, વિજય ચાર રસ્તા, અમદાવાદ : રબ્બર સ્ટેમ્પ, મોબાઈલ, લેપટોપ, ચેકબુક, 33 લેટરપેડ, જુદા જુદા સર્ટિફિકેટ, MOU, રૂ. 38500 રોકડા, અન્ય દસ્તાવેજ
  6.  સ્ટેપ ઇમિગ્રેશન, નારણપુરા, અમદાવાદ : ડિજિટલ ડેટા
  7.  નેપ્ચ્યુન એજ્યુકેશન કન્સલ્ટન્ટ, અમદાવાદ : ધોરણ અને 12ની માર્કશીટ, બીકોમ ઓરિજનલ ડિગ્રી સર્ટિ, નિફ્ટનું ઓરીજનલ સર્ટિ, અલગ અલગ વ્યક્તિઓના લોન સેંક્શન લેટર , ફિક્સ ડિપોઝિટના પત્રો, સિન્ડિકેટ બેંકના લોન સેંક્શન લેટર
  8.  304 વૃંદાવન ટ્રેડ સેન્ટર, કુડાસણ, ગાંધીનગર : પાસપોર્ટ, ઓફર લેટર, ફોલ્ડર ફાઈલ, લેપટોપ, મોબાઈલ
  9.  ગેટઓન વિઝા કન્સલ્ટન્ટ, સેક્ટર 22, ગાંધીનગર : જુદા જુદા એલસી, માર્કશીટ, ડિગ્રી સર્ટિ, કોમ્પ્યુટર, પ્રિન્ટર
  10.  પ્રોટોન કન્સલ્ટન્સી, ગાંધીનગર : 2 મોબાઈલ ફોન, અન્ય દસ્તાવેજો, આધારકાર્ડ, ડિપ્લોમા એન્જિનિયર માર્કશીટ
  11.  રિલાયન્સ ચોકડી, ગાંધીનગર: સીપીયુ અને મોબાઈલ
  12.  એમ ડી ઓવરસીસ કન્સલ્ટન્ટ એન્ડ કોચિંગ, ગાંધીનગર : પાસપોર્ટ, મોબાઈલ ડેસ્કટોપ , પ્રિન્ટર, રૂ. 465910 રોકડા, અન્ય દસ્તાવેજી પુરાવા, માર્કશીટ, ડિગ્રી અને મેરેજ સર્ટિ, રબ્બર સ્ટેમ્પ
  13.  ઈન્ફોસિટી, ગાંધીનગર : કોમ્પ્યુટર, ઓલ ઇન સિસ્ટમ, લેપટોપ, પ્રિન્ટર પાસપોર્ટ તથા અન્ય દસ્તાવેજી પુરાવા
  14.  હોપ રેઝ, ગાંધીનગર : કોમ્પ્યુટર, મોબાઈલ, પ્રિન્ટર અને વિદેશી દારૂ
  15.  વડોદરા : સર્વરની હાર્ડ ડિસ્ક, આઈપેડ, શંકાસ્પદ દસ્તાવેજો

ડુપ્લીકેટ ડોક્યુમેન્ટનાં આધારે વિઝા અને વર્ક પરમીટ આપતી એજન્સી પાસે મળી આવેલા ડોક્યુમેન્ટ કબજે કરી તેની ચકાસણી કરવામાં આવી રહી છે. જે તપાસ દરમિયાન વિઝા કૌભાંડને લઈ અન્ય લોકોના નામ ખુલી શકે તેવી શક્યતા છે. પરંતુ હાલ તો 17 જગ્યાએથી મળી આવેલ ડોક્યુમેન્ટમાં સૌથી વધુ પાસપોર્ટ અને અન્ય રાજ્યોની માર્કશીટો મળી આવી છે. જેમાં ખોટા ડોક્યુમેન્ટ મળશે તો ગુનો નોંધવામાં આવશે. ત્યારે આવનાર દિવસમાં CID ક્રાઇમ ટીમ અન્ય શહેરોમાં પણ રેડ કરી કાર્યવાહી કરશે.

આ પણ વાંચો : અમદાવાદ: વર્ષ 2018ના લૂંટ વિથ મર્ડર કેસનો આરોપી યુપીથી ઝડપાયો, છેલ્લા 5 વર્ષથી નામ બદલીને પંજાબમાં રહેતો હતો

  અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
અંબાજીના ડૉક્ટરે મહિલાની ડિલિવરીનો Video વાયરલ કરતા સર્જાયો વિવાદ
અંબાજીના ડૉક્ટરે મહિલાની ડિલિવરીનો Video વાયરલ કરતા સર્જાયો વિવાદ
ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય કવિ રાજેન્દ્ર શુક્લનું 84 વર્ષની વયે નિધન
ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય કવિ રાજેન્દ્ર શુક્લનું 84 વર્ષની વયે નિધન
ગીર સોમનાથના લાટી ગામમાં ડિમોલિશન
ગીર સોમનાથના લાટી ગામમાં ડિમોલિશન
વાપીમાં 5 કરોડની ખંડણી કેસમાં પોલીસ ફાયરિંગ, જુઓ Video
વાપીમાં 5 કરોડની ખંડણી કેસમાં પોલીસ ફાયરિંગ, જુઓ Video
જાફરાબાદના સર્કેશ્વર ગામમાં પોલીસ આવાસમાં આવી ચડી સિંહણ- Video વાયરલ
જાફરાબાદના સર્કેશ્વર ગામમાં પોલીસ આવાસમાં આવી ચડી સિંહણ- Video વાયરલ
બોરસદમાં રેત માફિયાઓ સરકારી અધિકારીઓની રેકી કરતા ઝડપાયા ! Video
બોરસદમાં રેત માફિયાઓ સરકારી અધિકારીઓની રેકી કરતા ઝડપાયા ! Video
કાર અકસ્માતમાં 3 મિત્રોનાં કરુણ મોત, ક્રિષ્ના ચુડાસમાનો ચમત્કારિક બચાવ
કાર અકસ્માતમાં 3 મિત્રોનાં કરુણ મોત, ક્રિષ્ના ચુડાસમાનો ચમત્કારિક બચાવ
ધોરાજીમાં ડુંગળીના પાક પર પ્રતિકૂળ વાતાવરણની અસર ! Video
ધોરાજીમાં ડુંગળીના પાક પર પ્રતિકૂળ વાતાવરણની અસર ! Video
₹4 કરોડના ખર્ચે મંજૂર થયેલા રોડનો બને તે પહેલા વેપારી દ્વારા વિરોધ
₹4 કરોડના ખર્ચે મંજૂર થયેલા રોડનો બને તે પહેલા વેપારી દ્વારા વિરોધ
અમદાવાદમાં અસલી પોલીસે નકલી પોલીસની ધરપકડ કરી
અમદાવાદમાં અસલી પોલીસે નકલી પોલીસની ધરપકડ કરી
g clip-path="url(#clip0_868_265)">