ભારતીય ક્રિકેટર જસપ્રીત બુમરાહના કોચ રહી ચુકેલા કિશોર ત્રિવેદી સાથે ખાસ વાતચીત- વીડિયો
અમદાવાદ: ટીમ ઈન્ડિયાના તેજ, તૌખાર, ધુંઆધાર અને યોર્કરના બાદશાહ એવા જસપ્રીત બુમરાહના કોચ સાથે tv9 એ કરી ખાસ વાત. સ્કૂલ ટાઈમ દરમિયાન બુમરાહે જેમની પાસેથી ક્રિકેટનું કોચિંગ લીધુ હતુ તે કિશોર ત્રિવેદીએ બુમરાહની બોલિંગનું જણાવ્યુ એક્સ ફેક્ટર...
અમદાવાદ: ટીમ ઈન્ડિયાના બોલર અને યોર્કર કિંગ જસપ્રીત બુમરાહ મૂળ ભલે પંજાબી હોય, પરંતુ અમદાવાદ તેમનું હોમ ટાઉન છે અને વર્લ્ડ કપની ફાઈનલ પણ તેમના હોમટાઉનમાં રમાઈ રહી છે ત્યારે બુમરાહ હોમટાઉનમાં તરખાટ મચાવવા તૈયાર છે. તેમણે ક્રિકેટનું કોચિંગ પણ અમદાવાદમાં જ લીધુ છે. નિર્માણ હાઈસ્કૂલમાં અભ્યાસ દરમિયાન બુમરાહે ક્રિકેટ રમવાની શરૂઆત કરી હતી. નિર્માણ સ્કૂલના જ કિશોર ત્રિવેદી તેમના કોચ રહ્યા છે. ત્રણ વર્ષ બુમરાહ કિશોર ત્રિવેદી પાસેથી ક્રિકેટની abcd શીખ્યા હતા.
યોર્કર કિંગ બુમરાહને શરૂઆતમાં સહખેલાડીઓ થ્રો બોલર સમજતા
કિશોર ત્રિવેદી જણાવે છે કે એ સમયે બુમરાહે વિચાર્યુ પણ નહીં હોય કે તેઓ આગળ જતા ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવશે. એ સમયે તો માત્ર શોખ ખાતર તેમણે કોચિંગ લેવાની શરૂઆત કરી હતી. વધુમાં તેમણે જણાવ્યુ કે યોર્કર કિંગ બુમરાહની ઓડ બોલિંગ એ તેનુ જમાપાસુ છે. એ સમયે શરૂઆતમાં અન્ય ખેલાડીઓ બુમરાહને થ્રો બોલર સમજતા હતા અમને તેમની સાથે રમવાની પણ ના પાડતા હતા. તેમના સહ ખેલાડીઓની ફરિયાદ રહેતી કે બુમરાહ થ્રો બોલિંગ કરે છે.
કોઈપણ પીચ પર સ્પીડ જનરેટ કરવાની બુમરાહને ગોડ ગીફ્ટ- કિશોર ત્રિવેદી
કિશોર ત્રિવેદીએ બુમરાહની વિશેષતા જણાવી કે તે ટૂંકા રન અપમાં વધારે ગતિથી બોલિંગ કરી શકે છે. કોઈપણ પીચ પર સ્પીડ જનરેટ કરવાની બુમરાહને ગોડ ગીફ્ટ છે અને યોર્કર એ તેની બોલિંગનું સૌથી ઘાતક હથિયાર છે તો ઈનસ્વિંગ, આઉટ સ્વિંગ અને સ્લોઅર વન પણ તેના ભાથાના બાણ છે. લાઈન લેન્થનું અનુશાસન બુમરાહની બોલિંગને વધારે ઘાતક બનાવે છે. વધુમાં તેમણે જણાવ્યુ કે મારા કોચિંગ હેઠળ તૈયાર થયેલા ખેલાડી વર્લ્ડ કપની ફાઈનલ રમે તે મારા માટે આનંદ અને ગર્વની બાબત છે.
આ પણ વાંચો: ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલને લઈને દર્શકોમાં જબરો ઉત્સાહ, ‘ભારત કી જય’ નામ સાથે બનાવ્યો વિશેષ ફ્લેગ- વીડિયો
હોમ પિચ વિશે બધુ જ જાણે છે બુમરાહ
બુમરાહે તેના હોમ ટાઉન અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમથી જ તેની ક્રિકેટ જર્નીની શરૂઆત કરી હતી. આથી સ્વાભાવિક રીતે જ તેની નેચરલ ગેમ જ રમશે. વર્લ્ડ કપની ફાઈનલમાં હોમ ગ્રાઉન્ડમાં જ રમવાનુ હોવાથી બુમરાહનો જોશ પણ હાઈ તો હોવાનો જ..