રાજ્યના 105થી વધુ તાલુકામાં નોંધપાત્ર વરસાદ, દેવભૂમિ દ્વારકા અને વંથલીમાં 6-6 ઇંચ
રાજકોટ શહેરમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેમાં ભારે વરસાદના પગલે મવડી બ્રિજ નીચે પાણી ભરાયા છે. જેમાં મવડી ચોકડી પાસે આવેલ બ્રિજ નીચે ગોઠણ સમા પાણી ભરાયા છે. તેમજ પાણી ભરાવાના 150 ફૂટ રીંગ રોડ પર પાણી ભરાતા વાહનચાલકો ફસાયા છે
રાજ્યના 105થી વધુ તાલુકામાં નોંધપાત્ર વરસાદ (Rain) પડ્યો છે. દેવભૂમિ દ્વારકા (Devbhoomi Dwarka) ના કલ્યાણપુરમાં સૌથી વધુ 6 ઈંચ જ્યારે પોરબંદર (Porbandar) ના રાણાવાવ અને જૂનાગઢ શહેરમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. સૌરાષ્ટ્રમાં કેટલેક સ્થળે સાંબેલાધાર વરસાદ પડ્યો છે. જૂનાગઢના વંથલીમાં એક કલાકમાં આશરે 6 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અમરેલી, રાજકોટ, જામનગર, ગીર સોમનાથ સહિતના પંથકમાં ભારે વરસાદ પડ્યો છે. જૂનાગઢ જિલ્લાના કેશોદના પ્રાસલી ગામે ધોધમાર વરસાદ પડ્યો છે. 3 ઈંચ જેટલો વરસાદ પડતાં બળોદરી નદીમાં આવ્યું ઘોડાપૂર આવ્યું હતું. નદીમાં પૂર આવતાં મીની ટ્રેક્ટર પાણીના ધસમસતા પ્રવાહમાં તણાયું હતું. પાણીના વહેણમાં પુલ પરથી ખેડૂતોને જીવના જોખમે પસાર થવાનો વારો આવ્યો હતો. મીની ટ્રેક્ટર પાણીમાં તણાતા ખેડૂતે પાણીમાં કૂદકો માર્યો હતો અને તે તરીને બહાર આવી જતાં તેનો બચાવ થયો હતો.
રાજકોટ શહેરમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેમાં ભારે વરસાદના પગલે મવડી બ્રિજ નીચે પાણી ભરાયા છે. જેમાં મવડી ચોકડી પાસે આવેલ બ્રિજ નીચે ગોઠણ સમા પાણી ભરાયા છે. તેમજ પાણી ભરાવાના 150 ફૂટ રીંગ રોડ પર પાણી ભરાતા વાહનચાલકો ફસાયા છે. ગુજરાતમાં પર મેઘરાજાની સતત મહેરબાની ઉતરી રહી છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 4 ઈંચ વરસાદથયો છે. અત્યાર સુધીમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ મોટા ભાગના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના પગલે નદી-નાળા છલકાયા છે. કેટલાક વિસ્તારમાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ સર્જાઇ છે. વરસાદના પગલે નદી-નાળાઓ છલકાયા છે. ડેમમાં પણ પાણીની આવક વધી છે. જેના કારણે ખેડૂતોસહિત તંત્રમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં સારો એવો વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના અનેક તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતના તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ ઉમરગામમાં સાડા છ ઇંચ વરસાદ નોંધાયો છે. પારડીમાં સાડા પાંચ, પલસાણામાં સાડા ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે. વાપીમાં પણ સાડા ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે. સુરત શહેર અને ચોર્યાસીમાં ચાર-ચાર ઇંચ વરસાદ નોંધાયો છે. દેવભૂમિદ્વારકાના ખંભાળિયામાં સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. મધ્ય ગુજરાતમાં પણ કેટલાક સ્થળો પર વરસાદ પડ્યો છે.