Ahmedabad: AMCમાં ફરજ બજાવતી બે મહિલાઓએ ID પાસવર્ડનો દુરુપયોગ કરી 2.39 કરોડનું કૌભાંડ આચર્યું

ઈ-ગવર્નન્સ ખાતાના અધિકારી દ્વારા હાલમાં સાયબર ક્રાઈમ બ્રાંચમાં અજાણ્યા વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધાવવા અરજી આપવામાં આવી છે.

Ahmedabad: AMCમાં ફરજ બજાવતી બે મહિલાઓએ ID પાસવર્ડનો દુરુપયોગ કરી 2.39 કરોડનું કૌભાંડ આચર્યું
Symbolic image
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Jul 05, 2022 | 3:04 PM

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation)માં ટેક્સ કૌભાંડ (scam) સામે આવ્યું છે. કોર્પોરેશનમાં ફરજ બજાવતી બે મહિલા કર્મચારીના ID-પાસવર્ડનો ઉપયોગ કરી રૂ.2.39 કરોડનું કૌભાંડ આચરાયું છે. જે મામલે સાયબર ક્રાઇમમાં અરજી થતાં પોલીસે આરોપીઓ સુધી પહોંચવા પ્રયત્નો હાથ ધર્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગમાં લોકોના પાસેથી પૈસા લઈ અને ટેક્સની રકમ કોર્પોરેશનના ખાતામાં જમા કરાવ્યા વગર જ ભરાઈ ગઈ હોવાનું બતાવી દેવાનું કૌભાંડ રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલ બહાર લાવ્યા હતા. આ કૌભાંડ મામલે ત્રણ મહિના બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈ-ગવર્નન્સ ખાતા દ્વારા સાઇબર ક્રાઇમ બ્રાન્ચમાં અરજી નોંધાવાઈ છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા બે મહિલા કર્મચારીઓ જે રજા ઉપર હતા તેમના આઈડી-પાસવર્ડ દ્વારા રૂ. 2.39 કરોડના કુલ 293 ટ્રાન્જેક્શન કરી કૌભાંડ કરવામાં આવ્યું છે. ખોખરા સિવિક સેન્ટર ઉપરથી પણ કેટલાક ગેરકાયદેસર રીતે ટ્રાન્ઝેક્શન થયા હોવાનું પોલીસને જાણવા મળ્યું છે. ઈ-ગવર્નન્સ ખાતાના અધિકારી દ્વારા હાલમાં સાયબર ક્રાઈમ બ્રાંચમાં અજાણ્યા વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધાવવા અરજી આપવામાં આવી છે. કોર્પોરેશનના ઈ-ગવર્નન્સ ખાતા દ્વારા પ્રોપર્ટી ટેક્સ, પ્રોફેશનલ ટેક્સ અને અન્ય ફી માટે વિવિધ સેન્ટરો ઉપર સ્વાઇપ મશીન મૂકવામાં આવ્યા હતા. જેના દ્વારા ડેબિટ કે ક્રેડિટ કાર્ડ દ્વારા ફીની ચુકવણી નાગરિકો દ્વારા કરવામાં આવતી હતી. કેટલાક લોકોના પૈસા જમા ન કરાવી અને બારોબાર ટેકસ ભરાઇ ગયો હોવાનું કૌભાંડ સામે આવતા ગવર્મેન્ટ ખાતા અને ટેક્સ વિભાગના અધિકારીઓને પોલીસ ફરિયાદ નોંધાવવા તેમજ તપાસ કરવા જે તે સમયે જણાવાયું હતું. જેમાં તપાસ દરમિયાન 1 માર્ચ 2022થી 14 માર્ચ 2022 સુધીના સમયગાળામાં ગેરકાયદેસર રીતે કુલ 293 ટ્રાન્ઝેક્શન થયા હોવાનું સામે આવ્યું હતું. જેમાં ઓફિસ બંધ થયા બાદ આ ટ્રાન્ઝેક્શન થયા હોવાથી હવે પોલીસની મદદ લઇ આ કૌભાંડના મૂળ સુધી પહોંચવા પ્રયાસ શરૂ કરાયા છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

આ કૌભાંડ કોર્પોરેશનમાં ફરજ બજાવતા બે મહિલનાએ ID પાસવર્ડથી કુલ 293 ટ્રાન્ઝેક્શન થયા છે જેની કુલ રકમ રૂ. 2.39 કરોડ થાય છે. કેટલાક સિવિક સેન્ટરો ઉપરથી અથવા તો ઘરેથી પણ આ માત્ર બે મહિલા કર્મચારીઓના ID પાસવર્ડનો ઉપયોગ કરી અને ગેરકાયદેસર રીતે વ્યવહાર કરી પૈસા પડાવી લેવામાં આવ્યા છે. આ તમામ ટ્રાન્ઝેક્શન જે પણ ટેક્સધારકોના થયા હતા તેમની પાસે પહોંચ માંગવામાં આવી હતી, પરંતુ તેઓએ કોઈપણ પહોંચ રજુ કરી નથી જેથી ગેરકાયદેસર રીતે પૈસા ભરી અને ટેક્સ ઝીરો કરાવ્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારે પોલીસ માની રહી છે કે જે પ્રાઇવેટ કંપનીને સોફ્ટવેર માટેનો કોન્ટ્રાકટ આપ્યો છે તેમાંથી અથવા એ.એમ.સી માંથી જ કોઈએ આ કૌભાંડ આચર્યું હોઈ શકે અને પોલીસ પણ એજ દિશામાં તપાસ કરી રહી છે.

g clip-path="url(#clip0_868_265)">