Ahmedabad: ટ્રાફિકના દંડ મુદ્દે લોક અદાલત યોજાઈ, 25 હજાર જેટલા વાહન ચાલકોએ ઇ મેમોના રૂ. 1.61 કરોડ ભરી દીધા

લગભગ 30 હજાર જેટલા વાહન ચાલકોને કે જેમના ઇ મેમો બાકી છે તેઓને મેસેજ મારફતે ટ્રાફિક પોલીસ દ્વારા જાણ પણ કરવામાં આવી હતી.

Ahmedabad: ટ્રાફિકના દંડ મુદ્દે લોક અદાલત યોજાઈ, 25 હજાર જેટલા વાહન ચાલકોએ ઇ મેમોના રૂ. 1.61 કરોડ ભરી દીધા
Lok Adalat
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Jul 05, 2022 | 4:35 PM

અમદાવાદ (Ahmedabad) ટ્રાફિક (Traffic) ના દંડને લગતા વિવાદોના નિકાલ માટે લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક અદાલત (Lok Adalat)માં મોટી સંખ્યામાં વાહનચાલકો જોડાયા હતા અને વિવાદનું નિરાકરણ આવતાં તેઓ ઇ-મેમો સહિતના દંડ ભરવા તૈયાર થયા હતા. આમ અમદાવાદમાં ઇ-મેમો નહીં ભરનાર વાહન ચાલકોએ લોક અદાલતમાં કરોડો રૂપિયાનો દંડ ભરી દીધો. લોક અદાલતમાં લગભગ 25 હજાર વાહન ચાલકો દંડની રકમ ભરી ચૂકી છે. જેમાં પ્રથમ વખત અમદાવાદમાં યોજાયેલ લોકઅદાવત માઘ્યમથી દંડની માતબર રકમ વસુલાઇ છે. જોકે હજી ઇ-મેમોનો કરોડો રૂપિયાનો દંડ ભરવાનો લોકોને બાકી છે. ટ્રાફિક દંડ બદલ ઇ-મેમો આવ્યો હોય પણ દંડ ન ભર્યો હોય તેવા લોકોની સંખ્યા પણ હજુ ઘણી મોટી છે. પોલીસે તેવા લોકોને વહેલી તકે દંડની રકમ ભરી દેવા અપીલ કરી છે.

ટ્રાફિકના નિયમનો ભંગ કરનાર વાહન ચાલકોને આપવામાં આવેલ ઇ-મેમોને લઇને લોક અદાલતનું 26 જૂનના દિવસે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લગભગ 30 હજાર જેટલા વાહન ચાલકોને કે જેમના ઇ મેમો બાકી છે તેઓને મેસેજ મારફતે ટ્રાફિક પોલીસ દ્વારા જાણ પણ કરવામાં આવી હતી. જેને લઇ લગભગ 25 હજાર જેટલા વાહન ચાલકો ઇ મેમો દંડની રકમ 1.61 કરોડ રૂપિયા ભરી ચુક્યા છે. જોકે લોક અદાલતના દિવસે જ અમદાવાદ ગ્રામ્ય કોર્ટે, મિરઝાપુર કોર્ટ, મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ માં રૂબરૂ જઇને દંડની રકમ ભરી શકે તે માટે વિશેષ આયોજન કરાયુ હતુ. જેના કારણે પ્રથમ વખત રેકોર્ડ બ્રેક એક જ દિવસમાં કરોડો રૂપિયા દંડની રકમ ભરી હોવાનુ સામે આવ્યુ છે.

આ પણ વાંચો

અમદાવાદના વાહન ચાલકો ટ્રાફિકના નિયમો પાળવામાં ખૂબ બેદરકાર જોવા મળ્યા છે કારણ કે અત્યાર સુઘીમાં 57 લાખ 61 હજાર ઈ-ચલણ સામે કરોડો રૂપિયા જેટલી માતબર રકમનાં ઈ-ચલણ વાહનચાલકોને ભરવાના બાકી છે. જો કે વાહનચાલકોની ઈ-ચલણ ભરવામાં નિરસતા હોવાથી ગુજરાત હાઈકોર્ટે આ મામલે પોલીસ વિભાગને ટકોર કરતા આ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતુ. નોધનીય છે કે 30 હજાર વાહન ચાલકો મેસેજ મારફતે એક ચેતવણી આપવામાં આવી હતી જેમાં 5 હજાર જેટલા ઇમેમોને નહી ભરનારને લાઇસન્સ રદ્દ કરવાની પ્રકિયા શરૂ કરી દેવામાં આવી છે. નોધનીય છે કે અત્યાર સુધી ઈ-ચલણ ન ભરનારા 800 થી વધુ વાહન ચાલકોના છેલ્લા 6 મહિનામાં લાયસન્સ રદ કરી દેવાયા છે. તેવામાં લોકોને પોતાના ઈ-ચલણ ભરવા માટે ટ્રાફિક પોલીસે અપીલ કરી છે.

સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
g clip-path="url(#clip0_868_265)">