Ahmedabad: રેશન દુકાનદારો પરેશાન, બેંકનું સર્વર બંધ થતાં ચલણના નાણાં ભરવામાં મુશ્કેલી

ગુજરાતના રેશન દુકાનદારોએ પુરવઠા વિભાગમા રજુઆતો કરતા ઓનલાઈન નાણાં ભરી દેવાની સુચના આપી ને હાથ અધ્ધર કરી દેવાયા હોવાના આક્ષેપો થઈ રહ્યા  છે. જ્યારે ICICI ની વિવિધ શાખા ઓમા રેશનદુકાનદારો એ રજુઆતો કરતા આ અંગે નો ઈમેઈલ પુરવઠા વિભાગને કરી દેવાયો છે

Ahmedabad:  રેશન દુકાનદારો પરેશાન, બેંકનું સર્વર બંધ થતાં ચલણના નાણાં ભરવામાં મુશ્કેલી
Ahmedabad Ration Shop (File Photo)
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Apr 29, 2022 | 6:33 PM

ગુજરાત(Gujarat) રાજ્ય નાગરિક પુરવઠા વિભાગ હસ્તકની રેશન દુકાનદારો(Ration shopkeepers)  પરેશાનીમાં  મુકાયા છે. જેમાં  દુકાનદારોનો આક્ષેપ છે કે પરમિટ મુજબ નાણાં  ભરવાના ચલણની(Chalan) રકમ રોકડ ભરવા માટે ત્રણ દિવસ થી તેઓ ધક્કા ખાઈ રહ્યા છે. કેમ કે eazypay ICICI બેંક ની સિસ્ટમ મા ટેકનિકલ એરર સર્જાઈ છે. જેના કારણે ત્રણ દિવસ થી આવતા રેશનદુકાન દારો ચલણના નાણાં ભરવાથી વંચિત થયા છે. એપ્રિલ  માસના તેમજ મે-2022  ના અનાજ ના પુરવઠાની પરમિટ મુજબ ચલણના નાણાં રોકડા ભરી ના શકાતા પરેશાની સર્જાઈ છે. કેમ કે અમદાવાદ ભર ની તમામ ICICI બેંક ની શાખાઓમા ટેકનિકલ એરર આવી છે. જેના કારણે રેશનદુકાનદારો હાલાકીમા મુકાયા છે.

જે અંગે દુકાનદારોએ પુરવઠા વિભાગમા રજુઆતો કરતા ઓનલાઈન નાણાં ભરી દેવાની સુચના આપી ને હાથ અધ્ધર કરી દેવાયા હોવાના આક્ષેપો થઈ રહ્યા  છે. જ્યારે ICICI ની વિવિધ શાખા ઓમા રેશનદુકાનદારો એ રજુઆતો કરતા આ અંગે નો ઈમેઈલ પુરવઠા વિભાગને કરી દેવાયો છે. જે મેઇલમાં જણાવાયું કે સર્વર ચાલુ થાય તે માટે બેંકની શાખાઓમા તપાસ કરતા રહેવું તેવા જવાબો આપ્યો છે.

એક તરફ ચાલુ એપ્રિલ માસનો બાકી રેશન જથ્થો ઉપાડવાનો બાકી છે. ત્યારે મે -2022  નો રેશનજથ્થો પણ તાકીદે બેંકમા ચલણો ભરીને રેશન જથ્થો રેશન દુકાનમા 1 લી મે થી જાહેર વિતરણ વ્યવસ્થા શરુ કરી શકાય તે માટે દબાણ કરાઈ રહ્યું છે. ત્યાં બીજી તરફ બેંક ની શાખા ઓમા સર્વર બંધ હાલતમા  રેશન દુકાનદારો ભર ગરમીમાં ધક્કા ખાવા પર મજબુર બન્યા છે. આ ઉપરાંત રેશન દુકાનદારો પોતાની રજૂઆત કોને કરે તે અંગે હાલ તો મૂંઝવણમાં છે.

આ પણ વાંચો

અમદાવાદ શહેરમાં રેશન દુકાનદારોને અનુભવાતી પરેશાનીના પગલે રેશન કાર્ડની દુકાનેથી અનાજ મેળવનારા સામાન્ય લોકો પણ પરેશાન થાય તેવી શકયતા છે. કેમ કે જો સમયસર નાણાં બેંકમાં જમા કરવામાં નહિ આવે તો રેશન દુકાનદારોને અનાજનો જથ્થો પણ સમયસર નહિ મળે. તેમજ તેના લીધે આગામી મહિને અનાજ લેવા આવતા લોકોને પણ ધક્કા ખાવાનો વારો આવશે. જેના પગલે દુકાનદારોનો આ પ્રશ્ન સમયસર ઉકેલવામાં આવશે તો રેશનનું અનાજ મેળવતા લોકોને પણ સમયસર અનાજ મળી શકશે.

g clip-path="url(#clip0_868_265)">