Ahmedabad: ઓનલાઈન ડેટિંગ અને મિટિંગની લાલચમાં ગુમાવા પડ્યા આટલા રૂપિયા, ઓનલાઈન આરોપીની સાયબર ક્રાઇમે કરી ધરપકડ

Ahmedabad: ઓનલાઈન ડેટિંગ અને મિટિંગની લાલચમાં આવ્યા તો બેન્ક એકાઉન્ટ ખાલી થઈ શકે છે. એસ્કોર્ટ સર્વિસના નામે લાલચ આપીને ઠગાઈ કરતા એક આરોપીની સાયબર ક્રાઇમે (cybercrime Police) ધરપકડ કરી છે.

Ahmedabad: ઓનલાઈન ડેટિંગ અને મિટિંગની લાલચમાં ગુમાવા પડ્યા આટલા રૂપિયા, ઓનલાઈન  આરોપીની સાયબર ક્રાઇમે કરી ધરપકડ
પ્રતિકાત્મક તસવીર
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Apr 29, 2022 | 5:47 PM

Ahmedabad: ઓનલાઈન ડેટિંગ અને મિટિંગની લાલચમાં આવ્યા તો બેન્ક એકાઉન્ટ ખાલી થઈ શકે છે. એસ્કોર્ટ સર્વિસના નામે લાલચ આપીને ઠગાઈ કરતા એક આરોપીની સાયબર ક્રાઇમે (cybercrime Police) ધરપકડ કરી છે. પોલીસ કસ્ટડીમાં જોવા મળતો આ શખ્સ અમરજી દેવજી પાટીદાર છે. રાજેસ્થાનનો આ વ્યકતી સોશિયલ મીડિયા પર અજાણી સ્ત્રીઓના ફોટા મૂકી એસ્કોર્ટ સર્વિસના નામે લાલચ આપીને લોકોની પાસેથી વિવિધ ચાર્જીસના નામે પૈસા પડાવતો હતો.

અમદાવાદના એક યુવક પોતાના મોબાઈલમાં ગુગલ સર્ચ કરતો હતા ત્યારે તેને એક લિંક મળી હતી જેના પર ક્લિક કરતા તુરંત જ એક વોટસઅપ ઓપન થયુ હતું. જેમાં ચેટિંગ કરતા આરોપી દ્વારા એસ્કોર્ટ સર્વિસની ઓફર કરવામાં આવી હતી, જેથી યુવકને રસ પડતા આ ઓફર સ્વીકારી. આરોપીએ વિવિધ યુવતીઓના ફોટા મોકલીને ભાવનું લિસ્ટ મોકલ્યું હતું. પહેલા 100 રૂપિયા ત્યારબાદ 300 પછી 1600 ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા, આરોપીઓએ સિક્યુરિટી ડિપોઝીટ સહિતના ચાર્જીસના બહાને 16998 પડાવી લીધા હતા.

ત્યારબાદ ચેટિંગ બંધ કરી દીધું હતું. જેને લઈને યુવકે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી અમરજી પાટીદાર મૂળ રાજેસ્થાનના ડુંગરપુરનો રહેવાસી છે. શોર્ટ ટાઈમમાં પૈસાદાર થવાની લાલચમાં હોળીના તહેવારમાં પોતાના ગામમાં ગયો ત્યારે તેના ભાઈ મણિલાલ અને પિતરાઇ ભાઈ ભુરાલાલે ઓનલાઈન મીટિંગ અને ચેટિંગ કરવાના બહાને છેતરપિંડી કરતા શીખવાડ્યું હતું. ગ્રાહકો બનાવી રજીસ્ટ્રેશનના નામે પૈસા પડાવતા અને જે ગ્રાહકને ફસાવે ત્યાર બાદ તેના ભાઈ અને પિતરાઈને સોંપી દેતો હતો. જેમાં તેને 50 ટકા કમિશન મળતું હતું. આ ગેંગમાં આરોપી સાથે વધુ બે વ્યક્તિની સંડોવણી ખુલતા પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

સોસીયલ મીડિયામાં એસ્કોર્ટ સર્વિસના નામે ઠગાઈ કેસમાં પકડાયેલા આરોપીએ અન્ય કેટલા લોકોને ટાર્ગેટ કર્યા. આ ગેંગમાં કેટલા લોકો સંડોવાયેલા છે તે તમામ મુદ્દે 3 દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ શરૂ કરી છે.

આ પણ વાંચો: Career in Museology: શું છે મ્યુઝિયોલોજી? ધોરણ 12 પછી કેવી રીતે બનાવવી કારકિર્દી? ક્યાં મળશે નોકરી, કેટલો પગાર, જાણો તમામ વિગતો

આ પણ વાંચો: ISRO Recruitment 2022: ISROમાં જુનિયર રિસર્ચ ફેલો, રિસર્ચ એસોસિયેટ સહિતની ઘણી જગ્યાઓ માટે ભરતી, જાણો કેવી રીતે કરવી અરજી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">