AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદ રથયાત્રા વિશેષ, હાથીઓની સુરક્ષા માટે 360 ડિગ્રી CCTV અને ડેસિબલ મીટરની નવી સિસ્ટમ

આગામી 149મી અમદાવાદ રથયાત્રામાં સામેલ 18 હાથીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા નવી ટેકનોલોજીનો ઉપયોગ થશે. ગયા વર્ષે હાથી બેકાબૂ બન્યાની ઘટના બાદ, આ વર્ષે દરેક હાથી પર 360 ડિગ્રી CCTV કેમેરા, ડેસિબલ મીટર અને જાયરોસ્કોપ ધરાવતા યુનિટ લગાવવામાં આવશે.

અમદાવાદ રથયાત્રા વિશેષ, હાથીઓની સુરક્ષા માટે 360 ડિગ્રી CCTV અને ડેસિબલ મીટરની નવી સિસ્ટમ
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 13, 2026 | 4:33 PM
Share

અમદાવાદમાં આગામી 16 જુલાઈના રોજ યોજાનારી 149 મી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને શાંતિપૂર્ણ અને સુરક્ષિત માહોલમાં સંપન્ન કરવા માટે પોલીસે વિસ્તૃત આયોજનો કર્યા છે. આ વર્ષે રથયાત્રાના ઇતિહાસમાં પ્રથમ વખત એક અભૂતપૂર્વ પગલું ભરવામાં આવ્યું છે, જેમાં રથયાત્રામાં સામેલ તમામ 18 હાથીઓની સુરક્ષા અને વર્તન પર નજર રાખવા માટે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.

દરેક હાથી પર ખાસ પ્રકારનું યુનિટ લગાવવામાં આવશે જેમાં 360 ડિગ્રી CCTV કેમેરા, અવાજની તીવ્રતા માપવા માટે ડેસિબલ મીટર અને હાથીના સંતુલનની માહિતી આપવા માટે જાયરોસ્કોપનો સમાવેશ થાય છે.

આ નિર્ણય ગયા વર્ષે 148મી રથયાત્રા દરમિયાન બનેલી એક ઘટનાના પગલે લેવામાં આવ્યો છે. ગયા વર્ષે ખાડિયામાંથી રથયાત્રા પસાર થઈ રહી હતી ત્યારે ડીજેના મોટા અવાજને કારણે એક હાથી ડરીને બેકાબૂ બન્યો હતો. મહાવતે હાથી પરનો કાબૂ ગુમાવતા થોડા સમય માટે ભાગદોડ મચી ગઈ હતી. આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ન થાય તે સુનિશ્ચિત કરવા માટે પોલીસ વિભાગે આ નવી મોનિટરિંગ સિસ્ટમ લાગુ કરવાનો નિર્ણય કર્યો છે.

અવાજના સ્તરનું નિરીક્ષણ

આ સેન્સર આધારિત ડિવાઇસ હાથીની આસપાસના વાતાવરણ અને તેના વર્તનને લગતી વિવિધ મહત્વપૂર્ણ માહિતી પૂરી પાડશે. ડેસિબલ મીટર હાથીની આજુબાજુના અવાજના સ્તરનું નિરીક્ષણ કરશે અને જો અવાજનું પ્રમાણ એક નિર્ધારિત થ્રેશોલ્ડથી વધી જશે, જે હાથીને પરેશાન કરી શકે છે, તો તે તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમને એલર્ટ મોકલશે.

જાયરોસ્કોપ હાથીના XYZ એક્સિસમાં થતી હલચલને ડિટેક્ટ કરશે, જેનાથી હાથીનું સંતુલન બગડે કે તેની ગતિમાં અસામાન્ય ફેરફાર થાય તો તેની જાણ થશે. આ ઉપરાંત, 360 ડિગ્રી CCTV કેમેરા હાથીની આજુબાજુના સમગ્ર વિસ્તારને કવર કરશે, જે પોલીસને કોઈપણ અનિચ્છનીય પ્રવૃત્તિ અથવા ભીડની સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં મદદ કરશે. આ કેમેરા 180 ડિગ્રીનો ફિલ્ડ ઑફ વ્યૂ ધરાવે છે, જે હાથીના ફ્રન્ટ એરિયાને સંપૂર્ણપણે કવર કરી લે છે.

આ સમગ્ર સિસ્ટમ દ્વારા એકત્રિત કરવામાં આવેલી માહિતીનું સતત મોનિટરિંગ પોલીસ કંટ્રોલ રૂમ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવશે. આનાથી પોલીસને સમયસર કાર્યવાહી કરવાની અને કોઈપણ સંભવિત ખતરાને અટકાવવાની તક મળશે. આ યુનિટ હાથીની સ્પીડ, GPS લોકેશન અને આજુબાજુના ફોટોગ્રાફ્સ પણ કેપ્ચર કરશે, જે વિસ્તારની ગીચતા અને પરિસ્થિતિનું વિશ્લેષણ કરવા માટે ઉપયોગી થશે.

આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે રથયાત્રા દરમિયાન કોઈ ભાગદોડ ન થાય, હાથીના કારણે ભક્તોને મુશ્કેલી ન પડે અને ભક્તોના કારણે હાથીઓને પણ કોઈ તકલીફ ન પડે. આ વર્ષે ઊંચા અવાજે ડીજે સાઉન્ડ ન વગાડવા માટે પણ કડક આદેશો આપવામાં આવ્યા છે, જે હાથીઓની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને લેવાયેલો નિર્ણય છે. આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી અમદાવાદ રથયાત્રા વધુ સુરક્ષિત અને સુવ્યવસ્થિત બનશે તેવી અપેક્ષા છે.

અંબાલાલ પટેલ નહીં કરે હવામાન અંગેની આગાહી, આપ્યુ આ મોટુ કારણ

Follow Us
ગુજરાતમાં વરસાદની અછત ? કૃત્રિમ વરસાદ વરસાવવાની ચર્ચા
ગુજરાતમાં વરસાદની અછત ? કૃત્રિમ વરસાદ વરસાવવાની ચર્ચા
આગામી ગુજરાત ચૂંટણી પહેલા RSS-સરકારની મહાબેઠક, જમીની સ્થિતિની ચર્ચા..
આગામી ગુજરાત ચૂંટણી પહેલા RSS-સરકારની મહાબેઠક, જમીની સ્થિતિની ચર્ચા..
સુરતમાં રવિવાર રજાના દિવસે પણ સરકારી શાળા ચાલુ
સુરતમાં રવિવાર રજાના દિવસે પણ સરકારી શાળા ચાલુ
નાના ચિલોડામાં AMCના નામે ‘ભૂતિયા ડિમોલેશન’ ! Video
નાના ચિલોડામાં AMCના નામે ‘ભૂતિયા ડિમોલેશન’ ! Video
કોંગો ફીવરના શંકાસ્પદ કેસથી બનાસકાંઠામાં આરોગ્ય તંત્ર દોડતુ થયું
કોંગો ફીવરના શંકાસ્પદ કેસથી બનાસકાંઠામાં આરોગ્ય તંત્ર દોડતુ થયું
સ્મીમેર હોસ્પિટલમાં સીમેન્ટ-રેતીની ડસ્ટ વચ્ચે દર્દીઓની સારવાર ! Video
સ્મીમેર હોસ્પિટલમાં સીમેન્ટ-રેતીની ડસ્ટ વચ્ચે દર્દીઓની સારવાર ! Video
શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તૈયારીઓ
શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તૈયારીઓ
આજે ભાગ્ય આપશે સાથ, નોકરી-વેપારમાં સફળતાના બની રહ્યા છે યોગ
આજે ભાગ્ય આપશે સાથ, નોકરી-વેપારમાં સફળતાના બની રહ્યા છે યોગ
સાણંદ-વીરમગામ હાઈવે પર ₹1.36 કરોડનો દારૂ ઝડપાયો, જુઓ Video
સાણંદ-વીરમગામ હાઈવે પર ₹1.36 કરોડનો દારૂ ઝડપાયો, જુઓ Video
ઓનલાઈન મીટિંગમાં પપ્પાએ લીધો દીકરીનો 'ક્લાસ', વીડિયો થયો 'વાયરલ'
ઓનલાઈન મીટિંગમાં પપ્પાએ લીધો દીકરીનો 'ક્લાસ', વીડિયો થયો 'વાયરલ'
g clip-path="url(#clip0_868_265)">