AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rakshabandhan 2023: પોસ્ટમાં રાખડી મોકલવાની સંખ્યામાં 15થી 20 ટકાનો વધારો, પોસ્ટ દ્વારા ભારત સહિત 36 દેશમાં મોકલવામાં આવે છે રાખડી

ઘણા કિસ્સાઓમાં બહેન પોતાના ભાઈને રાખડી પોસ્ટ કે કુરિયર (Courier) કરીને મોકલી આપતી હોય છે. જેના કારણે છેલ્લા ઘણા સમયથી પોસ્ટ અને કુરિયરમાં રાખડી મોકલવાની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. પોસ્ટ વિભાગમાં (Post Departments) ગત વર્ષની સરખામણીએ આ વર્ષે રાખડી મોકલવાની સંખ્યામાં 15 થી 20 ટકા જેટલો વધારો નોંધાયો છે.

Rakshabandhan 2023: પોસ્ટમાં રાખડી મોકલવાની સંખ્યામાં 15થી 20 ટકાનો વધારો, પોસ્ટ દ્વારા ભારત સહિત 36 દેશમાં મોકલવામાં આવે છે રાખડી
Darshal Raval
| Edited By: | Updated on: Aug 28, 2023 | 11:26 AM
Share

Ahmedabad : રક્ષાબંધન (Rakshabandhan) પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. જે પર્વ પર બહેન ભાઈને રાખડી બાંધવા તેના ઘરે જતી હોય છે અને રક્ષાબંધનની ઉજવણી કરતી હોય છે, પરંતુ કેટલાક કિસ્સામાં બહેન અને ભાઈ અલગ અલગ શહેરમાં કે અલગ અલગ રાજ્ય અને અલગ અલગ દેશમાં રહેતા હોવાથી બંનેને મળવું અઘરું પડતું હોય છે. આવા કિસ્સાઓમાં બહેન પોતાના ભાઈને રાખડી પોસ્ટ કે કુરિયર (Courier) કરીને મોકલી આપતી હોય છે. જેના કારણે છેલ્લા ઘણા સમયથી પોસ્ટ અને કુરિયરમાં રાખડી મોકલવાની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. પોસ્ટ વિભાગમાં (Post Departments) ગત વર્ષની સરખામણીએ આ વર્ષે રાખડી મોકલવાની સંખ્યામાં 15થી 20 ટકા જેટલો વધારો નોંધાયો છે. જે પોસ્ટ વિભાગ માત્ર ભારત જ નહીં, પરંતુ 36 દેશોમાં બહેનની રાખડી તેના ભાઈ સુધી પહોંચાડે છે.

આ પણ વાંચો-Watch : જામનગરમાં શ્રાવણી લોકમેળાના ફૂડ સ્ટોલમાં આરોગ્ય વિભાગનું ચેકિંગ, વાસી ખોરાકનો નાશ કરવામાં આવ્યો, Video

આમ તો પોસ્ટ વિભાગ કન્યા કુમારથી કાશ્મીર સુધી દુનિયાના તમામ દેશમાં રાખડી પહોંચાડે છે. પોસ્ટ વિભાગમાં પોસ્ટલ સર્વિસના આસિસ્ટન્ટ ડાયરેક્ટર અલ્પેશ શાહના જણાવ્યા અનુસાર ત વર્ષની સરખામણીએ આ વર્ષે રાખડી મોકલવાની સંખ્યામાં પોસ્ટ વિભાગમાં 15થી 20 ટકાનો વધારો થયો છે. જેમાં સૌથી વધારે રાખડી બહેન વિદેશમાં રહેતા તેમના ભાઈઓને મોકલી રહી હોવાનું સામે આવ્યું છે.

શા માટે પોસ્ટમાં કુરિયરમાં વધારો?

તહેવાર આવે એટલે કુરિયર કંપનીઓમાં કુરિયર મોકલવાની સંખ્યામાં વધારો થતો હોય છે. જેમાં ખાનગી કુરિયર સર્વિસ કંપનીના ચાર્જ લોકોને વધુ લાગતા હોય છે. જેની સામે પોસ્ટ વિભાગ દ્વારા નક્કી કરવામાં આવેલા ચાર્જ લોકોને ઓછા લાગી રહ્યા છે. માટે જ શહેરીજનો ખાનગી કંપનીની સામે હવે કુરિયર માટે પોસ્ટ વિભાગ તરફ વળ્યા છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પોસ્ટ વિભાગમાં રાખડી કુરિયરની સંખ્યામાં 15 થી 20 ટકા વધારો થયો છે અને તેમાં પણ કેનેડા, અમેરિકા જેવા વિદેશ સહિત કુલ 36 દેશો એટલે કે કન્યાકુમારી થી કાશ્મીર સુધી અને વિદેશોમાં તમામ જગ્યા ઉપર પોસ્ટ વિભાગ અન્ય કંપનીઓ કરતા ઓછા ચાર્જમાં રાખડીઓ પહોંચાડી રહ્યું છે.

જાણો કેટલો છે ચાર્જ ?

પોસ્ટ વિભાગ દ્વારા સામાન્ય કુરિયર માટે 50 ગ્રામ વજન કુરિયરના 41 રૂપિયા ચાર્જ લેવાઈ રહ્યો છે. જે અન્ય કુરિયર કંપની કરતાં ઘણો ઓછો છે. તેમજ sms દ્વારા કુરિયર ક્યાં પહોંચ્યું છે તેનું અપડેટ પણ મળતું રહે છે સાથે જ વિદેશોમાં મોકલવામાં આવતી રાખડી કુરિયરમાં પણ અલગ અલગ દેશ પ્રમાણે અલગ અલગ ચાર્જ નક્કી કર્યા છે, પરંતુ તે ચાર્જ પણ અન્ય કંપનીઓ કરતા ઓછા હોવાથી લોકો પોસ્ટ વિભાગની પસંદગી કરી રહ્યા છે. અને માટે જ હવે લોકો પોસ્ટ વિભાગમાં રાખડી મોકલવાનું પસંદ કરી રહ્યા છે.

પોસ્ટ વિભાગનો રક્ષાબંધનને લઈને નવતર પ્રયાસ

પોસ્ટ વિભાગમાં દર વર્ષે રાખડી મોકલવાની સંખ્યામાં વધારો થાય છે. જેમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 15થી 20 ટકાનો વધારો નોંધાયો છે. જેને જોતા પોસ્ટ વિભાગ દ્વારા આ વર્ષે વોટર પ્રુફ રાખડી મોકલવાના 1,00,000 ઉપર કવર બનાવાયા છે. જે દરેક પોસ્ટ વિભાગમાં ફાળવી દેવાયા છે. સાથે જ પોસ્ટ વિભાગે આ વર્ષે એક નવતર પ્રયાસ હાથ ધર્યો છે. જે પ્રયાસમાં પોસ્ટ વિભાગ દ્વારા બહેનને ગિફ્ટ આપી શકાય તેવી બ્રાસની પ્લેટ બનાવી છે. જેમાં ખાસ રક્ષાબંધન અને પોસ્ટનો સિમ્બોલ વાળી છબી લગાવાઇ છે. જેની પણ લોકો પસંદગી કરી રહ્યા છે. સામાન્ય રીતે બહેન ભાઈને રાખડી બાંધે એટલે ભાઈ બહેનને કોઈને કોઈ વસ્તુ આપે આ જ બાબતને ધ્યાન રાખીને પોસ્ટ વિભાગ દ્વારા આ વર્ષે બ્રાસની પ્લેટ બનાવી છે. જેમાં પોસ્ટ વિભાગને સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે.

અમદાવાદ  સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
મહેસાણામાં બટાટાના ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
મહેસાણામાં બટાટાના ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
g clip-path="url(#clip0_868_265)">