Raksha Bandhan 2023: રક્ષાબંધન પર બહેનને આપવા માટે ગિફટ હજુ પસંદ નથી આવી, તો લાડલીને ખુશ કરવા માટે આ ગિફટો આપી શકો છો
Raksha Bandhan 2023 : ભાઈ અને બહેનના પ્રેમભર્યા સંબંધોનો તહેવાર રક્ષાબંધન આવવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આ ખાસ અવસર પર અમે બહેનને ભેટ આપવાના કેટલાક વિકલ્પો જણાવવા જઈ રહ્યા છીએ.

Raksha Bandhan Special: આ વર્ષે 30 ઓગસ્ટે દેશભરમાં રક્ષાબંધન મનાવવામાં આવશે. બહેન-ભાઈ આખા વર્ષ દરમિયાન આ તહેવારની રાહ જુએ છે, બહેનો તેમના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને બદલામાં ભાઈઓ પણ તેમના માટે વિવિધ ગિફટ લાવે છે. ઘણી વખત, બહેનો તેમના ભાઈઓને રક્ષાબંધન (Raksha Bandhan) પર તેઓને કઈ ભેટ જોઈએ છે તે અગાઉથી કહે છે, પરંતુ મોટાભાગના ભાઈઓ મૂંઝવણમાં હોય છે કે તેઓએ તેમની બહેનને ખુશ કરવા માટે કઈ ભેટ આપવી જોઈએ.
અહીં અમે તમારી સમસ્યાને ઓછી કરવા જઈ રહ્યા છીએ, અમે તમને 5 ભેટ વિકલ્પો જણાવવા જઈ રહ્યા છીએ જે તમે તમારી બહેનને આપી શકો છો.
ઘડિયાળ
રક્ષાબંધનના તહેવાર પર, જ્યારે તમારી બહેન તમારા કાંડા પર રાખડી બાંધે છે, ત્યારે તમારે તેના કાંડા પર ઘડિયાળ પહેરાવવી જોઈએ. જો તમારી બહેનને ઘડિયાળનો શોખ છે, તો તેને આ ગિફ્ટ ખુબ ગમશે, ઘડિયાળ સિવાય તમે તમારી બહેનને બ્રેસલેટ પણ ગિફ્ટ કરી શકો છો. ધડિયાળ તમારી બેહનના ઓફિસ વર્કમાં પણ શુટ કરશે.
મેકઅપ કીટ
આજકાલ છોકરીઓને મેકઅપનો ખૂબ શોખ હોય છે. આવી સ્થિતિમાં, રક્ષાબંધનના ખાસ અવસર પર, તમે તમારી બહેનને સારી બ્રાન્ડેડ મેકઅપ કીટ આપી શકો છો. જો તમે સંપૂર્ણ કિટ ન આપવા માંગતા હો, તો તમે લિપસ્ટિક, નેઇલ પોલીશ, આઇ લાઇનર વગેરે પણ આપી શકો છો.
સ્માર્ટ ઘડિયાળ
સ્માર્ટ ઘડિયાળો આજકાલ ટ્રેન્ડમાં છે અને ખૂબ જ સ્ટાઇલિશ પણ લાગે છે. તમે રક્ષાબંધન પર તમારી બહેનને સ્માર્ટ ઘડિયાળ ભેટમાં આપી શકો છો, આ સાથે તમારી બહેન તેની ફિટનેસ જર્ની પર પણ નજર રાખી શકશે.
ઇયરબડ્સ
તમે રક્ષાબંધન પર તમારી બહેનને ઈયરબડ ગિફ્ટ કરી શકો છો. આજકાલ મોબાઇલ સાથે ઇયરફોન ઉપલબ્ધ નથી, તેથી તમારી બહેન રક્ષાબંધન પર ભેટ તરીકે ઇયરબડ મેળવીને ખુશ થશે.
કસ્ટમાઇઝ ભેટ
તમે રક્ષાબંધન પર તમારી બહેન માટે બનાવેલ કસ્ટમાઇઝ ગિફ્ટ મેળવી શકો છો. તમે તમારા ફોટા સાથે ભાઈ-બહેન ટી-શર્ટ અથવા પ્રિન્ટેડ મગ વગેરે આપી શકો છો. કસ્ટમાઇઝ્ડ ગિફ્ટ્સ બજેટમાં પણ આવી જાય છે અને બહેનને તે ચોક્કસ ગમશે.
Healthના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો