વડોદરા :શિનોરમાં નર્મદા નદીમાં તણાયેલા ત્રણ કિશોરોનો હજુ કોઈ પત્તો નહીં, ફરી શોધખોળ શરુ, જુઓ વીડિયો
વડોદરામાં નર્મદા નદીમાં તણાયેલા 3 કિશોરોની આજે ફરીથી શોધખોળ શરૂ કરાઈ છે. ગઈકાલે પાદરાના દિવેરમઢી નજીક 6 કિશોરો નદીમાં નાહવા પડ્યા હતા. તે પૈકી 3 કિશોર નદીના પ્રવાહમાં તણાયા હતા. આજે સવારે તણાયેલા 3 યુવકોની શોધખોળ ચાલુ કરાઈ છે.
વિક્રમ સંવતના નવા વર્ષના પ્રથમ દિવસે જ વડોદરાની નર્મદા નદીમાં નાહવા પડેલા 3 કિશોર તણાયા હતા. શિનોરમાં નર્મદા નદીમાં તણાયેલા ત્રણ કિશોરોનો હજુ કોઈ પત્તો નથી. ત્યારે ત્રણેય કિશોરોની આજથી ફરી શોધખોળ શરુ કરવામાં આવી છે. ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળ પર પહોંચી ગયા છે.
આ પણ વાંચો-અમદાવાદમા દિવાળી અને નવા વર્ષ દરમિયાન આગના કોલમાં વધારો, પાંચ દિવસમાં 307 કોલ મળ્યા
વડોદરામાં નર્મદા નદીમાં તણાયેલા 3 કિશોરોની આજે ફરીથી શોધખોળ શરૂ કરાઈ છે. ગઈકાલે પાદરાના દિવેરમઢી નજીક 6 કિશોરો નદીમાં નાહવા પડ્યા હતા. તે પૈકી 3 કિશોર નદીના પ્રવાહમાં તણાયા હતા. આજે સવારે તણાયેલા 3 યુવકોની શોધખોળ ચાલુ કરાઈ છે. કરજણ ફાયર બ્રિગેડ અને સ્થાનિક માછીમારો દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે. શિનોર પોલીસ, મામલતદાર ઘટનાસ્થળ પર પહોંચ્યા છે.
વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો