રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસની સ્થિતિ અંગે વ્યક્ત કરી ચિંતા, આક્રમતાથી લડી શકે તેવા નેતાઓને કેન્દ્રીય નેતૃત્વ સપોર્ટ કરે તેવી રજૂઆત
રાહુલ ગાંધીના બે દિવસીય ગુજરાત પ્રવાસ દરમિયાન કોંગ્રેસનું મહાઅધિવેશન યોજાશે. પક્ષના પુનરુત્થાન અને 2024ની ચૂંટણી માટેની રણનીતિ પર ચર્ચા થશે. ગુજરાત કોંગ્રેસની કમજોરીઓ, સવર્ણોનો નારાજગી, મંદી અને બેરોજગારી જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. પક્ષમાં ધરમૂળથી ફેરફાર કરીને ભાજપને પડકારવાનો પ્રયાસ કરાશે.
લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના અમેઠીથી સાંસદ રાહુલ ગાંધી બે દિવસની ગુજરાતની મુલાકાતે છે. આજથી ગુજરાતમાં બે દિવસ માટે કોંગ્રેસનું મહાઅધિવેશન મળવા જઈ રહ્યુ છે. જે અંતર્ગત રાહુલ ગાંધી ગુજરાત આવી પહોંચ્યા છે. રાહુલ ગાંધીના આજના કાર્યક્રમો પર નજર કરીએ તો સૌપ્રથમ ઍરપોર્ટથી તેઓ સીધા ગુજરાત કોંગ્રેસ ભવન પહોંચ્યા. જ્યા પૂર્વ પ્રમુખો, જિલ્લા પ્રમુખો તેમજ તાલુકા પ્રમુખો સહિત અન્ય ગુજરાત કોંગ્રેસના નેતાઓ તેમજ પ્રભારી સાથે પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠકમાં સામેલ થયા. આ દરમિયાન રાહુલ ગાંધીએ ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી. આ સાથે આક્રમક્તા સાથે લડી શકે તેવા નેતાઓને સમર્થન આપવા પણ સૂચના આપી હતી. ગુજરાતમાં મૃત:પ્રાય અવસ્થામાં આવેલી કોંગ્રેસને એક્ટિવ મોડમાં લાવી ફરી નવો પ્રાણ ફુંકવાનો પ્રયાસ કોંગ્રેસના દિગ્ગજો દ્વારા હાથ ધરાયો છે.
રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસની સ્થિતિ અંગે વ્યક્ત કરી ચિંતા
આ બેઠકમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનની તૈયારીઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી. મહાઅધિવેશનમાં AICC ગુજરાત કોંગ્રેસનો રોડમેપ તૈયાર કરી સોંપશે. બેઠકમાં દરેક નેતાઓની જવાબદારી સુનિશ્ચિત કરવા પર ચર્ચા કરવામાં આવી. બેઠકમાં સવર્ણ વર્ગ કોંગ્રેસથી નારાજ હોવા અંગે રાહુલ ગાંધીએ પ્રશ્ન કર્યો હતો. અનેક સમસ્યાઓ હોવા છતા લોકો ભાજપને સહકાર આપે છે તે અંગે પણ સવાલ કર્યા. મંદી હોવા છતા લોકોનો રોષ કેમ બહાર નથી આવતો તે અંગે પણ રાહુલ ગાંધીએ સવાલ કર્યા. આ સાથે બેરોજગારી, મોઘવારી અને ખેડૂતોના પ્રશ્ને અંગે ચર્ચા કરવામાં આવી. કોંગ્રેસના મહાઅધિવેશન પહેલા રાહુલ ગાંધીની આ મુલાકાત ઘણી મહત્વપૂર્ણ ગણાઈ રહી છે.
બેઠકમાં દરેક નેતાઓની જવાબદારી સુનિશ્ચિત કરવા પર ચર્ચા
રાહુલ ગાંધીના તમામ કાર્યક્રમો અમદાવાદ ખાતેના કોંગ્રેસ કાર્યાલય પર રહેવાના છે. આગામી વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપને હરાવવા માટેનો ચેલેન્જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવી હતી, એ ચેલેન્જને પૂર્ણ કરવા માટે રાહુલ ગાંધી ગુજરાતનો પ્રવાસ કરતા જોવા મળી રહ્યા છે. આ બે દિવસની મુલાકાત દરમિયાન રાહુલ ગ્રાસરૂટ થી લઈને તમામ સિનિયર નેતાઓેને મળશે અને ગુજરાતમાં કોંગ્રેસને કેવી રીતના મજબૂત કરી શકાય એ સંદર્ભની અંદર તેઓ રણનીતિ પર ચર્ચા કરવામાં આવશે. આ દરમિયાન તમામ લોકો સાથે વાતચીત કરીને એ દિશામાં કામ કરતા રાહુલ ગાંધી જોવા મળશે.
આક્રમકતા સાથે લડી શકે તેવા નેતાઓને સમર્થન આપવા સૂચના
મહત્વની વાત એ છે કે ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત કરવા સહિત ધરમૂળથી ફેરફાર કરવા સહિતના તમામ મુદ્દાઓ પર આ બે દિવસમાં ચર્ચા થતી જોવા મળશે. કર્ણાટકમાં છેલ્લે જ્યારે કોંગ્રેસની CWCની બેઠક મળી હતી અને એ બેઠકમાં આ સમગ્ર વર્ષને સંગઠન વર્ષ તરીકે ઉજવવા માટે નક્કી કરવામાં આવ્યું હતું.આ દરમિયાન સ્ટેટ લેવલનું સંગઠન હોય કે કેન્દ્રનું સંગઠન તમામાં આગામી સમયમાં બદલાવ લાવવામાં આવશે. જેની શરૂઆત ગુજરાતથી કરવામાં આવી રહી છે. રાહુલ ગાંધી આ બે દિવસના પ્રવાસમાં ચાહે બ્લોક લેવલનો કાર્યકર હોય કે પછી પ્રદેશનો સિનિયર નેતા હોય એ તમામ લોકોને મળીને કોંગ્રેસમાં ધરમૂળથી બદલાવ કેવી રીતના આવી શકે આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે કોંગ્રેસમાં શું થઈ શકે એ સહિતની તમામ ચર્ચાઓ આ દિવસ બે દિવસમાં કરવામાં આવશે. કાર્યકરોનો ફીડબેક મેળવશે અને ત્યારબાદ આગામી સમયમાં એ પ્રકારના બદલાવ ગુજરાત કોંગ્રેસમાં આવતા જોવા મળશે . આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા અત્યારે હાલથી સંગઠનમાં બદલાવની શરૂઆત થતી આ બે દિવસની બેઠકો બાદ આગામી સમયમાં થતી જોવા મળી શકશે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો