PSM100 : યુવા સંસ્કાર દિવસની થઈ ઉજવણી, અનુરાગ ઠાકુર તેમજ સંબિત પાત્રા સહિતના મહાનુભાવોએ લીધી શતાબ્દી મહોત્સવની મુલાકાત

અનુરાગ ઠાકુરે (Anurag thakur)જણાવ્યું હતું કે ભગવા કપડાં પહેરેલાં સંતોને આદરપૂર્વક વંદન કરવામાં આવે છે. પ્રમુખસ્વામી મહારાજે નિર્માણ કરેલા મંદીરોના નિર્માણથી અનેક માનવ ચેતનાના મંદિરોનું નિર્માણ થયું છે.

PSM100 : યુવા સંસ્કાર દિવસની થઈ ઉજવણી, અનુરાગ ઠાકુર તેમજ સંબિત પાત્રા સહિતના મહાનુભાવોએ લીધી શતાબ્દી મહોત્સવની મુલાકાત
PSM100 yuva sankar divas
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 04, 2023 | 9:56 AM

કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે અમદાવાદમાં પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવની મુલાકાત લીધી હતી. શતાબ્દી મહોત્સવમાં  યુવા સંસ્કાર દિવસની ઉજવણી  કરવામાં આવી હતી.  આ કાર્યક્રમમાં ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર, BJPના રાષ્ટ્રીય પ્રવક્તા ડૉ. સંબિત પાત્રાએ, ટોરેન્ટ પાવરના મેનેજીંગ ડાયરેકટર જીનલભાઈ મહેતા, ગુજરાત હાઇ કોર્ટના સિનિયર એડવોકેટ દેવાંગ નાણાવટી, વિદેશી અને સંસદીય બાબતોના કેન્દ્રીય રાજ્ય મંત્રીવી. મુરલીધરન, ગુજરાત વિધાનસભાના સ્પીકર શંકરભાઇ ચૌધરી, જળ શક્તિ મંત્રાલય મંત્રી ગજેન્દ્ર સિંઘ શેખાવત ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં અનુરાગ ઠાકુરે કહ્યું કે, “ભગવો રંગ સમ્માનનો છે, ભગવો એક રંગ જ નહીં પરંતુ ભાવના છે. ભાવના સેવાની, સમર્પણની, કલ્યાણની છે, સ્વામી વિવેકાનંદથી પ્રમુખ સ્વામી સુધી તમામે ભગવો ધારણ કરી દુનિયાભરમાં ભારતની ઓળખ બનાવી અને ભારતના ગૌરવને આગળ વધારવાનું કામ કર્યું છે..

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

યુવા સંસ્કાર દિવસની થઈ ઉજવણી, સંબિત પાત્રા સહિતના વિવિધ મહાનુભાવો રહ્યા ઉપસ્થિત

બીએપીએસની યુવા પ્રવૃતિઓના સ્થાપક યોગીજી મહારાજે યુવા પ્રવૃતિના બીજ વાવ્યા હતા. આ યુવા પ્રવૃતિ વર્ષ 1952માં શરૂ થઈ હતી. બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે લાખો યુવાનોને વ્યક્તિગત મળીને, તેમની શક્તિઓને રચનાત્મક માર્ગે વાળી વિરાટ ચારિત્ર્યશીલ યુવાસમાજ નિર્માણ કર્યો હતો. BAPSનું યુવા સ્વયંસેવકદળ ભૂકંપ, પૂર, અનાવૃષ્ટિ જેવી આપત્તિઓમાં સદા સમાજની પડખે ઊભા રહીને રાહત કાર્ય કરે છે. આ કાર્યક્રમમાં ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર, BJPના રાષ્ટ્રીય પ્રવક્તા ડૉ. સંબિત પાત્રાએ, ટોરેન્ટ પાવરના મેનેજીંગ ડાયરેકટર જીનલભાઈ મહેતા, ગુજરાત હાઇ કોર્ટના સિનિયર એડવોકેટ દેવાંગ નાણાવટી, વિદેશી અને સંસદીય બાબતોના કેન્દ્રીય રાજ્ય મંત્રીવી. મુરલીધરન, ગુજરાત વિધાનસભાના સ્પીકર શંકરભાઇ ચૌધરી, જળ શક્તિ મંત્રાલય મંત્રી ગજેન્દ્ર સિંઘ શેખાવત ઉપસ્થિત રહ્યા હતા.

પ્રમુખસ્વામી મહારાજે નિર્માણ કરેલા મંદીરોના નિર્માણથી અનેક માનવ ચેતનાના મંદિરોનું નિર્માણ: અનુરાગ ઠાકુર

પ્રમુખસ્વામી મહારાજે ભગવા રંગને વિશ્વભરમાં ગૌરવ અપાવ્યું છે અને વિશ્વભરમાં ભગવા કપડાં પહેરેલાં સંતોને આદરપૂર્વક વંદન કરવામાં આવે છે. પ્રમુખસ્વામી મહારાજે નિર્માણ કરેલા મંદીરોના નિર્માણથી અનેક માનવ ચેતનાના મંદિરોનું નિર્માણ થયું છે. મંદિર, શાસ્ત્ર અને સંતને સંસ્કૃતિના આધાર સ્તંભ કહેવામાં આવ્યા છે અને આ ત્રણેય તત્વો બી.એ.પી.એસ સ્વામિનારાયણ સંસ્થામાં જોવા મળે છે. 600 એકરમાં નિર્માણ પામેલા નગરની પાછળ 80,000 થી વધારે સ્વયં સેવકોનો પુરુષાર્થ રહેલો છે તે વિશ્વભર માટે ઉદાહરણ રૂપ છે કે સ્વયંસેવકોની શક્તિ શું છે અને પ્રમુખસ્વામી મહારાજ જ તેમના આદર્શ છે. બાળનગરી એ જ્ઞાનનગરી છે જેમાં મનોરંજનની સાથે રસપ્રદ જ્ઞાન આપવામાં આવે છે. અનેક કુદરતી અને કૃત્રિમ આપત્તિઓ માં પ્રમુખસ્વામી મહારાજના માર્ગદર્શન હેઠળ અનેક રાહતકાર્યો આ સંસ્થાએ કર્યા છે તે માટે હું તેમનો અને આ સંસ્થાનો આભારી છું. એક નાનો બાળક ઘરે આવવા માટે આમંત્રણ આપે તો પણ પ્રમુખસ્વામી મહારાજ તેમના ઘરે પધરામણી કરવા જતાં હતાં તેવા નિર્મળ સંત હતા અને અનેકલોકોના જીવન પરિવર્તન કર્યા છે.

આ ભૂમિમાંથી “પ્રમુખસેવક” પણ છે અને “પ્રધાનસેવક” બંને મળ્યા : ડૉ. સંબિત પાત્રા

“ગુજરાત ની ભૂમિને નમન કરું છું અને તેનું વૈજ્ઞાનિક નિરીક્ષણ કરવું જોઈએ કારણકે આ ભૂમિમાંથી “પ્રમુખસેવક” પણ છે અને “પ્રધાનસેવક” બંને મળ્યા છે. સૌ પ્રથમ પ્રમુખસ્વામી મહારાજની અને તેમણે બનાવેલા મંદિરોની દિવ્યતાને નમન કરું છું. પ્રમુખસ્વામી મહારાજની મૂર્તિ જોઈને “અધરમ મધુરમ” શ્લોક ની યાદ આવે છે. દ્વિતીય નમન હું પ્રમુખસ્વામી મહારાજની દિવ્યતાથી ઉત્પન્ન થયેલી સેવા સમર્પણની ભાવનાને કરું છું અને અહીંના સ્વયંસેવકોની સેવાને પ્રણામ કરું છું કારણકે તેઓ પ્રમુખસ્વામીના રાજીપા માટે જ સેવા કરી રહ્યા છે. મારું તૃતીય નમન પ્રમુખસ્વામી મહારાજના ગુરુ પ્રત્યેના પ્રેમને કરું છું અને તેઓજ પ્રેમ આજે હું મહંત સ્વામી મહારાજમાં જોઈ રહ્યો છું કારણકે તેઓએ “ન ભૂતો ન ભવિષ્યતિ” તેવા શતાબ્દી મહોત્સવનું આયોજન કર્યું છે. પ્રમુખસ્વામી મહારાજે આદર્શ યુવા સમાજનું નિર્માણ કર્યું છે જેઓ રાષ્ટ્રનિર્માણના કાર્યમાં અનોખું યોગદાન આપશે.”

પ્રમુખસ્વામી મહારાજે આપેલી માળા બેગમાં રાખું છું: ગુજરાત હાઇકોર્ટના સિનિયર એડવોકેટ  દેવાંગ નાણાવટી

“આજે હું મારા ગુરુ પ્રમુખસ્વામી મહારાજને શ્રધ્ધાંજલિ આપવા આવ્યો છું. પ્રમુખસ્વામી મહારાજ સાથે મારી પ્રથમ મુલાકાત બોચાસણ મુકામે થઈ હતી અને મને સાક્ષાત્ ભગવાનની સામે બેઠો હોઉં તેવી અનુભૂતિ થઈ હતી. પ્રમુખસ્વામી મહારાજે આપેલી માળા હું ૨૪ કલાક મારી બેગમાં જ રાખું છું. પ્રમુખસ્વામી મહારાજે ભગવાનમાં કેવી શ્રદ્ધા રાખવી જોઈએ તે શીખવ્યું છે અને ભગવાનના વચનમાં વિશ્વાસ રાખવાનું શીખવ્યું છે. અડધા ગ્લાસ પાણીને જોઈને લોકો તર્ક કરતા હોય છે કે આ ગ્લાસ આખો ભરેલો છે કે અડધો, પરંતુ પ્રમુખસ્વામી મહારાજની આંખો તે ગ્લાસને જોઈને તરસ્યા માણસને શોધતી હતી તેવા પરોપકારી પુરુષ હતા.”

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">