AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PSM 100 :  પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં આંતરરાષ્ટ્રીય સંત સંમલેન યોજાયું

PSM 100 : પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં આંતરરાષ્ટ્રીય સંત સંમલેન યોજાયું

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 25, 2022 | 9:56 PM
Share

પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં આંતરરાષ્ટ્રીય સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.. આ સંત સંમેલનમાં 250થી વધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા. આ સંત સંમેલનમાં સંતોએ સંતોનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ તમામ સંતોએ પ્રમુખ સ્વામીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ સંત સંમેલનમાં જગતગુરૂ શંકરાચાર્ય પણ ઉપસ્થિત રહ્યા હતા

અમદાવાદમાં પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં આંતરરાષ્ટ્રીય સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.. આ સંત સંમેલનમાં 250થી વધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા. આ સંત સંમેલનમાં સંતોએ સંતોનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ તમામ સંતોએ પ્રમુખ સ્વામીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ સંત સંમેલનમાં જગતગુરૂ શંકરાચાર્ય પણ ઉપસ્થિત રહ્યા હતા.શંકરાચાર્યએ આ વિશાળ આયોજનનો મહિમા વર્ણવતા કહ્યું હતું કે સંતોનું કામ સમાજને સારા માર્ગ તરફ વાળવાનું છે.. તેમણે કહ્યું કે સનાતન ધર્મ જ સર્વશ્રેષ્ઠ છે, બાકીના તમામ સંપ્રદાયો છે. આ ઉપરાંત જગતગુરૂ શંકરાચાર્યએ કહ્યું કે આટલી મોટી સંખ્યામાં એક જ મંચ પર સંતોનું એકઠા થવું તે એકતા છે.

અમદાવાદના આંગણે શરૂ થયેલા પ્રમુખસ્વામી મહોત્સવમાં હજારો લોકો રોજેરોજ મુલાકાત લઇ રહ્યા છે.. બાળકોથી માંડીને મોટેરાઓ પ્રમુખ સ્વામી મહોત્સવની નગરીની મુલાકાત લઇ ધન્ય અનુભવી રહ્યા છે અને મજા માણી રહ્યા છે

અમદાવાદમાં 14 ડિસેમ્બરના રોજ  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવનો ભવ્ય અને દિવ્ય પ્રારંભ થયો છે. ત્યારે હવે આજથી દેશ-વિદેશથી આવી રહેલા હજારો હરિભક્તો તેમજ દર્શનાર્થીઓ મહોત્સવમાં સહભાગી થઇ શકશે.દર્શનાર્થીઓને મહોત્સવ સ્થળે દરરોજ બપોરે 2 વાગ્યાથી લઇને રાત્રે 9 વાગ્યા સુધી વિનામૂલ્યે પ્રવેશ મળશે. જ્યારે કે રવિવારે સવારે 9 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી પ્રવેશ મળી શકશે.દરરોજ રાત્રે 10 વાગ્યે મહોત્સવ સ્થળ બંધ થશે. સતત એક મહિના સુધી ચાલનારા મહોત્સવ દરમ્યાન અંદાજે 1 કરોડથી પણ વધુ મુલાકાતીઓ આવે તેવી શક્યતા છે.

 

Published on: Dec 25, 2022 09:55 PM
g clip-path="url(#clip0_868_265)">