પ્રી-મોનસુનની કામગીરી દરમિયાન જ AMCની ખૂલી પોલી, મંદિરમાં ભૂવો પડવાથી પૂજારીને ઈજા
અમદાવાદમાં રસ્તા પર ભૂવો પડવાની ઘટના સામે આવી છે. શહેરના હાટકેશ્વર વિસ્તારમાં આવેલ શીતળા માતાના મંદિરમાં ભુવો પડયો છે. મંદિરમાં પૂજારી પૂજા કરતા હતા, ત્યારે ભૂવો પડયો હતો. જેથી પૂજારી ભુવામાં પડયા હતા. હાલ પૂજારીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. વિસ્તારમાં આવેલા મોડેલ રોડ પર પ્રી-મોનસુનની કામગીરી ચાલી રહી હતી, ત્યારે આ ઘટના બની હતી. […]
અમદાવાદમાં રસ્તા પર ભૂવો પડવાની ઘટના સામે આવી છે. શહેરના હાટકેશ્વર વિસ્તારમાં આવેલ શીતળા માતાના મંદિરમાં ભુવો પડયો છે. મંદિરમાં પૂજારી પૂજા કરતા હતા, ત્યારે ભૂવો પડયો હતો. જેથી પૂજારી ભુવામાં પડયા હતા. હાલ પૂજારીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. વિસ્તારમાં આવેલા મોડેલ રોડ પર પ્રી-મોનસુનની કામગીરી ચાલી રહી હતી, ત્યારે આ ઘટના બની હતી. ત્યારે પ્રશ્ન એ ઉભો થાય છે કે, જો ચોમાસા પહેલાં જ ભૂવા પડી રહ્યા હોય તો ચોમાસા દરમિયાન રસ્તાઓની શું હાલત થશે?
આ પણ વાંચો: જો તમે આટલાં કલાક ઊંઘ નથી લેતા તો તમારે ડૉક્ટરની પાસે જવું પડી શકે છે, આ બિમારીના થઈ શકો છો શિકાર!
આમ અમદાવાદમાં હજુ તો પ્રી મોનસુન કામગીરી ચાલી રહી છે અને તેવા સમયે જો આવા ભૂવા પડવાની ઘટના સર્જાશે તો શહેરવાસીઓને વધારે મુશ્કેલી સર્જાઈ શકે છે. અમદાવાદ કોર્પોરેશનને આ ભૂવાઓને ભરવા માટે પણ લાખો રુપિયાનો ખર્ચો કરવો પડે છે. આમ જનતાના પૈસાની સાથે જનતાની સુરક્ષાનો પણ પ્રશ્નો ઉભા થઈ શકે છે.