AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pravasi Gujarati Parv : અમદાવાદ ખાતે યોજાશે પ્રવાસી ગુજરાતી પર્વ, 40 દેશના પ્રતિભાશાળી ગુજરાતીઓ આવશે એક મંચ પર, જુઓ વીડિયો

અમે તૈયાર છીએ, તમે પણ તૈયાર થઇ જાવ...ફરી એકવાર ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા. જી હા આવી રહ્યું છે પ્રવાસી ગુજરાતી પર્વ 2024. 2022માં યોજાયેલ પ્રથમ આયોજનની ભવ્ય સફળતા બાદ ફરી એકવાર દુનિયાભરના ગૌરવશાળી ગુજરાતીઓને પોંખવા, સન્માનવા તૈયાર છે ગુજરાતી પ્રવાસી પર્વ.

Pravasi Gujarati Parv : અમદાવાદ ખાતે યોજાશે પ્રવાસી ગુજરાતી પર્વ, 40 દેશના પ્રતિભાશાળી ગુજરાતીઓ આવશે એક મંચ પર, જુઓ વીડિયો
Follow Us:
| Updated on: Feb 08, 2024 | 9:52 PM

પ્રવાસી ગુજરાતી પર્વમાં દુનિયાના 40 દેશના 1500થી વધુ પ્રતિભાશાળી ગુજરાતીઓ એક મંચ પર આવશે. જો કે બમણા ઉત્સાહ સાથે આયોજીત આ પર્વના ક્લવેર અને ફ્લેવર આપને જરૂર પસંદ પડશે.

જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત સૂત્ર અનુસાર દુનિયાભરમાં વિવિધ ક્ષેત્રોમાં ટોચ પર પહોંચેલા ગૌરવવંતા ગુજરાતીઓને આ મંચ પર એક છત હેઠળ એકઠા કરવામાં આવે છે. આજ આયોજનનું બીજું સંસ્કરણ ફરી યોજાશે આપણા અમદાવાદમાં 10 ફેબ્રુઆરીએ ગગનમાં ગુજરાતનું નામ ગુંજતુ કરનારા ગુજરાતીઓના ગૌરવની ઉજવણી કરવા માટે TV9 નેટવર્ક અને એસોસિએશન ઓફ ઇન્ડિયન અમેરિકન્સ ઇન નોર્થ અમેરિકા એટલે કે AIANA ગુજરાતમાં પ્રવાસી ગુજરાતી પર્વની ઉજવણી કરે છે.

વિદેશમાં રહેતા હજારો ગુજરાતી કે જેમના હ્રદયમાં માદરે વતનની ખુશ્બુ મહેકે છે, તેવા ગૌરવશાળી ગ્લોબલ ગુજરાતીઓ એક છત હેઠળ ફરી મળશે.

પાકિસ્તાનમાં આતંકવાદી હુમલાઓની તપાસ કોણ કરે છે?
ખાંડથી પણ વધુ ખતરનાક ધીમું ઝેર રોજ ખાઈ રહ્યા છે લોકો, નામ જાણીને ચોંકી જશો
Hidden Gold : તમારા ઘરની કઈ ઇલેક્ટ્રોનિક વસ્તુઓમાં હોય છે સોનું ? જાણો
AC Tips : સારી ઊંઘ માટે રાત્રે AC કેટલા પર રાખવું જોઈએ?
ચાખ્યા વગર કેવી રીતે ખબર પડે કે કાકડી કડવી છે કે નહીં ?
160 દિવસના પ્લાનમાં ફ્રી કોલિંગ અને દરરોજ 2GB ડેટા ! BSNL યુઝર્સની મોજ

40 દેશો, 20 રાજ્યોના 3000થી પ્રતિભાશાળી ગુજરાતી તારીખ 10 ફેબ્રુઆરીના રોજ અમદાવાદમાં યોજાનાર ભવ્ય કાર્યક્રમમાં એકત્રિત થશે. રાજકીય, આધ્યાત્મિક, કળા, સાહિત્ય, ફિલ્મ, ઉદ્યોગ વિવિધ ક્ષેત્રના તેજસ્વી ગુજરાતીઓ આ કાર્યક્રમને ચાર ચાંદ લગાવશે. એટલે જ ગુજરાતી પ્રવાસી પર્વને લઇને મહેમાનોમાં ઉત્સુકતાનો પણ કોઇ પાર નથી.

ગુજરાતીઓ કરશે પોતાના સંધર્ષની વાત

1000થી વધુ એનઆરજી, અને 1500થી વધુ એનઆરઆઇની હાજરીમાં આ કાર્યક્રમ ગુજરાતીઓના ગૌરવનો સૌથી મોટો મેળો બની રહેશે. જેને નિહાળવાની, માણવાની અને તેમાં માહલવાની એક અનોખી તક મળશે. અહીં ગુજરાતીઓ કરશે પોતાના સંધર્ષની વાત, પોતાના વિકાસની વાત…વાત કરશે પોતાના વતનની…તો તૈયાર થઇ જાવ ગુજરાતીઓને ગૌરવ અપાવાતા આ ભવ્યાતિભવ્ય મહોત્સવ માટે.

આ કાર્યક્રમ પ્રવાસી ગુજરાતી પર્વના બીજા સંસ્કરણમાં હાજર રહેનારા દેશ વિદેશના મહાનુભાવો

  • ભારતીય મૂળના વિવેક મલેક પણ આ કાર્યક્રમના સહભાગી થશે.
  • અમેરિકામાં ગુજરાતીઓની સંભાળ રાખતા મફતભાઈ પટેલ આપશે પ્રવાસી ગુજરાતી પર્વમાં હાજરી આપશે.
  • મેડિકલ ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવતા Dr. Bharat Pankhadia હાજર રહેશે.
  • ફિજીના નાયબ પ્રધાનમંત્રી બિમન પ્રસાદ અમદાવાદ આવશે.
  • પરદેશમાં ગુજરાતી કલ્ચરને નવી ઓળખ આપનારા આર્ટિસ્ટ હાર્દિક ચૌહાણ હાજર રહેશે.
  • ગુજરાતી લોક સાહિત્યકાર અને પદ્મશ્રી ભીખુદાન ગઢવી હાજર રહેશે.
  • બોલિવૂડ અભિનેત્રી શેફાલી શાહ બનશે અમદાવાદ ખાતે પ્રવાસી ગુજરાતી પર્વની ખાસ મહેમાન
  • ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રવાસી ગુજરાતી પર્વના બીજા સંસ્કરણમાં હાજર રહેવાના છે.
  • ન્યુઝીલેન્ડ સરકારના પૂર્વ મંત્રી માઈકલ વુડ આપશે પ્રવાસી ગુજરાતી પર્વમાં હાજરી આપશે.
  • આ સિવાય, માઈકલ વુડ, કીકાફુંડા, જુલિયા ફિન, આનંદજીભાઈ શાહ, વિપુલ શાહ સહિતના મહાનુભાવો હાજર રહેશે.

પ્રવાસી ગુજરાતી પર્વના વધુ સમાચાર જોવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">