AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NRI અને NRG આ જમીન છોડી ગયા પણ તેમણે ક્યારેય સમાજ સેવા છોડી નથી: ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી

આ ઐતિહાસિક ઇવેન્ટમાં ઉદ્યોગપતિઓથી (Businessmen) લઇને ઉદ્યમીઓ, ફિલ્મ જગતથી માંડીને રમત જગત, રાજકારણથી લઇને અર્થકારણ એમ તમામ ક્ષેત્રોની દિગ્ગજ હસ્તીઓ એક સાથે એક મંચ પર ઉપસ્થિત છે.

NRI અને NRG આ જમીન છોડી ગયા પણ તેમણે ક્યારેય સમાજ સેવા છોડી નથી: ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી
ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીImage Credit source: Tv9 Gfx
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 29, 2022 | 5:03 PM
Share

અમદાવાદમાં (Ahmedabad) ગુજરાતી સાહસ અને ગૌરવની ઉજવણી કરવા માટે TV9 નેટવર્ક દ્વારા ‘મહાજાતિ ગુજરાતી’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ પર્વમાં દેશ-વિદેશના અઢી હજારથી વધુ ગુજરાતીઓ પહેલી વખત એકસાથે જોડાયા છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહે (Amit Shah) ઈવેન્ટને વર્ચ્યુલી સંબોધિત કરી. આ ઐતિહાસિક ઈવેન્ટમાં ઉદ્યોગપતિઓથી લઈને ઉદ્યમીઓ, ફિલ્મ જગતથી માંડીને રમત જગત, રાજકારણથી લઈને અર્થકારણ એમ તમામ ક્ષેત્રોની દિગ્ગજ હસ્તીઓ એક સાથે એક મંચ પર ઉપસ્થિત છે. પ્રવાસી ગુજરાતી પર્વને લઈને તમામ NRGમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે શરુઆતમાં જ પોતાનું સંબોધન કર્યુ હતુ. આ કાર્યક્રમમાં ગુજરાતના ગૃહ પ્રધાન હર્ષ સંઘવી (Harsh Sanghvi) પણ હાજર રહ્યા હતા. તેમણે TV9 ગુજરાતીની ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

‘NRI અને NRG આ જમીન છોડીને ગયા પણ સમાજ સેવા છોડી નથી’

હર્ષ સંઘવીએ આ કાર્યક્રમ દરમિયાન જણાવ્યુ હતુ કે TV9 ગુજરાતી ગુજરાતના NRGને અલગ અલગ દેશોમાંથી કોરોનાકાળ બાદ ગુજરાતની ધરતી પર એકસાથે મોટી સંખ્યામાં એકત્ર કરવાનું અદભુત કામ કર્યુ છે. ગુજરાતીઓ વિવિધ દેશોમાં જઈને અલગ અલગ કામ કરી રહ્યા છે. અનેક લોકો તો એવા પણ છે કે જે વિદેશમાં લીડિંગ કંપનીઓ પણ ચલાવી રહ્યા છે. તેઓ આ સ્થળે એકસાથે એકત્ર થયા છે. હર્ષ સંઘવીએ NRI અને NRGsનો પણ આભાર માન્યો હતો. કહ્યુ હતુ કે છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતના નાના નાના ગામડાના વિકાસમાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર સાથે મળીને ગામની સ્કૂલ, હોસ્પિટલ સહિતના કામોના વિકાસમાં ભાગીદારી આપી છે. હર્ષ સંઘવીએ જણાવ્યુ કે, આ વિદેશની ધરતી પર રહેતા NRI અને NRG આ જમીન છોડી ગયા છે, પરંતુ ગર્વની વાત છે કે તેઓએ ક્યારેય સમાજ સેવા છોડી નથી.

કોણ છે હર્ષ સંઘવી ?

હર્ષ સંઘવીએ 15 વર્ષની નાની ઉંમરે સામાજિક કાર્યકર તરીકે રાજકારણની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. ભાજપની યુવા પાંખ યુવા મોરચા સાથે કામ કરતી વખતે તેમણે ભારતના દૂરના ભાગમાં પ્રવાસ કર્યો છે. વંચિત અને શ્રમજીવી મધ્યમ વર્ગની સેવા તેમના નેતૃત્વના કેન્દ્રમાં રહી છે. હર્ષ સંઘવી અન્ય તમામ રાજકારણીઓથી તદ્દન વિપરીત છે, તે હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોને અવાજ આપે છે અને સમાજમાં પરિવર્તનના પૈડાં ચલાવવા માટે યુવાનોને સશક્ત બનાવવા માટે તેમની શક્તિનો ઉપયોગ કરે છે. તેમણે વિકલાંગો માટે મૈત્રીપૂર્ણ મોબાઈલ ફોનનું વિતરણ અને 2015માં યુવા સાહસિકતા સમિટ જેવા વિવિધ વિકલાંગો માટે ઘણા કાર્યક્રમો કર્યા છે.

નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
g clip-path="url(#clip0_868_265)">