Gujarat માં યોજાતી ઇવેન્ટનો ચોરી કરતા ઝારખંડની ગેંગના સભ્યની પોલીસે ધરપકડ કરી, 70 મોબાઇલ કબજે કર્યા

ગુજરાતમાં યોજાતી ઇવેન્ટમાં ચોરી કરવા આવતી ઝારખંડ ગેંગના એક આરોપીની અમરાઇવાડી પોલીસે ધરપકડ કરી છે. જેની પાસેથી ચોરીના 70 મોબાઈલ જપ્ત કરીને 200 થી વધુ મોબાઈલ ચોરી કરી હોવાનું ખુલ્યું છે . જેમાં ઝારખંડની ગેગ બાળકો સાથે ચોરી કરવા આવતી હતી

Gujarat માં યોજાતી ઇવેન્ટનો ચોરી કરતા ઝારખંડની ગેંગના સભ્યની પોલીસે ધરપકડ કરી, 70 મોબાઇલ કબજે કર્યા
Ahmedabad Amairawadi Police Arrest Accused
Follow Us:
Harin Matravadia
| Edited By: | Updated on: Jan 19, 2023 | 5:03 PM

ગુજરાતમાં યોજાતી ઇવેન્ટમાં ચોરી કરવા આવતી ઝારખંડ ગેંગના એક આરોપીની અમરાઇવાડી પોલીસે ધરપકડ કરી છે. જેની પાસેથી ચોરીના 70 મોબાઈલ જપ્ત કરીને 200 થી વધુ મોબાઈલ ચોરી કરી હોવાનું ખુલ્યું છે . જેમાં ઝારખંડની ગેગ બાળકો સાથે ચોરી કરવા આવતી હતી. જેમાં અમરાઈવાડી પોલીસે ધરપકડ કરેલા આરોપી ઇન્દર મંડલ ઝારખંડનો રહેવાસી છે. જે પકડાયેલ આરોપી સહિત પાંચ લોકોની ગેંગ મોબાઇલ ચોરી કરવા ઝારખંડથી ખાસ અમદાવાદ આવતા હતા. અમદાવાદ માં ચાલી રહેલ ઇવેન્ટમાં ભીડ વાળી જગ્યાથી મોબાઇલની ચોરી કરવા ઝારખંડની ગેંગ આવી હતી.

70 ફોનની 12.50 લાખ કિંમત મુદ્દામાલ કબ્જે લીધા

જેમાં દોઢ મહિનામાં 200 થી વધુ મોબાઇલ ચોર્યા હોવાની આંશકા પોલીસને છે. પોલીસ આરોપી ઇન્દર મંડળ પાસેથી 70 જેટલા સ્માર્ટ ફોન કબ્જે કર્યા. જેમાં 30 આઈફોન સહિત અલગ અલગ કંપનીના 70 ફોનની 12.50 લાખ કિંમત મુદ્દામાલ કબ્જે લીધા છે.

ઝારખંડના સાહેબગંજ જિલ્લાના ચોર ગેંગ અમદાવાદમાં ચાલતા ફેસ્ટિવલ સમયે આવે છે

જેમાં પકડાયેલ આરોપી ઇન્દર મંડળની પૂછપરછ કરતા સામે આવ્યું કે દોઢ મહિનામાં જ ઝારખંડની ગેંગે કાંકરિયા કાર્નિવલ, સ્વામિનારાયણ શતાબ્દી મહોત્સવ, ફ્લાવર શો અને કાઈટ ફેસ્ટિવલમાંથી અસંખ્ય મોબાઇલ ચોર્યા છે. મોબાઇલ ચોરી કરતી ગેંગની મોડ્સ ઓપરેન્ડી વાત કરીએ તો ઝારખંડના સાહેબગંજ જિલ્લાના ચોર ગેંગ અમદાવાદમાં ચાલતા ફેસ્ટિવલ સમયે આવે છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

ટ્રેન મારફતે અમદાવાદ આવીને પુર્વ વિસ્તારમાં ચાલી જેવી જગ્યા પર એક રૂમ રાખીને રહે અને બાદમાં શહેરમાં ચાલતા ઇવેન્ટમાં રીક્ષા મારફતે ત્યાં પહોંચી જાય ત્યાં ભીડભાડ વાળી જગ્યા પર ભેગા મળી મોબાઇલની ચોરી કરતા.

ચોરી કરેલા મોબાઇલ ઝારખંડ માં લઈ જઈ વેચતા હતા

જો કે પાંચ લોકોની ટોળકીમાં બે કે ત્રણ નાની ઉંમરના કિશોર હોય જેથી રંગેહાથ મોબાઇલ ચોરી કરવામાં પકડાય તો તેને નાનો સમજી લોકો છોડી દેતા હોય છે જેથી પોલીસના હાથે પકડતા ન હતા પરંતુ અમરાઇવાડી પોલીસને ચોક્કસ માહિતી મળતા મોબાઇલ ચોરીના રેકેટ પકડાયું છે. જેમા ચોરી કરેલા મોબાઇલ ઝારખંડ માં લઈ જઈ વેચતા હતા.

મોબાઇલ  માલિક અમરાઈવાડી પોલીસનો  સંપર્ક કરીને પરત મેળવી શકે છે

જ્યાં ચોરી થયેલા મોબાઇલથી ઓનલાઇન ચિટિંગ ફ્રોડમાં તેનો ઉપયોગ થતો હોવાનું પોલીસને આંશકા છે. જેથી પોલીસે મોબાઇલ ચોરીના મુખ્ય આરોપી પકડવા ચક્રો ગતિમાન હાથ ધર્યા છે. બીજી બાજુ આ કાર્યક્રમમાં લોકોના ચોરી થયેલા મોબાઇલ  માલિક અમરાઈવાડી પોલીસનો  સંપર્ક કરીને પરત મેળવી શકે છે જેવી એક અપીલ કરી છે.

આ પણ વાંચો : વિકાસની દિશામાં CM ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, રાજ્યની મહાનગરપાલિકાઓને સોંપાશે આર્થિક સત્તાનું સુકાન

g clip-path="url(#clip0_868_265)">