PM Modi Gujarat Visit Highlights: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના બોપલમાં IN-space સેન્ટરનું ઉદઘાટન કર્યુ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 10, 2022 | 6:39 PM

PM Modi in Gujarat Latest News in Gujarati: વડાપ્રધાન મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ અને સી. આર.પાટીલની પ્રશંસા કરતા જણાવ્યું કે, મારા કાળમાં જે ન થયુ, તે મારા સાથીઓએ કરી બતાવ્યું.

PM Modi Gujarat Visit Highlights: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના બોપલમાં IN-space સેન્ટરનું ઉદઘાટન કર્યુ
PM Modi Gujarat Visit

વડાપ્રધાન મોદી (PM Narendra Modi)  આજે એક દિવસના ગુજરાત પ્રવાસે છે. એક દિવસના ગુજરાત પ્રવાસ (PM Modi Gujarat Visit) દરમિયાન વડાપ્રધાન કરોડોની વિકાસલક્ષી યોજનાઓનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યુ. PM મોદીનો પ્રથમ કાર્યક્રમ દક્ષિણ ગુજરાતના નવસારીમાં યોજાયો. જે પછી તેમણે અમદાવાદના (Ahmedabad) બોપલ ખાતેના કાર્યક્રમમાં PM મોદી હાજરી આપી.વડાપ્રધાન મોદીની ગુજરાત મુલાકાતને લઈને પોલીસ(Gujarat Police)  એલર્ટ પર છે. NSG, SPG સહિતની સુરક્ષા એજન્સીઓ સક્રિય છે. સુરક્ષા વ્યવસ્થામાં કોઈ ચૂક ન રહે તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 10 Jun 2022 06:05 PM (IST)

    PM Modi Gujarat Visit Live : IN-SPACE દરેક માટે શ્રેષ્ઠ તકો ઊભી કરશે: PM

    PM Modi Gujarat Visit Live : વડાપ્રધાને જણાવ્યુ કે, ભારતના ખાનગી ક્ષેત્ર માટે મહત્તમ સરળતાનું વાતાવરણ ઊભું કરવાનો અમારો પ્રયાસ છે, જેથી દેશનું ખાનગી ક્ષેત્ર દેશવાસીઓને જીવનની સરળતામાં સમાન રીતે મદદ કરે. તેમણે કહ્યુ કે, IN-SPACE ભારતના યુવાનોને તેમની પ્રતિભા ભારતના શ્રેષ્ઠ દિમાગમાં પ્રદર્શિત કરવાની તક આપશે. પછી ભલે તેઓ સરકારમાં કામ કરતા હોય કે ખાનગી ક્ષેત્રમાં, IN-SPACE દરેક માટે શ્રેષ્ઠ તકો ઊભી કરશે:

  • 10 Jun 2022 05:23 PM (IST)

    PM Modi Gujarat Visit Live : કૃષિ ક્ષેત્રમાં પણ સ્પેસ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે: PM મોદી

    PM Modi Gujarat Visit Live : વડાપ્રધાને જણાવ્યુ કે, સ્પેસ ટેક્નોલોજી વિના આજના આધુનિક એવિએશન સેક્ટરની આપણે કલ્પના પણ નથી કરી શકતા. તેમણે જણાવ્યુ કે આ બધા સામાન્ય માણસના જીવન સાથે જોડાયેલા વિષય છે. તેમણે કહ્યુ કે સેટેલાઇટની મદદથી આજે હવામાનની ચોક્કસ માહિતી મળી શકે છે. કૃષિ ક્ષેત્રમાં પણ સ્પેસ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે.

  • 10 Jun 2022 05:16 PM (IST)

    PM Modi Gujarat Visit Live : ભારતનું અંતરિક્ષ અભિયાન આત્મનિર્ભર ભારતની ઓળખ બન્યો છે: PM

    PM Modi Gujarat Visit Live : વડાપ્રધાને જણાવ્યુ કે, ભારતનું અંતરિક્ષ અભિયાન આત્મનિર્ભર ભારતની ઓળખ બન્યો છે. હવે જ્યારે આ અભિયાનને ભારતના પ્રાઇવેટ સેક્ટરની તાકાત મળશે ત્યારે તેની શક્તિ કેટલી વધી જશે તેનો તમે અંદાજો લગાવી શકો છો. વડાપ્રધાને જણાવ્યુ કે સ્પેસ ટેક એક મોટી ક્રાંતિનો આધાર બનવાનું છે.

  • 10 Jun 2022 05:10 PM (IST)

    PM Modi Gujarat Visit Live : ભારતનો યુવાન રાષ્ટ્ર નિર્માણ માટે વધુને વધુ કામ કરશે: PM

    PM Modi Gujarat Visit Live : વડાપ્રધાને જણાવ્યુ કે, ભારતનો યુવાન રાષ્ટ્ર નિર્માણ માટે વધુને વધુ કામ કરશે. તેમણે જણાવ્યુ કે મોટા વિચારો વિજેતા બનાવે છે. સ્પેસ સેક્ટરમાં સુધારો કરીને, તેને તમામ પ્રતિબંધોથી મુક્ત કરીને, IN-SPACE દ્વારા ખાનગી ઉદ્યોગને ટેકો આપીને, દેશ આજે તેને વિજેતા બનાવવાનું અભિયાન શરૂ કરી રહ્યું છે: વડા પ્રધાન નરેન્દ્ર મોદી

  • 10 Jun 2022 05:06 PM (IST)

    PM Modi Gujarat Visit Live : N-SPACE ભારતના યુવાનોને તેમની પ્રતિભા દર્શાવવાની તક આપશે: PM મોદી

    PM Modi Gujarat Visit Live : વડાપ્રધાને પોતાના સંબોધનમાં કહ્યુ કે,  IN-SPACE ભારતના યુવાનોને તેમની પ્રતિભા દર્શાવવાની તક આપશે. ભલે તેઓ સરકારમાં કામ કરતા હોય કે ખાનગી ક્ષેત્રમાં, IN-SPACE દરેક માટે ઉત્તમ તકો ઊભી કરશે. ઇન-સ્પેસમાં ભારતના અવકાશ ઉદ્યોગમાં ક્રાંતિ લાવવાની ક્ષમતા છે.

  • 10 Jun 2022 04:59 PM (IST)

    PM Modi Gujarat Visit Live : IN- Space વિશ્વ માટે ધ્યાન આકર્ષક રહેશે: PM મોદી

    PM Modi Gujarat Visit Live : વડાપ્રધાને જણાવ્યુ કે IN- Spaceમાં  ભારતની સ્પેસ ઇન્ડસ્ટ્રીઝમાં ક્રાંતિ લાવવાની ઘણી ક્ષણતા છે. તેમણે જણાવ્યુ કે 21મી સદીની આધુનિક ભારતયાત્રામાં શાનદાર અધ્યાય જોડાયો છે.

  • 10 Jun 2022 04:48 PM (IST)

    PM Modi Gujarat Visit Live : આ કાર્યક્રમ ભારતને સ્પેસના ક્ષેત્રમાં જાયન્ટ બનાવવા મોટુ પગલુ બનશે: અમિત શાહ

    PM Modi Gujarat Visit Live :  અમિત શાહે પોતાના સંબોધનમાં જણાવ્યુ કે,  આ કાર્યક્રમ ભારતને સ્પેસના ક્ષેત્રમાં જાયન્ટ બનાવવા મોટુ પગલુ બનશે. તેમણે જણાવ્યુ કે નવા ક્ષેત્રો માટે ભારતનું બજાર ખુલ્લુ છે.

  • 10 Jun 2022 04:41 PM (IST)

    PM Modi Gujarat Visit Live : અંતરીક્ષના ક્ષેત્રમાં ભારત મોટી છલાંગ લગાવશે: અમિત શાહ

    PM Modi Gujarat Visit Live :  IN-SPACe સેન્ટરના ઉદ્ઘાટનના કાર્યક્રમમાં ગૃહ મંત્રીએ સંબોધન કર્યુ. તેમણે જણાવ્યુ કે, અંતરીક્ષના ક્ષેત્રમાં ભારત મોટી છલાંગ લગાવશે. ભારતીય અંતરીક્ષ ઉદ્યોગ આર્થિક વ્યવસ્થામાં મહત્વની ભૂમિકા ભજવશે.

  • 10 Jun 2022 04:33 PM (IST)

    PM Modi Gujarat Visit Live : સેન્ટરનો હેતુ પ્રાઇવેટ કંપનીને પ્રોત્સાહન આપવા માટેનો

    PM Modi Gujarat Visit Live : ઈન-સ્પેસ સેન્ટરની કામગીરીની વાત કરવામાં આવે તો, આ સેન્ટરનો હેતુ પ્રાઇવેટ કંપનીને પ્રોત્સાહન આપવા માટેનો છે. પ્રાઈવેટ કંપનીને સ્પેસને લગતી કામગીરીમાં ઈન્વોલ્વ કરવાનો છે. ઈન-સ્પેસ એક અલગ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. એક અલગ સંસ્થા જ ઊભી કરવામાં આવી છે, જે પ્રાઈવેટ કંપની અને ઈસરોની વચ્ચે સેતુરૂપ ભૂમિકા ભજવશે.

  • 10 Jun 2022 04:17 PM (IST)

    PM Modi Gujarat Visit Live : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના બોપલમાં IN-space સેન્ટરનું ઉદઘાટન કર્યુ

    PM Modi Gujarat Visit Live : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના બોપલમાં IN-space સેન્ટરનું ઉદઘાટન કર્યુ. જે પહેલા વડાપ્રધાન મોદીએ IN-SPACe  સેન્ટરમાં અલગ અલગ સાધનોનું નીરિક્ષણ કર્યુ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા. વડાપ્રધાને N-space સેન્ટરમાં નીરિક્ષણ કર્યુ. IN-SPACe ની સ્થાપનાની જાહેરાત જૂન 2020માં કરવામાં આવી હતી. તે સરકારી અને ખાનગી બંને સંસ્થાઓની અવકાશ પ્રવૃત્તિઓના પ્રચાર, પ્રોત્સાહન અને નિયમન માટે અવકાશ વિભાગમાં એક સ્વાયત્ત અને સિંગલ વિન્ડો નોડલ એજન્સી છે. તે ખાનગી સંસ્થાઓ દ્વારા ISRO સુવિધાઓના ઉપયોગની પણ સુવિધા આપે છે.

  • 10 Jun 2022 04:06 PM (IST)

    PM Modi Gujarat Visit Live : વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારીમાં તેમના શિક્ષકને મળ્યા

    PM Modi Gujarat Visit Live : વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારીમાં તેમના શિક્ષકને મળ્યા. વડાપ્રધાનને મળીને તેમના શિક્ષક ભાવુક થઇ ગયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડનગરમાં તેમના શિક્ષક પાસે શિક્ષણ મેળવ્યુ હતુ.

  • 10 Jun 2022 02:59 PM (IST)

    PM Modi Gujarat Visit Live : ગ્રામ્ય વિસ્તારોમાં હજારો આરોગ્ય કેન્દ્રો બનાવવામાં આવ્યા છેઃ પીએમ

    PM Modi Gujarat Visit Live : વડાપ્રધાને પોતાના સંબોધનમાં જણાવ્યુ કે, છેલ્લા 20 વર્ષમાં ગુજરાતના આરોગ્ય ક્ષેત્રે અનેક નવા સીમાચિહ્નો હાંસલ કર્યા છે. આ 20 વર્ષોમાં ગુજરાતમાં હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે અભૂતપૂર્વ કામ થયું છે, શહેરોથી લઈને ગ્રામ્ય વિસ્તારો સુધી દરેક સ્તરે કામ થયું છે.  તેમણે કહ્યુ કે ગ્રામ્ય વિસ્તારોમાં હજારો આરોગ્ય કેન્દ્રો બનાવવામાં આવ્યા છે.

  • 10 Jun 2022 02:40 PM (IST)

    PM Modi Gujarat Visit Live : ગુજરાતમાં કેન્સરને ડામવા અનેક કામ થયા : PM Modi

    PM Modi Gujarat Visit Live :  નિરાલી હોસ્પિટલના ઉદઘાટન પ્રસંગેં વડાપ્રધાને પોતાના સંબોધનમાં કહ્યુ કે ગુજરાતમાં કેન્સરને ડામવા અનેક કામ થયા છે.  ગુજરાતમાં મારી સરકારે બાળકો અને મહિલાઓના સ્વાસ્થય અને પોષણ પર કામ કર્યુ છે. 14 લાખ ગર્ભવતી મહિલાઓ ચિરંજીવી યોજનાનો લાભ લઈ ચૂકી છે.  નવસારીના નાગરિકોને સંબોધનમાં તેમણે કહ્યુ કે, આજે નવસારીથી ધરતીથી દક્ષિણ ગુજરાતના નાગરિકો માટે ઈઝ ઓફ લિવિંગની સુવિધા શરૂ થઈ છે. સ્વાસ્થય ક્ષેત્રે નવી સુવિધા આજથી મળશે. ત્રણ વર્ષ પહેલા અહી કેન્સર હોસ્પિટલનુ શિલાન્યાસ મેં કર્યુ હતું. ટ્રસ્ટ ને તેમના પરિવારનો આભાર માનુ છું કે, આ પ્રકલ્પને એ રૂપમાં જોઉ છુ કે તે આ માસુમ નિરાલી માટે ભાવુક શ્રદ્ધાંજલિ છે.

  • 10 Jun 2022 01:49 PM (IST)

    PM Modi Gujarat Visit Live : નવસારીમાં હેલ્થકેર સિસ્ટમને વેગ આપશે નિરાલી કેન્સર હોસ્પિટલ

    નવસારીમાં નિરાલી મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલનું PM મોદીના હસ્તે ઉદ્ધાટન થયુ.આ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ L એન્ડ ટી ગ્રુપના ચેરમેનની પૌત્રીના મૃત્યુના કારણે નિર્માણ કરવામાં આવી હતી.આ મલ્ટી કેર હોસ્પિટલમાં કેન્સરના ઈલાજ માટે આધુનિક સુવિધા કાર્ડિયાક, પીડિયાટ્રીક, સર્જરીની પણ સુવિધા ઉપલબ્ધ રહેશે.વર્લ્ડ ક્લાસ MRIની સુવિધાથી સજ્જ છે આ હોસ્પિટલ.

  • 10 Jun 2022 01:33 PM (IST)

    PM Modi Gujarat Visit Live : સ્થાનિક આગેવાનો દ્વારા PM મોદી અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનું સ્વાગત

    વડાપ્રધાન મોદીનું સ્થાનિક આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ છે.ચીખલીમાં PM એ  3050 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમૂર્હત ક્યું.ત્યાર બાદ તેમણે નિરાલી મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ નુ પણ  લોકાર્પણ કર્યું.કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો દ્વારા PM મોદી અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનું સ્વાગત કરવામાં આવ્યુ.

  • 10 Jun 2022 01:07 PM (IST)

    PM મોદીએ 3050 કરોડના વિકાસકાર્યોની ભેટ આપી

  • 10 Jun 2022 12:52 PM (IST)

    PM Modi Gujarat Visit Live : નિરાલી મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલનું PM ના હસ્તે ઉદ્ધાટન

    નવસારી ખાતે હેલ્થકેર હોસ્પિટલનું ઉદ્ધાટન કરતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે,આ હોસ્પિટલ અને કોલેજનો લાખો લોકોને લાભ થશે.તમને જણાવી દઈએ કે, આ હોસ્પિટલમાં 500 બેડની ક્ષમતા છે,પરંતુ હાલ 100 બેડ શરૂ કરાશે.ઉપરાંત આ  હોસ્પિટલમાં કેન્સરને લગતી તમામ સુવિધાઓ દર્દીને મળી રહેશે.

  • 10 Jun 2022 12:37 PM (IST)

    PM Modi Gujarat Visit Live : લાખો લોકોનું જીવન બદલવાનું અમારૂ આયોજન - મોદી

    વડાપ્રધાન મોદીએ કહ્યું કે,પહેલા અહીં એક પણ વિજ્ઞાનની શાળા નહોતી,પરંતુ 2001માં સતામાં આવ્યા બાદ મેં પહેલા આ વિસ્તારમાં વિજ્ઞાન શાળાની સ્થાપના કરી.જેનાથી આદિવાસી વિદ્યાર્થીઓ માટે પણ ઈજનેર અને મેડિકલનો અભ્યાસ શક્ય બન્યો.આજે આદિવાસી વિસ્તારમાં શાળાઓ નહીં પણ યુનિવર્સિટીઓ પણ બની રહી છે.ગોવિંદ ગૂરૂના નામે, બિરસા મુંડાના નામે યુનિવર્સિટી બનાવી. વિકાસ કરવો હોય તો જંગલ વિસ્તારમાં પણ જવુ પડે છે અને આ કરવા અમે પ્રયત્નશીલ છીએ.વધુમાં તેમણે કહ્યું કે,લાખો લોકોનું જીવન બદલવાનું અમારૂ આયોજન છે.

  • 10 Jun 2022 12:29 PM (IST)

    PM Modi Gujarat Visit Live : સત્તામાં બેસવું એ માત્ર સેવા કરવાનો અવસર - મોદી

    PM મોદીએ કહ્યું કે,આ પહેલાની સરકારમાં આપણા બાપ-દાદાઓએ અનેક મુશ્કેલી વેઠી છે,પરંતુ મારે આ પેઢીને આવી મુસીબતોનું જીવન આપવુ નથી.આ પેઢીને સુખનું જીવન અને પ્રગતિનું જીવન આપવુ છે.સતામાં બેસવું એ માત્ર સેવા કરવાનો અવસર છે.

  • 10 Jun 2022 12:23 PM (IST)

    PM Modi Gujarat Visit Live : વિરોધીઓને વડાપ્રધાનનો પડકાર

    PM મોદીએ વિરોધીઓને પડકાર ફેંકતા કહ્યું કે, 'અમારા કાર્યકાળમાં એક અઠવાડિયું શોધી લાવે જેમાં વિકાસનું કામ ન થયું હોય.'

  • 10 Jun 2022 12:20 PM (IST)

    PM Modi Gujarat Visit Live : ચૂંટણી જીતવા માટે નહી, પરંતુ લોકોના ભલા માટે કામ કરીએ છીએ - મોદી

    PM મોદીએ કહ્યું કે,અમે ચૂંટણી જીતવા માટે નહી, પરંતુ લોકોના ભલા માટે કામ કરીએ છીએ.આઠ વર્ષોમાં પાકી સડકો, શૌચાલય, પાણી, ગેસ કનેક્શન લોકોને પ્રાપ્ત થયા.જેમાં સૌથી વધારે ફાયદો પછાત, ગરીબ અને આદિવાસીને થયો.

  • 10 Jun 2022 12:14 PM (IST)

    PM Modi Gujarat Visit Live : PM મોદીએ કોંગ્રેસ પર સાધ્યુ નિશાન

    PM મોદીએ કહ્યું, આઠ વર્ષો પહેલા તમે રાષ્ટ્રના વિકાસ કરવા  મને દિલ્હી મોકલ્યો હતો. આ આઠ વર્ષોમાં વિકાસ અને આકાંક્ષા ઓને જોડવામાં કરોડો નવા લોકો અનેકો નવા ક્ષેત્રને જોડવામાં સફળતા પ્રાપ્ત થઈ. પહેલા અમારા ગરીબ, આદિવાસી, મહિલા, પછાત તેનુ પુરૂ જીવન  પ્રાથમિક  જરૂરિયાતો મેળવવામાં જ  વ્યતિત કરતા. આ પહેલાની સરકારે વિકાસ કર્યો જ નહીં, કારણ કે આ કામ કરવા મહેનત વધારે કરવી પડે છે.

  • 10 Jun 2022 12:08 PM (IST)

    PM Modi Gujarat Visit Live : આ પ્રોજેક્ટથી રોજગારીની નવી તકો ઉભી થશે

    PM મોદીએ કહ્યું કે,આ પ્રોજેક્ટ દ્વારા નવસારી, તાપી, વલસાડ સહિત દક્ષિણ ગુજરાતની વસ્તીનું જીવન સરળ બનશે.આ વિકાસલક્ષી  પ્રોજેક્ટો વિકાસની ગતિ આગળ વધારે છે અને એમાં પણ આદિવાસી વિસ્તારમાં જ્યારે આ પ્રકારના પ્રોજેક્ટો કાર્યરત થાય, તો રોજગારીની નવી તકોનું સર્જન થાય છે.

  • 10 Jun 2022 12:02 PM (IST)

    PM Modi Gujarat Visit Live : વિકાસ કાર્યોમાં ભાગીદાર બનવાનો મને મોકો મળ્યો - મોદી

    વધુમાં PM મોદીએ કહ્યું કે,મને 3050 કરોડ વિકાસ કાર્યોનું લોકાર્પણ-ભૂમિપુજન કરવાનો મોકો મળ્યો.હું ભૂપેન્દ્ર પટેલ અને રાજ્ય સરકારનો આભારી છું, જેણે મને આ વિકાસકાર્યોમાં ભાગીદાર બનાવવાનો મોકો આપ્યો.

  • 10 Jun 2022 11:54 AM (IST)

    PM Modi Gujarat Visit Live : મારા કાળમાં જે ન થયુ, તે મારા સાથીઓએ કરી બતાવ્યું - મોદી

    ઉપરાંત વડાપ્રધાન મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ અને સી. આર.પાટીલની પ્રશંશા કરતા જણાવ્યું કે, મારા કાળમાં જે ન થયુ, તે મારા સાથીઓએ કરી બતાવ્યું.જે મારા માટે ગૌરવની વાત છે.

  • 10 Jun 2022 11:48 AM (IST)

    PM Modi Gujarat Visit Live : આટલા વર્ષોમાં પહેલીવાર આદિવાસી વિસ્તારમાં આટલો મોટો કાર્યક્રમ થયો- મોદી

    PM મોદીએ કહ્યું કે, ગુજરાતમાં ઘણા વર્ષ મેં મુખ્યપ્રધાન તરીકે કામ કર્યું,તે દરમિયાન ક્યારેય પણ આદિવાસી વિસ્તારમાં આટલો મોટો કાર્યક્રમ થયો નહોતો.

  • 10 Jun 2022 11:45 AM (IST)

    PM Modi Gujarat Visit Live : પાટીલ અને પટેલની જોડીએ લોકોમાં વિશ્વાસ જગાવ્યો

    મોદીએ સભાને સંબોધતા કહ્યું કે, ગઈ ચૂંટણીમાં ભારેખમ મતથી વિજય આપવા માટે નવસારી અને સમગ્ર ગુજરાતનો આભાર. વધુમાં કહ્યું કે,આજે ગુજરાત ગૌરવ અભિયાનમાં મને ગૌરવ થઈ રહ્યો છે.ગુજરાત છોડ્યા બાદ CM ભૂપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલની જોડીએ એજ ઉમંગ અને ઉત્સાહ સાથે ગુજરાતના વિકાસને આગળ ધપાવ્યો છે.

  • 10 Jun 2022 11:38 AM (IST)

    PM Modi Gujarat Visit Live : CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું 'જ્યાં માનવી ત્યાં સુવિધા' નો ધ્યેય સિધ્ધ થયો

    CM ભૂપેન્દ્ર પટેલે જન સંબોધનમાં કહ્યું PM ના નેતૃત્વમાં ' જ્યાં માનવી ત્યાં સુવિધા' નો ધ્યેય સિધ્ધ થયો.

  • 10 Jun 2022 11:33 AM (IST)

    PM Modi Gujarat Visit Live : એસ્ટોલ પ્રોજેક્ટ દ્વારા ગ્રામ્ય વસ્તીને પાણીની પુરતી સુવિધા મળી રહેશે

    ઉપરાંત મુખ્યપ્રધાને જણાવ્યું કે,આજે વલસાડની એસ્ટોલ પ્રોજેક્ટનું PM ના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે, જેનુ ભૂમિપુજન પણ PMના હસ્તે જ કરવામાં આવ્યુ હતુ.આ પાણીપુરવઠા યોજનાને કારણે 13.08 લાખ વસ્તીને પાણીની પુરતી સુવિધા મળી રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં એન્જિનિયરીંગની કમાલ ‘એસ્ટોલ પ્રોજેક્ટ’ શક્ય બન્યો છે.આ યોજના દ્વારા નેવાના પાણી ઉંચા ચડાવવા જેવી વાત છે.માત્ર 200-300 જેટલી વસ્તી ધરાવતા ગ્રામ્ય વસ્તીને પાણીની પુરતી સુવિધા મળી રહે તે માટે આ યોજના દ્રારા 100 પુટ ઉંચે પાણી લિફ્ટ કરવામાં આવશે.જે PM મોદીના નેતૃત્વમાં શક્ય બન્યુ છે.

  • 10 Jun 2022 11:24 AM (IST)

    PM મોદીએ જે કહ્યું તે કર્યું, માત્ર વાયદાઓ નહીં : CM ભૂપેન્દ્ર પટેલ

    વધુમાં CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, માત્ર વાયદાઓની આંબા-આંબલી નહીં, પરંતુ વડાપ્રધાને જે કહ્યું તે કરીને બતાવ્યુ છે.

  • 10 Jun 2022 11:23 AM (IST)

    મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સભાનું કર્યું સંબોધન

    નવસારીમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સભાનું સંબોધન કરતા કહ્યું કે, PM મોદી આજે મુખ્યપ્રધાન આજે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. PM મોદીની એક દિવસીય ગુજરાત મુલાકાતને પગલે 3050 કરોડના વિવિધ વિકાસલક્ષી પ્રોજક્ટની ગુજરાતીઓને ભેટ મળશે.

  • 10 Jun 2022 11:15 AM (IST)

    નવસારી પહોંચ્યા વડાપ્રધાન મોદી

  • 10 Jun 2022 11:09 AM (IST)

    નવસારીમાં વડાપ્રધાનને આવકારવા રાજ્યના રાજ્યમંત્રી હર્ષ સંઘવી હાજર

  • 10 Jun 2022 10:59 AM (IST)

    ટૂંક સમયમાં નવસારીમાં બહુવિધ પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે PM મોદી

  • 10 Jun 2022 10:54 AM (IST)

    વડાપ્રધાન 8 પાણી પુરવઠા યોજનાઓનો શિલાન્યાસ કરશે

    સુરત, નવસારી, વલસાડ અને તાપી જિલ્લાના રહેવાસીઓને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવા માટે વડાપ્રધાન 549 કરોડની 8 પાણી પુરવઠા યોજનાઓનો શિલાન્યાસ કરશે. નવસારી જિલ્લામાં 33 કરોડના ખર્ચે તૈયાર થનાર ખેરગામ અને પીપલખેડને જોડતા પહોળા રોડનો શિલાન્યાસ પણ કરવામાં આવશે.

  • 10 Jun 2022 10:35 AM (IST)

    3,050 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

    થોડીવારમાં PM મોદી નવસારી ખાતે આયોજીત ગુજરાત ગૌરવ અભિયાન કાર્યક્રમમાં હાજરી આપશે.જ્યાં તેઓ 3 હજાર 50 કરોડના 7 પ્રોજેક્ટનું ઉદ્ધાટન, 12 પ્રોજેક્ટનો શિલાન્યાસ અને 14 પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરશે.

  • 10 Jun 2022 10:27 AM (IST)

    થોડીવારમાં નવસારી પહોંચશે PM મોદી

    હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને લખ્યું છે કે, 'નવસારી માનનીય વડાપ્રધાનના સ્વાગત માટે તૈયાર છે. '

  • 10 Jun 2022 10:17 AM (IST)

    વતનમાં વડાપ્રધાન 'વિકાસયાત્રા' અવિરત

  • 10 Jun 2022 10:06 AM (IST)

    PM મોદી સુરત એરપોર્ટ પર પહોંચ્યા

    પ્રધાનમંત્રી મોદી આજે એક દિવસના ગુજરાત પ્રવાસે છે.  PM મોદી અત્યારે સુરત એરપોર્ટ પર પહોંચ્યા છે,થોડીવારમાં તેઓ નવસારી પહોંચશે.

  • 10 Jun 2022 09:50 AM (IST)

    હર્ષ સંઘવીએ આ રીતે PM મોદીને આવકાર્યા

  • 10 Jun 2022 09:37 AM (IST)

    CM ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને વડાપ્રધાનને આવકાર્યા

    મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને લખ્યું કે, 'રાષ્ટ્રવિકાસના ભગીરથ પ્રયાસો થકી ભારતને વિશ્વના અગ્રણી દેશોની હરોળમાં મૂકનાર લોકલાડીલા વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું ગુજરાતની પુણ્ય ધરા પર રાજ્યના સૌ નાગરિકો વતી હાર્દિક સ્વાગત છે.'

  • 10 Jun 2022 09:28 AM (IST)

    વડાપ્રધાનના આગમનના પગલે ખાસ સુરક્ષા વ્યવસ્થા

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) આગમનના પગલે ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. સુરક્ષા માટે 16 IPS, 1 IFS, 132 DYSP, 32 PI, 191 PSI અને 1718 ASI ખડેપગે રહેશે.ઉપરાંત ચેતક કમાન્ડો, NSG કમાન્ડો, 4 SRPની કંપની તેમજ 962 મહિલા પોલીસકર્મીઓને પણ તહેનાત કરાયા છે.

  • 10 Jun 2022 09:23 AM (IST)

    PM મોદીની સુરક્ષાને પગલે જર્મન કેટેગરીના ડોમ બનાવમાં આવ્યા

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઈ 7 જર્મન કેટેગરીના ડોમ બનાવમાં આવ્યા છે. જે ફાયર અને વોટરપ્રૂફ(Water Proof) છે. ડોમના એક છેડાથી બીજા છેડે જવા માટે આશરે 1 કિલોમીટરનું અંતર કાપવું પડશે. તો 5 જિલ્લાઓમાંથી આવનારા લોકો માટે ખાસ પાર્કિગની(Parking) વ્યવસ્થા કરાઈ છે. ડોમથી પાર્કિંગ આશરે દોઢ કિલોમીટર દૂર રહેશે. તો આ ડોમમાં આરોગ્યલક્ષી સેવાઓ પણ ઉપલબ્ધ રહશે.જેમાં 7 ડીસ્પેન્સરી રાખવામાં આવશે. કાર્યક્રમ સ્થળના ડોમ થી 500થી 700 મિટરના કેટલાક વિસ્તારને પ્રતિબંધિત જાહેર કરાયા છે.

  • 10 Jun 2022 09:21 AM (IST)

    અમદાવાદના બોપલમાં IN-SPACe કાર્યાલયનું કરશે ઉદ્ધાટન

    નવસારીનો કાર્યક્રમ પૂર્ણ કરીને PM મોદી અમદાવાદ આવવા રવાના થશે.જ્યાં બોપલ ખાતે નવનિર્મિત ભારતીય રાષ્ટ્રીય અવકાશ પ્રમોશન અને અધિકૃતતા કેન્દ્રના નવા કાર્યાલયનું ઉદ્ધાટન કરશે.

  • 10 Jun 2022 09:20 AM (IST)

    નવસારી જિલ્લામાં PM મોદીનો મેગા શો

    બપોરે સવા 12 કલાકે PM મોદી નવસારી ખાતે હેલ્થકેર હોસ્પિટલનું ઉદ્ધાટન કરશે.આ સાથે નવસારીમાં PM મોદીનો 'મેગા શો'યોજાશે.

  • 10 Jun 2022 09:14 AM (IST)

    ગુજરાત ગૌરવ અભિયાન કાર્યક્રમમાં હાજરી આપશે PM મોદી

    PM મોદીના ગુજરાત પ્રવાસ પર નજર કરીએ તો,સવારે સવારે 10 કલાકે PM મોદી નવસારી(Navsari) ખાતે આયોજીત ગુજરાત ગૌરવ અભિયાન કાર્યક્રમમાં હાજરી આપશે.જ્યાં 3 હજાર 50 કરોડના 7 પ્રોજેક્ટનું ઉદ્ધાટન, 12 પ્રોજેક્ટનો શિલાન્યાસ અને 14 પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરશે.

Published On - Jun 10,2022 9:09 AM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">