વડાપ્રધાન મોદીની ગુજરાત મુલાકાત પહેલા પોલીસ વિભાગ એલર્ટ, અલકાયદાની ધમકીના પગલે જડબેસલાક સુરક્ષા
10 જૂનના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) ગુજરાત પ્રવાસે આવવાના છે. ત્યારે તેમની ગુજરાત મુલાકાત પહેલા પોલીસ એલર્ટ પર છે. NSG, SPG સહિતની સુરક્ષા એજન્સીઓ સક્રિય છે.
અલકાયદાએ (Al-Qaeda) આપેલી ધમકી બાદ ગુજરાતમાં પોલીસ (Gujarat Police) વિભાગ એલર્ટ પર છે. 10 જૂનના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) ગુજરાત પ્રવાસે આવવાના છે. ત્યારે તેમની ગુજરાત મુલાકાત પહેલા પોલીસ એલર્ટ પર છે. NSG, SPG સહિતની સુરક્ષા એજન્સીઓ સક્રિય છે. સુરક્ષા વ્યવસ્થામાં કોઈ ચૂક ન રહે તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. કેન્દ્રિય એજન્સી પણ આજે મોડી સાંજ સુધીમાં એડવાઈઝરી જાહેર કરી શકે છે, રાજયના ગૃહ વિભાગે અગમચેતીના ભાગરૂપે તંત્રને એલર્ટ કર્યું છે.
અલકાયદા દ્વારા આત્મઘાતી હુમલાની અપાઇ છે ધમકી
પયગંબર મોહમ્મદ કેસ (Prophet Muhammad) મામલે અલ કાયદાએ (Al-Qaeda) ધમકી આપી છે કે તે દિલ્હી-મુંબઈ-યુપી અને ગુજરાતમાં આત્મઘાતી હુમલા કરશે. આતંકવાદી સંગઠન અલકાયદાએ સત્તાવાર મીડિયા ચેનલ દ્વારા ધમકી આપી છે કે તે ભારતમાં આત્મઘાતી હુમલા કરવા માટે તૈયાર છે. આતંકવાદી સંગઠન અલ કાયદાએ ભારતમાં આત્મઘાતી હુમલા કરવાની ધમકી આપી છે. ત્યારે ગુજરાત પોલીસ તંત્ર સતર્ક થઇ ગયુ છે. રાજયના ગૃહ વિભાગે અગમચેતીના ભાગરૂપે તંત્રને એલર્ટ કરી દીધુ છે. વડાપ્રધાનની સુરક્ષામાં કોઇ ચુક ન રહે તે માટે તકેદારી રાખવાના આદેશ આપવામાં આવ્યા છે.
10 જૂને વડાપ્રધાન આવશે ગુજરાત
વડાપ્રદાન મોદી 10 જૂનના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાનની વિશેષ ઉપસ્થિતિમાં નવસારી(Navsari) જિલ્લાના ચીખલી તાલુકાના ખૂડવેલ ગામ ખાતે સવારે 10.15 કલાકે ‘સમરસતા સંમેલન’(Samrasta Sammelan) કાર્યક્રમ યોજાશે. ચીખલી તાલુકાના ખુડવેલ ગામે PM મોદીના હસ્તે એકવીસો કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે. ત્યાર બાદ વડાપ્રધાન મોદી બપોરે 12.15 કલાકે એ.એમ.નાઈક હેલ્થ કેર કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કરશે. ત્યારે ગુજરાત ગૌરવ અભિયાન કાર્યક્રમ અંતર્ગત પધારી રહેલા PM મોદીના કાર્યક્રમને સફળ બનાવવા વહીવટી તંત્ર કામે લાગ્યું છે. તો PMની સુરક્ષાને લઈ જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે.