AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi Gujarat Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અસારવા સિવિલ હોસ્પિટલમાં 1,275 કરોડથી વધુના પ્રકલ્પોનું કર્યુ લોકાર્પણ

PM Modi Gujarat Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં અસારવા સિવિલ હોસ્પિટલમાં વિશ્વકક્ષાની અત્યાધુનિક વિવિધ આરોગ્ય સુવિધાઓનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કર્યુ. આ આરોગ્યલક્ષી પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહુર્ત પ્રસંગે વડાપ્રધાને જણાવ્યુ કે જ્યારે સંસાધનોમાં સંવેદના જોડાય ત્યારે તેનો ઉપયોગ પરિણામલક્ષી બની શકે છે.

PM Modi Gujarat Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અસારવા સિવિલ હોસ્પિટલમાં 1,275 કરોડથી વધુના પ્રકલ્પોનું કર્યુ લોકાર્પણ
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 11, 2022 | 8:05 PM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) તેમની ગુજરાત મુલાકાતના ત્રીજા દિવસે જામકંડોરણાથી કાર્યક્રમ સંપન્ન કરી અમદાવાદ (Ahmedabad) પહોંચ્યા હતા. અહીં પીએમ મોદીએ અસારવા સિવિલ મેડિસિટી (Civil Medicity) માં રૂ.1275 કરોડના વિવિધ આરોગ્યલક્ષી પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહુર્ત કર્યુ. વડાપ્રધાને વિવિધ આરોગ્યલક્ષી પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહુર્ત કાર્યક્રમમાં જણાવ્યુ કે સંસાધનોમાં જ્યારે સંવેદના જોડાય છે ત્યારે તેનો ઉપયોગ વધુ પરિણામલક્ષી બની શકે છે. જેનો લાભ ગરીભ, મધ્યમવર્ગ મહિલાઓ અને બાળકોને મળે છે. સંસાધનો સાથે સંવેદના જોડાતા સંસાધનો સેવાનું ઉત્તમ માધ્યમ બને છે.

વડાપ્રધાનેએ આ અવસરે 850 બેડની અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ દેશની સૌથી મોટી કિડની હોસ્પિટલનું લોકાર્પણ, સિવિલ મેડિસિટીમાં ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્ટિટ્યૂટના 1-સી બ્લોક તથા યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરની નવનિર્મિત ઇમારતનું લોકાર્પણ, સોલા સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ન્યુ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, ભીલોડા અને અંજાર ખાતે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ તથા અસારવા સિવિલ કેમ્પસમાં મેડિકલ ગર્લ્સ હોસ્ટેલ અને રૈનબસેરાનું ખાતમુહૂર્ત કર્યુ હતું.

તેમણે રાજ્ય સરકારના “વન ગુજરાત-વન ડાયાલિસિસ” કાર્યક્રમ અંતર્ગત કુલ 188 ડાયાલિસિસ સેન્ટર તથા રાજ્યમાં જિલ્લા મથકો પર 22 ડે કેર કિમોથેરાપી સેન્ટરનો શુભારંભ કરાવ્યો અને નવિન 188 ડાયાલિસિસ સેન્ટર સાથે ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ (GDP) અંતર્ગત રાજ્યમાં કુલ 270 નિઃશુલ્ક ડાયાલિસિસ સેન્ટરો કાર્યરત કરાવ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિવિલ હોસ્પિટલમાં રૂ.712 કરોડની આરોગ્ય સુવિધાઓનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યુ હતુ. હ્રદયની સારવાર માટે રૂ.54 કરોડના અદ્યતન મશીનો-વિશ્વસ્તરીય સુવિધાઓનું લોકાર્પણ કર્યુ. સાથે હૃદય-ફેફસાના પ્રત્યારોપણ, કૃત્રિમ હૃદય અને ફેફસા તરીકે કામ કરતું મોબાઇલ ECMO, હૃદય સર્જરીની તાલીમ લેતા તબીબો માટે વર્ચ્યુઅલ સિમ્યુલેશન કાર્ડીયાક કેથ લેબ, રોબોટિક કાર્ડિયાક સર્જરી સિસ્ટમ સહિતની વિશ્વકક્ષાની સુવિધાઓનું લોકાર્પણ, યુ.એન. મહેતા હોસ્પિટલમાં રૂ.71 કરોડના ખર્ચે નવનિર્મિત હોસ્ટેલ બિલ્ડિંગનું લોકાર્પણ, 10 માળની હોસ્ટેલમાં 2 બેઝમેન્ટ, 176 રૂમ અને સેન્ટ્રલ લાયબ્રેરી વિથ મ્યૂઝિયમ, કિડની રિસર્ચ સેન્ટર માટે રૂ.408 કરોડના ખર્ચે નવનિર્મિત હોસ્પિટલનું લોકાર્પણ કર્યુ.

આ સાથે વડાપ્રધાને હોસ્પિટલમાં 418 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલ નવીન કિડની હોસ્પિટલ 850 બેડ, 22 હાઇટેક ઓપરેશન થિયેટર અને 12 આઇ.સી.યુ., આધુનિક લેબોરેટરી અને એકસાથે 62 ડાયાલિસીસ કરવાની સુવિધા, મેડિસીટીમાં રૂ.140 કરોડના ખર્ચે નિર્મિત GCRIની નવી બિલ્ડિંગનું લોકાર્પણ, જનરલ વોર્ડના બેડ વધીને 187 અને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ 4થી વધીને 11 થશે, લેબોરેટરીમાં નેક્સ્ટ જનરેશન સિક્વેન્સિંગ મશીનની સુવિધા, લાઇબ્રેરી, 317 સીટીંગ ક્ષમતાનું ઓડિટોરિયમ, ટેલિમેડિસીન રૂમની સુવિધાઓ, દર્દીઓના પરિવારજનો માટે રૂ.39 કરોડના ખર્ચે રૈન બસેરાનું ખાતમુહૂર્ત, આશરે 5800 ચોરસ મીટર વિસ્તારમાં રૈન બસેરાનું થશે નિર્માણ, લીવર ટ્રાન્સપ્લાન્ટ, પિત્તાશય ટ્રાન્સપ્લાન્ટ અને ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ માટેની અદ્યતન સુવિધાઓ, તેમજ હાઇ રીસ્ક પ્રેગનેંસી, યુરો અને એસ્થેટીક ગાઇનેકોલોજી માટેના અધ્યતન સાધનો, IVF માટેના હાઇ ટેક ઓપરેશન થીયેટર, હાઇ રીસ્ક પ્રેગનેંસી, એક સાથે 62 દર્દીઓના ડાયાલિસિસ થઈ શકે તેવી સુવિધા સહિતની સુવિધાઓને ખુલ્લી મુકી હતી.

ઈનપુટ ક્રેડિટ- જિજ્ઞેશ પટેલ- અમદાવાદ

g clip-path="url(#clip0_868_265)">