આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે BRO બાઇક રેલી 2021નું આયોજન, અમદાવાદથી નીકળેલી રેલી 8 દિવસમાં 2,700 કિમી અંતર કાપશે

ગોલ્ડન કટાર ડિવિઝનના જનરલ ઓફિસર કમાન્ડિંગ મેજર જનરલ મોહિત વાધવાએ BRO મોટર સાઇકલ રેલી 2021ને અમદાવાદથી લીલી ઝંડી બતાવીને પ્રયાણ કરાવી હતી.

આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે BRO બાઇક રેલી 2021નું આયોજન, અમદાવાદથી નીકળેલી રેલી 8 દિવસમાં 2,700 કિમી અંતર કાપશે
BRO Bike Rally 2021
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 18, 2021 | 4:03 PM

ભારતની સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણી નિમિત્તે “આઝાદીનો અમૃત મહોત્સવ” ચાલી રહ્યો છે તેના ભાગરૂપે હીરો મોટોકોર્પ (Hero MotoCorp) અને ભારત પેટ્રોલિયમ(Bharat Petroleum)ના સહયોગથી BRO બાઇક રેલી(Bike Rally)નું આયોજન કરવામાં આવ્યું છે. ગોલ્ડન કટાર ડિવિઝનના જનરલ ઓફિસર કમાન્ડિંગ મેજર જનરલ મોહિત વાધવાએ શનિવારે અમદાવાદ(Ahmedabad)થી બાઇક રેલીને ઝંડી બતાવીને પ્રયાણ કરાવી હતી.

સીમા માર્ગ સંગઠનના 10 બાઇક સવારો આ રેલીમાં ભાગ લઇ રહ્યા છે. તેઓ 25 ડિસેમ્બર 2021 સુધીમાં ભૂજ, બાડમેર, બિકાનેર, અમૃતસર, ફિરોઝપુર થઇને અંતે દિલ્હી પહોંચશે અને આઠ દિવસના સમયમાં અંદાજે 2,700 કિલોમીટર કરતાં વધારે અંતર કાપશે.

આ રેલીને ઝંડી બતાવીને પ્રયાણ કરાવતી વખતે ગોલ્ડન કટાર ડિવિઝનના જનરલ ઓફિસર કમાન્ડિંગે જણાવ્યું હતું કે, આ ઐતિહાસિક વર્ષ છે અને સરહદી ક્ષેત્રોમાં જ્યાં કનેક્ટિવિટી અત્યંત નિર્ણાયક સ્થિતિમાં હોય છે ત્યાં દુર્ગમ અને અંતરિયાળ વિસ્તારોમાં કામ કરતી વખતે સર્વોચ્ચ બલિદાન આપનારા આપણા સીમા માર્ગ સંગઠનના પીઢ સૈનિકોને યાદ કરવા માટે આપણા માટે મહત્વપૂર્ણ છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

તેમણે ઉમેર્યું હતું કે, લોકો સાથે જોડાવા માટે અને સીમા માર્ગ સંગઠનના જુસ્સા તેમજ બલિદાન વિશે તેમને યાદ અપાવવા માટે આવા કાર્યક્રમો ખૂબ જ મહત્વના હોય છે. તેમણે તમામ સહભાગીઓને શુભેચ્છાઓ પાઠવી હતી અને તેમના સાહસની પ્રશંસા કરી હતી. જનરલ ઓફિસર કમાન્ડિંગે આ રેલીમાં સહકાર આપવા બદલ હીરો મોટોકોર્પ અને ભારત પેટ્રોલિયમનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

આ રેલી દરમિયાન યુદ્ધના સેવા નિવૃત્ત જવાનો, શહીદોની વિધવાઓ સાથે તેમજ સશસ્ત્ર દળો અને સીમા માર્ગ સંગઠનના અન્ય સેવા નિવૃત્ત કર્મીઓ સાથે સંવાદ યોજવામાં આવશે. આ બાઇક ચાલકો શાળાઓ અને કોલેજોની મુલાકાત લેશે અને દેશના યુવાનો સાથે જોડાઇને સીમા માર્ગ સંગઠનના જુસ્સા અને બલિદાનની ભાવના પર પ્રકાશ પાડશે. આ રેલીનો ઉદ્દેશ લોકોમાં દેશભક્તિની ભાવના ફરી જગાવવાનો અને સીમા માર્ગ સંગઠનની અદમ્ય ભાવના દર્શાવવાનો છે.

આ રેલી દરમિયાન યુવાનોને BROમાં રહેલી કારકિર્દીની સંભાવનાઓ વિશે સમજાવીને પ્રતિષ્ઠિત સીમા માર્ગ સંગઠનમાં જોડાવા માટે તેમને પ્રેરિત કરવામાં આવશે. રેલી દરમિયાન મેડિકલ કેમ્પ, માર્ગ સલામતી ઝુંબેશો યોજવામાં આવશે અને તે વૃદ્ધાશ્રમો, અનાથાશ્રમોની પણ મુલાકાત લેશે. મહત્વનું છે કે BPCL ગાંધીનગર દ્વારા ભવ્ય સ્વાગત કાર્યક્રમનું આયોજન કરીને BRO રેલીની ટીમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ 83 Grand Premiere: આ દિવસે રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની ફિલ્મનું થશે ભવ્ય પ્રીમિયર, આ ખાસ લોકો આપશે હાજરી

આ પણ વાંચોઃ Punjab Assembly Election: ખેડૂત નેતા ગુરનામ સિંહ ચઢૂનીએ તેમની પાર્ટીની જાહેરાત કરી, ‘સંયુક્ત સંઘર્ષ પાર્ટી’ની કરી રચના

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">