AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

83 Grand Premiere: આ દિવસે રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની ફિલ્મનું થશે ભવ્ય પ્રીમિયર, આ ખાસ લોકો આપશે હાજરી

રણવીર સિંહની (Ranveer Singh) ફિલ્મ 83ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાં તે લગ્ન બાદ પહેલીવાર દીપિકા પાદુકોણ સાથે જોવા મળશે.

83 Grand Premiere: આ દિવસે રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની ફિલ્મનું થશે ભવ્ય પ્રીમિયર, આ ખાસ લોકો આપશે હાજરી
83 Grand Premiere
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 18, 2021 | 1:17 PM
Share

રણવીર સિંહની (Ranveer Singh) ફિલ્મ 83ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાં તે લગ્ન બાદ પહેલીવાર દીપિકા પાદુકોણ સાથે જોવા મળશે. આ ફિલ્મ કપિલ દેવની બાયોપિક છે. જેમાં રણવીર કપિલ દેવના રોલમાં જોવા મળશે. સાથે જ, આના દ્વારા ફેન્સ ફરી એકવાર 1983માં જીતેલા વર્લ્ડ કપની ક્ષણો જીતતા જોવા મળશે.

કબીર ખાન દ્વારા નિર્દેશિત 83માં દીપિકા પાદુકોણ કપિલ દેવની પત્ની રોમીની ભૂમિકામાં જોવા મળશે. રણવીર અને દીપિકા આ ​​દિવસોમાં ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. રિપોર્ટ્સનું માનીએ તો 83નું 22 ડિસેમ્બરે ભવ્ય પ્રીમિયર થવા જઈ રહ્યું છે.

ખાસ લોકો થશે સામેલ

ETimesના અહેવાલ મુજબ, મુંબઈમાં PVR ખાતે 22 ડિસેમ્બરે ભવ્ય પ્રીમિયર થવા જઈ રહ્યું છે. આ ઈવેન્ટની ખાસ વાત એ છે કે 83ની આખી ટીમ સાથે 1983 વર્લ્ડ કપ જીતનાર તમામ ક્રિકેટર્સ સામેલ થવાના છે. જેના કારણે આ ઈવેન્ટ ખૂબ જ ખાસ બનવાની છે.

તમને જણાવી દઈએ કે, રેડ સી ફિલ્મ ફેસ્ટિવલમાં 83નું પ્રીમિયર કરવામાં આવ્યું છે. જ્યાં તેને ઘણી પસંદ કરવામાં આવી રહી છે. દર્શકોને આ ફિલ્મ ખૂબ જ પસંદ આવી છે. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં દર્શકોની પ્રતિક્રિયા જોઈને રણવીર સિંહ ઘણો ખુશ દેખાઈ રહ્યો છે. ફિલ્મના અંતે દર્શકો સ્ટેન્ડિંગ ઓવેશન પણ આપે છે. આવી પ્રતિક્રિયા જોઈને રણવીર આનંદથી ઉછળે છે અને તાળીઓ વગાડે છે. દર્શકોની આવી પ્રતિક્રિયા જોયા બાદ હવે દરેક લોકો ફિલ્મની રિલીઝની રાહ જોઈ રહ્યા છે.

કબીર ખાન દ્વારા નિર્દેશિત, 83નું નિર્માણ સાજિદ નડિયાદવાલા દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મનો પ્લોટ 198માં વર્લ્ડ કપ જીતનાર ભારતીય ક્રિકેટ ટીમ પર આધારિત છે. આ ફિલ્મ ગયા વર્ષે રિલીઝ થવાની હતી પરંતુ કોરોના રોગચાળાને કારણે તેને મોકૂફ રાખવામાં આવી હતી. હવે આખરે આ ફિલ્મ 24 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

83માં રણવીર અને દીપિકા ઉપરાંત પંકજ ત્રિપાઠી, એમી વિર્ક, હાર્ડી સંધુ, તાહિર રાજ ભસીન, સાકિબ સલીમ, જતીન સરના સહિતના ઘણા કલાકારો મહત્વની ભૂમિકા ભજવતા જોવા મળશે. આ ફિલ્મ હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષાઓમાં રિલીઝ થવા જઈ રહી છે.

આ પણ વાંચો: CBSE Syllabus Change: CBSEનો અભ્યાસક્રમ બદલાશે! NCERT કરી રહ્યું છે પુસ્તકોની સમીક્ષા

આ પણ વાંચો: Current Affairs: 4 રનવે ધરાવતું દેશનું પહેલું એરપોર્ટ કયું હશે ? સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે ટોચના 10 પ્રશ્નો અને તેના જવાબો

Follow Us
બનાસકાંઠાના ખેડૂતો મેદાનમાં, બાયપાસ પ્રોજેક્ટ રદ કરવાની માંગ
બનાસકાંઠાના ખેડૂતો મેદાનમાં, બાયપાસ પ્રોજેક્ટ રદ કરવાની માંગ
જુનાગઢમાં વિકાસકામોમાં ભ્રષ્ટાચારના વિપક્ષના આરોપોથી રાજકારણ ગરમાયુ
જુનાગઢમાં વિકાસકામોમાં ભ્રષ્ટાચારના વિપક્ષના આરોપોથી રાજકારણ ગરમાયુ
RTE પેમેન્ટમાં વિલંબથી ભાવનગરની ખાનગી શાળાઓ મુશ્કેલીમાં
RTE પેમેન્ટમાં વિલંબથી ભાવનગરની ખાનગી શાળાઓ મુશ્કેલીમાં
કરજણ: પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરાવતો વીડિયો વાયરલ!
કરજણ: પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરાવતો વીડિયો વાયરલ!
તંત્રની બદ્દ-નિયતના પાપે ઉપલેટાનો મોજ નદી પરનો બ્રિજ 5 વર્ષથી જર્જરીત
તંત્રની બદ્દ-નિયતના પાપે ઉપલેટાનો મોજ નદી પરનો બ્રિજ 5 વર્ષથી જર્જરીત
વડોદરા: શાકભાજીના ભાવ આસમાને, લીંબુ-લસણ મોંઘા થતાં બજેટ ખોરવાયું
વડોદરા: શાકભાજીના ભાવ આસમાને, લીંબુ-લસણ મોંઘા થતાં બજેટ ખોરવાયું
ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો
ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો
વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video
વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video
કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video
કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video
જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video
જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video
g clip-path="url(#clip0_868_265)">