AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monsoon 2022: દક્ષિણ ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાનો પ્રવેશ, આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહેવાની આગાહી

હવામાન વિભાગના (Meteorological Department) ડાયરેકટરે મનોરમા મોહંતીએ માહિતી આપતા કહ્યુ હતું કે, આગામી 24 કલાક રાજ્યમાં થન્ડર સ્ટોર્મ એક્ટિવિટી સાથે છૂટો છવાયો વરસાદ (Rain) રહેશે. તો આગામી 17 જુનથી પુનઃ વરસાદ આવશે

Monsoon 2022: દક્ષિણ ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાનો પ્રવેશ, આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહેવાની આગાહી
પ્રતિકાત્મક ફોટોImage Credit source: ફાઇલ ફોટો
Darshal Raval
| Edited By: | Updated on: Jun 13, 2022 | 2:56 PM
Share

રાજ્યવાસીઓ માટે સારા સમાચાર છે. ચોમાસુ (Monsoon) સત્તાવાર રીતે દક્ષિણ ગુજરાત પહોચી ગયુ હોવાની માહિતી હવામાન વિભાગે (Meteorological Department) આપી છે. જેના પગલે રાજ્યવાસીઓને ગરમીમાંથી (Heat) રાહત મળશે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, રાજ્યમાં સત્તાવાર ચોમાસુ બેસી ગયું છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં સુરત સુધી ચોમાસુ પહોંચ્યુ છે. તો આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદી (Rain) માહોલ રહેશે.

હવામાન વિભાગના ડાયરેકટરે મનોરમા મોહંતીએ માહિતી આપતા કહ્યુ હતું કે, આગામી 24 કલાક રાજ્યમાં થન્ડર સ્ટોર્મ એક્ટિવિટી સાથે છૂટો છવાયો વરસાદ રહેશે. તો આગામી 17 જુનથી પુનઃ વરસાદ આવશે. રાજ્યમાં અત્યાર સુધી પ્રિ મોનસૂન એક્ટિવિટી રહેતી હતી. તે હવે ચોમાસામાં પરિણમી છે. જેના કારણે હવે રાજયના વિવિધ વિસ્તારોમાં કોઈપણ સમયે છૂટો છવાયો વરસાદ આવી શકે છે. તો કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના નકારી શકાય નહિ તેવું પણ હવામાન વિભાગે જણાવ્યું હતું.

ગરમીને લઈને પણ રાહતના સમાચાર

ચાલુ વર્ષે ગરમીનો પારો 46 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. જેના કારણે ગરમીથી લોકો પરેશાન થઈ ગયા હતા. જે બાદ વાતાવરણમાં પલટો આવતા અને વરસાદી ઝાપટા આવતા ગરમી હાલ ઘટી છે. મળતી માહિતી પ્રમાણે ગતકાલે 40 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું હતું. હવે ચોમાસુ બેસતા હજુ બે ડિગ્રી તાપમાન ઘટી શકે છે. જેના કારણે લોકોને ગરમીમાં રાહત મળી શકશે. જોકે બફારાને કારણે લોકોને સામાન્ય ગરમીનો અહેસાસ થઈ શકે છે.

અમદાવાદ લઈને આગાહી

હવામાન વિભાગે અમદાવાદને લઈને પણ આગાહી કરી છે. જેમાં હવામાન વિભાગે જણાવ્યું કે, દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ બેસી ગયું છે જેના કારણે રાજ્યમાં વરસાદ રહેશે. તો સાથે જ અમદાવાદમાં કેટલાક વિસ્તારમાં વરસાદની હવામાન વિભાગની આગાહી છે.

ક્યાં કેટલી સેમી વરસાદ પડ્યો ?

સંતરામપુર (જિ. મહિસાગર) – 8 સેમી દાહોદ (જિ દાહોદ) -3 સેમી ઝાલોદ (જિ દાહોદ) – 3 સેમી કડાણા (જિ. મહિસાગર) – 3 સેમી તલોદ (જિ. સાબરકાંઠા) – 3 સેમી મોરવા હડફ (જિ. પંચમહાલ) – 3 સેમી ખેરગામ (જિ. નવસારી) – 3 સેમી પાલનપુર (જિ. બનાસકાંઠા) – 3 સેમી હાલોલ (જિ. પંચમહાલ) -2 સેમી વઘઈ (જિ. ડાંગ્સ) – 2 સેમી સુબીર (જિ. ડાંગ્સ) – 2 સેમી કરજણ (જિ. વડોદરા) – 2 સેમી ફતેપુરા (જિ. દાહોદ)- 2 સેમી જલાલપોર (જિ. જિ. નવસારી)- 2 સેમી જાંબુઘોડા (જિ. પંચમહાલ) – 1 સેમી દેડિયાપાડા (જિ. નર્મદા) – 1 સેમી કપરાડા (જિ. વલસાડ)- 1 સેમી વડગામ (જિ બનાસકાંઠા)- 1 સેમી ખેડબ્રહ્મા (જિ. સાબરકાંઠા) -1 સેમી કામરેજ (જિ. સુરત) – 1 સેમી

સૌરાષ્ટ્ર અને કચ્છમાં પડેલો વરસાદ

જૂનાગઢ (જિ. જૂનાગઢ) – 4 સેમી વડિયા (જિ. અમરેલી) – 3 સેમી કાલાવડ (જિ. જામનગર) – 2 સેમી જામકંડોરણા (જિ. રાજકોટ) – 2 સેમી મૂળી (જિ. સુરેન્દ્રનગર) – 2 સેમી સુત્રાપાડા (જિ. ગીર સોમનાથ) – 1 સેમી બગસરા (જિલ્લા અમરેલી) – 1 સેમી રાજકોટ (જિ. રાજકોટ) – 1 સેમી બાબરા (જિ. અમરેલી) – 1 સેમી

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
g clip-path="url(#clip0_868_265)">