100 થી વધુ મહિલાઓનો સંપર્ક કર્યો, 40 મહિલાઓ સાથે વાતચીત કરી, 15 મહિલાઓ સાથે… જાણો અમદાવાદના આ મેટ્રીમોનિયલ ક્રાઇમ વિશે

|

Sep 18, 2024 | 5:59 PM

અમદાવાદમાં મેટ્રીમોનિયલ સાઇટ પર ખોટા નામથી 100 થી વધુ મહિલાઓનો સંપર્ક કર્યો, જેમાંથી 40 જેટલી મહિલાઓ સાથે વાતચીત કરી અને 15 મહિલાઓ સાથે સબંધ બનાવ્યા. મહિલાઓ સાથે પૈસાની લેતીદેતી માટે અલગ બેન્ક એકાઉન્ટ ખોલાવ્યું.

100 થી વધુ મહિલાઓનો સંપર્ક કર્યો, 40 મહિલાઓ સાથે વાતચીત કરી, 15 મહિલાઓ સાથે... જાણો અમદાવાદના આ મેટ્રીમોનિયલ ક્રાઇમ વિશે

Follow us on

મેટ્રીમોનિયલ સાઇટ પર મહિલાઓને ભોળવી તેમની સાથે છેતરપિંડી થયાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે વધુ એક આવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં અમદાવાદમાં પકડાયેલા આરોપી શહેબાઝખાનની તપાસમાં ચોંકાવનારા ખુલાસાઓ થયા છે.

આરોપીએ મેટ્રીમોનિયલ સાઇટ પર 100 થી વધુ યુવતીઓને ટ્રાગેટ કરવા માટે સંપર્ક કર્યો હતો. રેલવે પોલીસે 4 રાજ્યોમાં ટીમો મોકલીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પૈસા પડાવવા રોમિયો બની પ્રેમ અને લગ્નના નામે ખેલ્યો ખેલ.

છેડછાડ કરી બોગસ આધાર કાર્ડ બનાવ્યું

અમદાવાદમાં રેલવે પોલીસે પકડેલા આરોપી મોહમ્મદ શહેબાઝ ખાન વિરુદ્ધ વધુ એક ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં આરોપી શહેબાઝએ પોતાની ઓળખ છૂપાવીને હિન્દુ નામ હર્ષિત ચૌધરી દર્શાવી અનેક હિન્દુ યુવતીઓને પ્રેમ જાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું છે. આરોપી શહેબાઝ પાસે મળી આવેલ બનાવટી આધારકાર્ડની તપાસ કરતા રાજસ્થાનના ભરતપુરનો રહેવાસી હર્ષિત જાદોણ નામના વ્યક્તિનું આધાર કાર્ડ હોવાનુ ખુલ્યું છે. જેથી હર્ષિતએ શહેબાઝ વિરુદ્ધ રેલવે પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો અને બે વર્ષ પહેલા હર્ષિતભાઇનું આધારકાર્ડની ફોટોકોપી ખોવાઈ ગઇ હતું તે સમયે શહેબાઝ હાથે લાગતાં તેણે છેડછાડ કરી બોગસ આધાર કાર્ડ બનાવ્યું હતું.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

આરોપીનાં ઘરેથી લેપટોપ કબજે કર્યું

આરોપી શહેબાઝ મોબાઈલ નંબર ઉપયોગ કરે છે જે જમ્મુ કાશ્મીરનું હોવાનું સામે આવ્યું છે જેથી રેલવે પોલીસે જમ્મુ કશ્મીરમાં જ્યાંથી  સીમકાર્ડ ખરીદી કરી ત્યાંનું સ્ટેટમેન્ટ લીધું છે. સાથે જ રેલવે પોલીસમાં આરોપીનાં ઘરેથી લેપટોપ કબજે કર્યું છે. જોકે આરોપીએ પૂછપરછ દરમ્યાન લેપટોપ તૂટી ગયું ભંગારમાં આપ્યું હોવાનું જણાવ્યું હતું.

100 થી વધુ યુવતીઓને ટાર્ગેટ કરી

હાલ રાજસ્થાન, જમ્મુ કાશ્મીર, દિલ્હી અને અલીગઢમા રેલવે પોલીસની ટીમ મોકલી આરોપીની વધુ તપાસ શરૂ કરી. રેલ્વે પોલીસે આરોપી શહેબાઝખાને શાદી ડોટ કોમ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું જેની વિગતમાં ચોકાવનારી માહિતી સામે આવી છે. પૈસા લાલચુ અને હવસખોર આરોપી શહેબાઝ ખાનએ વર્ષ 2021 થી અત્યાર સુધી શાદી ડોટ કોમ સાઈટ પર 100 થી વધુ યુવતીઓને ટાર્ગેટ કરી સંપર્કમાં હોવાનો ઘટસ્ફોટ થયો છે. જે પૈકી 40 જેટલી યુવતીઓને શાદી ડોટ કોમ વેબ સાઈડ પરથી મેસેજ કરી ચેટ રહ્યા હોવાના પુરાવા મળી આવ્યા છે. ત્યારે આરોપી શહેબાઝખાનએ હિન્દુ નામ હર્ષિત ચૌધરી નામે 15 થી વધુ હિન્દુ યુવતી સાથે પ્રેમ સબંધ બાંધી દુષ્કર્મ આચર્યું છે. જે તમામ મહિલાઓને ફરિયાદ કરવા રેલવે પોલીસ અપીલ કરી રહી છે.

આર્મીમાંથી સસ્પેન્ડ થયેલ હોવા છતાં મેજર તરીકેની ઓળખ આપી અને મેજરનું યુનિફોર્મ પહેરીને ફરતો

રેલવે પોલીસની એક ટીમ દિલ્હી તપાસ શરૂ કરી છે. કારણકે આરોપી શહેબાઝ એક યુવતીને દિલ્હી આર્મી ગેસ્ટ હાઉસમાં લઈને દુષ્કર્મ આચર્યું હતું. જેથી શહેબાઝ આર્મીમાંથી કોન્સ્ટેબલ તરીકે સસ્પેન્ડ થયેલ હોવા છતાં મેજર તરીકેની ઓળખ આપી અને મેજરનું યુનિફોર્મ પહેરીને ફરતો હતો. જે યુનિફોર્મ સહિત જરૂરી ડિજિટલ પુરાવા પોલીસે કબજે કર્યા છે સાથે જ આરોપી શહેબાઝ નાં વધુ 3 દિવસના રિમાન્ડ મળ્યા છે. જેથી રેલવે પોલીસે અલગ અલગ રાજ્યોમાં ટીમ મોકલી વધુ તપાસ શરૂ કરી છે.

Next Article