પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનની કામગીરીમાં મેઇડ ઇન ઈન્ડિયા મશીનોનો ઉપયોગ કરાયો 

બુલેટ ટ્રેન માટે પિલર પર લોન્ચ કરાનારા વાયડક્ટ ગર્ડર (સ્પાન)ના ઝડપી અને સુરક્ષિત લોન્ચિંગ માટે સ્વદેશી ટેકનોલોજીથી તૈયાર કરાયેલ ગર્ડર લોન્ચિંગ મશીનનું લોકાર્પણ કરાયું છે.

પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનની કામગીરીમાં મેઇડ ઇન ઈન્ડિયા મશીનોનો ઉપયોગ કરાયો 
Made in India machines were used in the operation of PM Modi dream project Bullet Train
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 09, 2021 | 9:51 AM

પીએમ મોદી(PM Modi) ના ડ્રીમ પ્રોજેક્ટ  અમદાવાદ- મુંબઈ(Ahmedabad Mumbai)  બુલેટ ટ્રેનની(Bullet Train)  કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. જેમાં રાજ્યના આણંદ થી સુરત સુધીના લાઇન પર પીલર બનાવવાની કામગીરી પણ આરંભી દેવામાં આવી છે. તેમજ સેગમેન્ટ બનાવીને તેના સ્પાન બનાવવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.

તેવા સમયે અમદાવાદના સાબરમતીથી વાપી સુધીના 325 કિમી લાંબા રૂટ પર કન્સ્ટ્રક્શન કામગીરી શરૂ કરી છે. ત્યારે બુલેટ ટ્રેન માટે પિલર પર લોન્ચ કરાનારા વાયડક્ટ ગર્ડર (સ્પાન)ના ઝડપી અને સુરક્ષિત લોન્ચિંગ માટે સ્વદેશી ટેકનોલોજીથી તૈયાર કરાયેલ ગર્ડર લોન્ચિંગ મશીનનું લોકાર્પણ કરાયું છે.

જેમાં અમદાવાદથી વાપી સુધીના 325 કિમી લાંબા રૂટ પર ગર્ડરના લોન્ચિંગ માટે 20થી વધુ મશીનની જરૂરિયાત ઉભી થશે. આ મશીન દ્વારા 1100 મેટ્રિક ટન સુધીના વજન ધરાવતા અને 45 મીટર સુધીની લંબાઈ ધરાવતા ગર્ડરનું સરળતાથી અને ઝડપી લોન્ચિંગ કરી શકાશે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

આ અંગે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર  બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 508 કિમી લાંબા રૂટ પર આ ફુલ સ્પાન લોન્ચિંગ મશીનનો ઉપયોગ કરાશે. આ મશીનના 85 ટકા જેટલા સ્પેરપાર્ટ્સ સ્વદેશી છે, જ્યારે 15 ટકા પાર્ટ્સ જર્મની, સ્પેન અને ઓસ્ટ્રિયાથી મંગાવાયા છે.

અમદાવાદ-  મુંબઇ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેન 500 કિ.મીનું અંતર ત્રણથી સાડા ત્રણ કલાકમાં કાપશે. જે બુલેટ કોરિડોર પર જ દોડાવાશે. ભારતીય રેલવેએ અમદાવાદમુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કુલ 10,000 કરોડ રૂપિયામાં 1,400 હેક્ટર જમીન સંપાદિત કરવાની કામગીરી હાથ ધરી છે.અમદાવાદ – મુંબઈ વચ્ચે 505 કિલોમીટર હાઈસ્પીડ રેલ કોરિડોરના નિર્માણ પર 98000 કરોડ રૂપિયાનો અંદાજિત ખર્ચ આવશે.

આ કોરિડોર પર ટ્રેનની ટોપ સ્પીડ 370 કિલોમીટર પ્રતિ કલાક હશે. બંને શહેરો વચ્ચેનું અંતર 2 કલાકથી પણ ઓછા સમયમાં કાપી શકાશે.આ ટ્રેન પ્રોજેકટનું ભૂમિપૂજન પીએમ મોદીએ 14 સપ્ટેમ્બર 2017ના રોજ કર્યું હતું. બુલેટ ટ્રેન અમદાવાદથી મુંબઈ વચ્ચે 12 સ્ટેશનો પર દોડશે.

અમદાવાદ-  મુંબઈ હાઈ-સ્પીડ રેલવે, જેને બુલેટ ટ્રેન તરીકે પણ ઓળખાય છે, તેને 2023 સુધીમાં ખતમ કરવાના લક્ષ્યને મંજૂરી આપી દેવામાં આવી છે. આ યોજનાને જાપાના સરકારની નાણાંકિય અને ટેકનિકલ મદદથી પૂરી કરવામાં આવી છે.

આ પણ વાંચો :  Navratri 2021 : ગુજરાત પ્રવાસન નિગમે ઉંઝા ખાતે મહા આરતીનું આયોજન કર્યું, લોકો ગરબે ઝૂમ્યા

આ પણ વાંચો : ગુજરાતના પૂર્વ સીએમ રૂપાણીની નિખાલસતા, સ્વીકારી આ વાત

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">