Navratri 2021 : ગુજરાત પ્રવાસન નિગમે ઉંઝા ખાતે મહા આરતીનું આયોજન કર્યું, લોકો ગરબે ઝૂમ્યા

ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા 07 ઓક્ટોબરથી 14 ઓક્ટોબર દરમિયાન રાજ્યના વિવિધ ધાર્મિક ક્ષેત્રોમાં મહાઆરતીનું આયોજન કરાયું છે જેનાથી પ્રવાસન ક્ષેત્રને વેગ મળનાર છે.

ગુજરાત પ્રવાસન નિગમ દ્રારા ઉંઝા ખાતે આયોજીત મહા આરતી મહોત્સવમાં આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતે પ્રવાસન ક્ષેત્રે આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે.પ્રવાસન નિગમ દ્વારા 07 ઓક્ટોબરથી 14 ઓક્ટોબર દરમિયાન રાજ્યના વિવિધ ધાર્મિક ક્ષેત્રોમાં મહાઆરતીનું આયોજન કરાયું છે જેનાથી પ્રવાસન ક્ષેત્રને વેગ મળનાર છે.

આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે નવરાત્રીના પવિત્ર દિવસોમાં આયોજીત મહા આરતીથી વાતાવરણ ભક્તિમય બન્યુ છે. મંત્રીશ્રીએ નવરાત્રીના આ પવિત્ર પ્રસગે રાજ્યના નાગરિકોને શુભેચ્છા પાઠવી તેમના તંદુરસ્ત આરોગ્ય માટે માતાજીને પ્રાર્થના કરી હતી.

ઊંઝામાં નવરાત્રી મહોત્સવની ઉજવણી પ્રવાસન વિભાગ દ્વારા મહા આરતીના આયોજનથી કરાઇ હતી. આ કાર્યક્રમમાં ભાઇ ભાઇ ફેઇમ કલાકાર અરવિંદ વેગડા સહિત ખ્યાતનામ કલાકારોના તાલે લોકો ગરબે ઝૂમ્યા હતા. આ ઉપરાંત ઉંઝા ખાતે આયોજીત મહા આરતીના દર્શન કરી નાગરિકો મુગ્ધ થયા હતા.

આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલે ઉંઝા ઉમિયા માતાજીના નવરાત્રી મહોત્સવમાં ઉપસ્થિત રહી મા ઉમિયાની આરતી કરી હતી.

પ્રવાસન નિગમ દ્રારા ઉંઝા ખાતે આયોજીત કાર્યક્રમમાં ધારાસભ્ય સર્વે ડો આશાબેન પટેલ,કરશનભાઇ સોલંકી,જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલ,જિલ્લા પોલીસ અઘિક્ષક ડો પાર્થરાજસિંહ ગોહિલ,અગ્રણી જશુભાઇ પટેલ,જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન હરીભાઇ, ઉંઝા એ.પી.એમ.સી ચેરમેન દિનેશભાઇ,પ્રવાસન નિગમના અધિકારીઓ સહિત પદાધિકારીઓ તેમજ માઇ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, નવરાત્રીને લઇને સરકારે રાત્રિ કર્ફ્યુમાં થોડીક છુટછાટ આપી છે. જેમાં નવરાત્રિને પગલે રાત્રિ કર્ફ્યુની સમયની અવધિ ઘટાડવામાં આવી છે. હવે 8 શહેરોમાં રાત્રી કર્ફ્યુ 12 થી સવાર ના 6 વાગ્યા સુધી કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે કર્ફ્યુમાં એક કલાકની છુટ આપવામાં આવી છે.

સાથે જ નવરાત્રીમાં ગરબાના રસિકો માટે પણ સારા સમાચાર આવ્યા છે. આ નિર્ણયમાં શેરી ગરબાને પરવાનગી આપવાની જાહેરાત કરી છે. ગૃહ વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.

જે અનુસાર કલબ પાર્ટી પ્લોટમાં ગરબા યોજવાની મંજૂરી આપવામાં નથી આવી. તમને જણાવી દઈએ કે નવરાત્રિમાં 400 વ્યક્તિની હાજરીમાં ઉજવણીની પહેલાથી જ મંજૂરી મળી હતી.

આ પણ વાંચો : સોમનાથમાં બનશે અદ્યતન ભાજપ કાર્યાલય, સી.આર.પાટીલ રવિવારે ખાતમુહૂર્ત કરશે

આ પણ વાંચો : અમદાવાદના એસ. જી. હાઇવે પરના બેન્કવેટ હોલમાં ગરબાના આયોજન પર રેડ, પોલીસ ફરિયાદ દાખલ

Click on your DTH Provider to Add TV9 Gujarati