કિંગખાનને ગુજરાત હાઈકોર્ટ તરફથી મળી રાહત, 8 વર્ષ જૂના કેસમાં નીચલી અદાલતના હુકમને હાઈકોર્ટે રદબાતલ ઠરાવ્યો

બોલિવુડ સુપર સ્ટાર શાહરૂખ ખાનને ગુજરાત હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. 8 વર્ષ જૂના કેસમાં હાઈકોર્ટે નીચલી અદાલતના હુકમને રદબાતલ ઠરાવ્યો છે. આ કેસમાં હાઈકોર્ટે નોંધ્યુ છે કે નુકસાનની કાર્યવાહી વ્યક્તિ ગુજરી જાય ત્યારે તેની સાથે જ મટી જાય છે. તેથી માનહાનિ માટે દાવો કરવાનો અધિકાર મૃતકના વારસદારોને મળતો નથી.

કિંગખાનને ગુજરાત હાઈકોર્ટ તરફથી મળી રાહત, 8 વર્ષ જૂના કેસમાં નીચલી અદાલતના હુકમને હાઈકોર્ટે રદબાતલ ઠરાવ્યો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 13, 2024 | 4:29 PM

બોલિવુડ સુપર સ્ટાર શાહરૂખ ખાનને 8 વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટ તરફથી રાહત મળી છે. રઈસ ફિલ્મ માટે લતીફના વારસદારોએ શાહરૂખ સામે બદનક્ષીનો કેસ કર્યો હતો, જેમા રઈસ ફિલ્માના નિર્માતા સામે રૂપિયા 101 કરોડનો બદનક્ષીનો દાવો કર્યો હતો. શાહરૂખ ખાન, રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ અને અન્યએ દાવાને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો હતો.

આ કેસમાં ગુજરાત હાઈકોર્ટ તરફથી શાહરૂખ ખાનને રાહત મળી છે. ગુજરાત હાઈકોર્ટે ગેંગસ્ટર અબ્દુલ લતીફના વારસદારોને વાદી તરીકે સામેલ કરવાની મંજૂરી આપતા નીચલી અદાલતના હુકમને રદબાતલ ઠરાવ્યો છે. હાઈકોર્ટના આ આદેશ બાદ શાહરૂખ ખાન, રઈસના નિર્માતાઓને રાહત મળી છે. હાઈકોર્ટના આદેશ મુજબ ત્રણ દિવસમાં મૂળ દાવામાં વાદી તરીકે સામેલ કરાયેલા નામે કમી કરવા ટ્રાયલ કોર્ટને હુકમ કર્યો હતો.

શું હતો સમગ્ર કેસ?

વર્ષ 2017માં રિલીઝ થયેલી રઈસ ફિલ્મ ગુજરાતના ગેંગસ્ટર અબ્દુલ લત્તીફની સ્ટોરી પર આધારીત હતી. આ ફિલ્મ આવ્યા બાદ લત્તીફના પરિવારે સિવિલ કોર્ટમાં તેમના પરિવારની છબીને ક્ષતિ પહોંચાડવા બદલ રૂ.101 કરોડનો બદનક્ષીનો દાવો કર્યો હતો. જે બાદ રેડ ચિલિઝ અને અન્ય રઈસના નિર્માતાઓએ આ દાવાને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

આ કેસમાં અગાઉ નીચલી કોર્ટે લતીફના વારસદારોને 101 કરોડના નુકસાન માટે માનહાનિના દાવામાં વાદી તરીકે જોડાવાની પરવાનગી આપી હતી. શાહરૂખ અને અન્ય લોકોએ નીચલી કોર્ટના આદેશને પડકારતા હાઈકોર્ટમાં અરજી કરી હતી.

આ ફિલ્મમાં શાહરૂખ ખાને અબ્દુલ લત્તીફની ભૂમિકા આધારીત પાત્ર ભજવ્યુ હતુ. જેમા લત્તીફના પુત્ર મુશ્તાક શેખે વર્ષ 2016માં ફિલ્મનું ટ્રેલર જોઈને બદનક્ષીનો દાવો કર્યો અને 18 ટકા વ્યાજ સાથે રૂ. 101 કરોડનું નુકસાન માગ્યુ હતુ. લત્તીફના પુત્રએ આરોપ મુક્યો હતો કે તેના પિતાની પ્રતિમાને ફિલ્મ દ્વારા ક્ષતિ પહોંચાડવામાં આવી છે.

નીચલી કોર્ટના હુકમને હાઈકોર્ટે રદબાતલ ઠરાવ્યો

આ કેસ દરમિયાન લત્તીફના પુત્રનું 6 જૂલાઈ 2020માં અવસાન મૃત્યુ થઈ ગયુ. જે બાદ તેની વિધવા પત્ની અને બંને પુત્રીઓએ તા 27 એપ્રિલ 2022ના રોજ બદનક્ષીના દાવામાં પ્રતિવાદી તરીકે સામેલ થવા માટે અરજી કરી હતી. જેને અમદાવાદની સિવિલ કોર્ટે માન્ય રાખી હતી અને તેમને વાદી તરીકે સામેલ કર્યા હતા. જે બાદ નીચલી કોર્ટના આ હુકમને શાહરૂખ ખાન, રઈસના નિર્માતા અને રેડ ચિલિઝ એન્ટરટેઈનમેન્ટ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જેમાં કોર્ટે નોધ્યુ કે નુકસાનની કાર્યવાહી વ્યક્તિ મૃત્યુ પામે તેની સાથે જ મટી જાય છે. તેથી માનહાનિ માટે દાવો કરવાનો અધિકાર મૃતકના વારસદારોને મળતો નથી.

Input Credit- Ronak Varma- Ahmedabad

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">