Ahmedabad : જુનિયર રેસિડેન્ટ ડોક્ટરો મુંડન કરાવીને કરશે વિરોધ પ્રદર્શન, હડતાળને પગલે સિવિલમાં અનેક દર્દીઓ રઝળશે

હડતાળને પગલે અમદાવાદ સિવિલમાં(Ahmedabad Civil) દર્દીઓને રઝળવાનો વારો આવ્યો છે, કારણ કે 50 ટકાથી વધુ ઓપરેશન રદ કરવામાં આવ્યા છે.

Ahmedabad : જુનિયર રેસિડેન્ટ ડોક્ટરો મુંડન કરાવીને કરશે વિરોધ પ્રદર્શન, હડતાળને પગલે સિવિલમાં અનેક દર્દીઓ રઝળશે
Junior resident doctors strike
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 16, 2022 | 10:03 AM

પોતાની પડત માંગને લઇ જુનિયર રેસિડેન્ટ ડોક્ટરો (Junior Resident Doctors) લડી લેવાના મૂડમાં દેખાઇ રહ્યાં છે.પોતાની માંગ ન સંતોષાય ત્યાં સુધી હડતાળ યથાવત રાખવાની તબીબોએ ચીમકી ઉચ્ચારી છે, ત્યારે સતત બીજા દિવસે પણ તબીબોની હડતાળ (Resident doctor strike) યથાવત છે.આજે તબીબો ઇમરજન્સી અને કોવિડ ફરજથી અળગા રહી વિરોધ નોંધાવશે તો બીજી તરફ તબીબોની હડતાળને કારણે રાજ્યની આરોગ્ય સેવા પર અસર પહોંચી છે.

અમદાવાદ સિવિલમાં દર્દીઓને રઝળવાનો વારો આવ્યો છે.હડતાળને કારણે અમદાવાદ સિવિલમાં(Ahmedabad civil hospital)  50 ટકાથી વધુ ઓપરેશન રદ કરવાની ફરજ પડી છે.તો ઇમરજન્સી સેવા ન ખોરવાય તે માટે સિનિયર તબીબોની રજા રદ કરવાનો નિર્ણય લેવાયો છે.મહત્વનું છે કે એક વર્ષના બોન્ડને સિનિયર રેસિડેન્ટશિપમાં ગણવાની માંગ સાથે તબીબો હડતાળ પર ઉતર્યા છે. MD-MS તબીબોની બોન્ડેડ સેવાને સિનિયર રેસિડેન્સીમાં ગણવાની તબીબો માંગ કરી રહ્યાં છે અને આ અંગે છેલ્લા એક વર્ષથી રજૂઆત કરવા છતાં સરકાર કોઇ નિર્ણય ન લેતી હોવાનો તબીબો આક્ષેપ કરી રહ્યાં છે.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

હડતાળ અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું મોટુ નિવેદન

પડતર માગને લઇ ફરી રાજ્યભરમાં જુનિયર રેસિડેન્ટ ડોક્ટરો  હડતાળને લઈને આરોગ્ય મંત્રી ત્રુષિકેશ પટેલે (Health Minister Rushikesh Patel) ગઈકાલે મોટું નિવેદન આપ્યુ હતુ. બોન્ડની માંગણી મામલે આરોગ્ય મંત્રએ મહત્વનું નિવેદન આપતાં કહ્યું કે જુનિયર તબીબો તેમની સેવા યથાવત રાખે. જો તેઓ તેમની હડતાળ યથાવત રાખશે તો સરકાર વૈકલ્પિક વ્યવસ્થા કરી લેશે. આ સાથે જૂનાયર તબીબો પોતાની સેવા યથાવત નહિ રાખે તો તેમની સામે કાર્યવાહી પણ કરાશે. પાટણ ખાતે સરકારની 8 વર્ષની ઉપલબ્ધિના કાર્યક્રમમાં દરમ્યાન ત્રુષિકેશ પટેલે જુનિયર તબીબો મામલે આ નિવેદન આપ્યું છે.

g clip-path="url(#clip0_868_265)">