AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023 માટે નવો નિયમ, હવે ખેલાડીઓ અમ્પાયરની સામે આ છૂટનો પૂરો ફાયદો ઉઠાવશે

ટી20 લીગમાં આવું પહેલીવાર થઈ રહ્યું છે જ્યારે ખેલાડીઓને વાઈડ અને નો-બોલના નિર્ણય પર રિવ્યુ લેવાની સ્વતંત્રતા મળી રહી છે. WPL એટલે કે વિમેન્સ પ્રીમિયર લીગ એ અજમાવવા માટેની પ્રથમ સ્પર્ધા છે.

IPL 2023 માટે નવો નિયમ, હવે ખેલાડીઓ અમ્પાયરની સામે આ છૂટનો પૂરો ફાયદો ઉઠાવશે
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 06, 2023 | 1:04 PM
Share

WPLની પહેલી મેચમાં જ્યારે મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટન હરમનપ્રીત કૌરે વાઈડ બોલ માટે DRS લીધું તો બધા આશ્ચર્યચકિત થઈ ગયા. કારણ કે ત્યારે આ નિયમની સંપૂર્ણ જાણકારી ન હતી. પરંતુ, WPLની પ્રથમ સિઝનમાં ઉપયોગમાં લેવાતો આ જ નિયમ હવે IPL 2023માં પણ જોવા મળશે. ત્યાં પણ ખેલાડીઓ આ નવા નિયમનો પૂરેપૂરો ફાયદો ઉઠાવતા જોવા મળશે, જેના કારણે તેઓ અમ્પાયરના નિર્ણય વિરુદ્ધ DRS લઈ શકશે.

ટી20 લીગમાં આવું પહેલીવાર થઈ રહ્યું છે જ્યારે ખેલાડીઓને વાઈડ અને નો-બોલના નિર્ણયના રિવ્યુ લેવાની છુટ મળી રહી છે, WPL એટલે કે વિમેન્સ પ્રીમિયર લીગ એ અજમાવવા માટેની પ્રથમ સ્પર્ધા છે. અને, હવે તેનો ઉપયોગ IPLમાં પણ થશે. સ્પષ્ટ છે કે આ વખતે IPL થોડી અલગ રીતે જોવા મળશે. બરાબર એ જ વસ્તુ WPL માં જોવા મળી રહી છે.

વાઈડ અને નો-બોલ પર ડીઆરએસનો ઉપયોગ

ખેલાડીઓ હવે વાઈડ અને નો બોલ સામે પણ ડીઆરએસનો ઉપયોગ કરશે અને દરેક ઈનિગ્સમાં આમ કરવાની બે તકો હશે.

WPL ની પ્રથમ બે મેચમાં થયો ઉપયોગ

વિમેન્સ પ્રીમિયર લીગની પ્રથમ 2 મેચમાં ખેલાડીઓએ આ નવા નિયમનો લાભ લીધો હતો. મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચેની પ્રથમ મેચમાં જ્યારે અમ્પાયરે મુંબઈના સ્પિનર ​​સાયકા ઈશાકના બોલને વાઈડ આપ્યો ત્યારે તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મુંબઈએ ડીઆરએસ લીધું અને અમ્પાયરે નિર્ણય બદલવો પડ્યો.

એ જ રીતે, ટુર્નામેન્ટની બીજી મેચમાં, દિલ્હી કેપિટલ્સની બેટ્સમેન જેમિમા રોડ્રિગ્ઝે પણ આ નવા નિયમનો ઉપયોગ કર્યો, જ્યારે તેણે મેગનના ફુલ ટોસ બોલને ચોગ્ગો ફટકાર્યો અને જોયું કે ઓન-ફીલ્ડ અમ્પાયરે તેને નો બોલ કહ્યું ન હતું. જોકે, જેમિમાએ ડીઆરએસ લીધા બાદ પણ અમ્પાયરનો નિર્ણય બદલાયો ન હતો.

અમ્પાયર નવા નિયમથી ખુશ નથી

જોકે, ICC એલિટ પેનલના અમ્પાયર સિમોન ટૉફેલ આ નિયમથી ખુશ નથી. ગયા વર્ષે ESPNcricinfo સાથેની વાતચીતમાં તેણે કહ્યું હતું કે T20 ક્રિકેટમાં વાઈડ અને નો બોલની સમીક્ષા થવી જોઈએ નહીં.

સોમવારે WPL 2023 ની ચોથી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાનારી છે. બંને વચ્ચે મુંબઈમાં બ્રેબોન સ્ટેડિયમમાં રમાશે. મુંબઈએ પોતાની પ્રથમ મેચ શનિવારે ગુજરાત જાયન્ટ્સ સામે રમી હતી. જેમાં તેણે વિશાળ અંતરથી જીત મેળવી હતી. જ્યારે બેંગ્લોરની ટીમે રવિવારે ડબલ હેડરની પ્રથમ મેચ રમી હતી. બેંગ્લોરનો દિલ્હી કેપિટલ્સ સામે પરાજય થયો હતો. હવે બેંગ્લોરની ટીમની ટક્કર આત્મવિશ્વાસથી ભરેલી મુંબઈની ટીમ સામે થનારી છે.

g clip-path="url(#clip0_868_265)">