AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad માં 14 ઓક્ટોબરના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ, કેવી છે સુરક્ષા વ્યવસ્થા, જાણો સમગ્ર વિગત, જુઓ Video

14 ઓક્ટોબરના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે અમદાવાદમાં વર્લ્ડ કપની મેચને લઈને લોંખડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમાં 7000 થી વધુ પોલીસ કર્મચારીઓ સહિત RAF,NSG કમાન્ડો સહિત NDRF અને SDRF પણ સુરક્ષા માં હશે. મહત્વનુ છે કે આ વચ્ચે કોઈ પણ અફવાઓ પર ધ્યાન નહીં આપવા પોલીસ તંત્રએ જણાવ્યુ હતું. 

Ahmedabad માં 14 ઓક્ટોબરના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ, કેવી છે સુરક્ષા વ્યવસ્થા, જાણો સમગ્ર વિગત, જુઓ Video
Mihir Soni
| Edited By: | Updated on: Oct 09, 2023 | 11:19 PM
Share

અમદાવાદના મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 14 ઓક્ટોબરના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચને લઈ પોલીસ ખુબજ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી રહી છે. 4 આઈજી-ડીઆઈજી, 21 ડીસીપી, 47 એસીપી, 131 પીઆઈ, 369 પીએસઆઇ સહિત 7000 પોલીસ કર્મચારીઓ સુરક્ષા વ્યવસ્થામાં તહેનાત હશે.

4 હજાર થી વધુ હોમ ગાર્ડ પણ સુરક્ષામાં તહેનાત રહેશે. સ્ટેડિયમમાં સ્થાનિક પોલીસ સાથે બંદોબસ્તમાં NSG, NDRF અને SDRF પણ સુરક્ષામાં જોડાશે. ખાસ કરી વિસ્ફોટક માટેના કેમિકલ જેવા પદાર્થને ઓળખ કરવા SDRF અને NDRF ટીમ રહેશે.

સ્થાનિક પોલીસ સિવાય 3 NSG ની ટીમ અને NSG ની એક એન્ટી ડ્રોન ટીમ પણ સુરક્ષામાં જોડાશે. 5 QRT, 2 ચેતક કમાન્ડો, 3 BDS ટીમ, માઉન્ટેડ પોલીસ, 10 સીસીટીવી ટાવર સર્વેલાન્સ, 14 BDS ટીમ અને 2000 થી વધુ સીસીટીવી કેમેરાથી સર્વેલન્સ કરવામાં આવશે.

મહત્વનું છે કે 17 જેટલી  જગ્યા એવી નોંધવામાં આવી છે કે જે સંવેદનશીલ છે, ત્યાં પણ પોલીસ તૈનાત રહેશે. જ્યાં RAF ટુકડી પણ તૈનાત કરવામાં આવશે. જોકે સ્ટેડિયમમાં મોબાઇલ સિવાય અન્ય વસ્તુઓ લઈ જવા દેવામાં નહિ આવે. પાણીની બોટલ, ખાવાની સામગ્રી સહિત સંવેદનશીલ પોસ્ટર નહિ લઈ જવા દેવામાં આવે. પોલીસ કમિશનર કહેવું છે કે સોશિયલ મીડિયા ઉપર પણ નજર રાખવામાં આવશે કે કોઈ ભડકાઉ પોસ્ટ ના કરે જેને લઈ સાયબર ક્રાઇમ ટીમ વોચ રાખી રહી છે.

આ પણ વાંચો : Israel Hamas War : ઈઝરાયલમાં સતત હુમલાની પરિસ્થિતિ વચ્ચે ગ્રાઉન્ડ ઝીરો પર પહોચ્યું Tv9, તબાહીના દ્રશ્યો Tv9ના કેમેરામાં થયા કેદ, જુઓ Video

નોંધનીય છે કે શહેરની હોટલોની પણ ચેકીંગ કરવામાં આવશે અને ટિકિટ ના કાળા બજાર ઉપર પણ નજર રાખવામાં આવી રહેલ છે. સાથે જ મેચમાં આવતા વી.વી.આઈ.પી આવનાર માટે ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ત્યારે પોલીસ મેચને લઈ તમામ પ્રકારે સક્ષમ હોવાનું કહી રહ્યા છે.

g clip-path="url(#clip0_868_265)">