Ahmedabad: નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાનો ઈ-મેઈલ, અમદાવાદ પોલીસ સતર્ક, ડરવાનુ કોઈ કારણ નથી-JCP, જુઓ Video
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેઈલ મળ્યો છે. લોરેન્સ બિશ્નોઈને જેલમાંથી છોડવા માટે થઈને આ ઈ-મેઈલ કરીને ધમકી અપાઈ છે. જોકે આગામી 11 તારીખ થી જ અમદાવાદમાં ચાંપતો બંદોબસ્ત દાખવવામાં આવશે. આ પહેલાથી જ અમદાવાદ પોલીસે અત્યારે શંકાસ્પદ તમામ હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ Sabarkantha: હિંમતનગરમાં સફાઈ મહાઅભિયાનનો કરાયો પ્રારંભ, 6 દિવસ મોટી મશીનરીઓ વડે સ્વચ્છતા હાથ ધરાશે, જુઓ Video
સલામતીને લઈ અમદાવાદને જોઈન્ટ કમિશ્નર ઓફ પોલીસ ચિરાગ કોરડીયાએ ટીવી9 સાથે વાતચિતમાં બતાવ્યુ હતુ કે, વિશેષ ચેકિંગ શરુ કરવામાં આવી રહ્યુ છે. ઈ-મેઈલને લઈ કોઈ પણ પ્રકારનો ડર લોકોએ પણ રાખવાની જરુર નથી. પોલીસનો પૂરતો બંદોબસ્ત હોવા સાથે પોલીસ તમામ રીતે સતર્ક છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચને લઈ અન્ય ક્રિકેટ મેચ કરતા અલગ રીતે જોવામાં આવી રહી છે. આ માટે થઈને અમે તમામ સ્તરે સતર્કતા દાખવી છે. તમામ એજન્સીઓ પણ આમાં જોડાઈ છે. અમદાવાદ પોલીસ વતી જેસીપી કોરડીયાએ સલામતીને લઈ કોઈએ ડરવાની જરુર નથી એવી અપિલ પણ કરી હતી.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
આજે આ રાશિના લોકોની કિસ્મત ખુલશે, જીવનસાથી તરફથી મળશે ખાસ સરપ્રાઇઝ
અમિત શાહ વિશે આનંદીબેન પટેલે ઈશારા-ઈશારામાં કહી દીધી આ મોટી વાત- Video
ગ્લોબલ સ્પોર્ટ્સ હબ બનાવવાની દિશામાં અમદાવાદ, 2030 CWG માટે તૈયારીઓ
સુરતમાં ન્યૂડ વીડિયો બનાવી 50 લાખની ખંડણી માંગનાર બે ઝડપાયા