AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: એક નબીરાના સ્પીડમાં કાર ચલાવવાના શોખમાં બે નિર્દોષ યુવાનોને મોત મળ્યું

આરોપીએ કબુલાત કરી છે કે ગાડી રોંગ સાઈડમાં હોવા છતાં પુરઝડપે ગાડી ચલાવતો હતો ત્યારે સામે બાઇક ચાલક આવ્યો જેનો ધીરજને ખ્યાલ હોવા છતાં અકસ્માત કરી તેને કચડી નાખ્યો હતો.

Ahmedabad: એક નબીરાના સ્પીડમાં કાર ચલાવવાના શોખમાં બે નિર્દોષ યુવાનોને મોત મળ્યું
પોલીસે કાર ચાલકની ધરપકડ કરી
Mihir Soni
| Edited By: | Updated on: Jul 06, 2022 | 1:48 PM
Share

અમદાવાદ (Ahmedabad) માં એક નબીરાના ઓવર સ્પીડ (over speed) માં કાર ચલાવવાના શોખમાં બે નિર્દોષ યુવાનોને મોત (death) મળ્યું છે. બે પરિવારોએ પોતાના લાડકવાયા દિકરા ગુમાવ્યા છે. એસ.પી.રિંગરોડ નજીક થયેલ અકસ્માતમાં કાર ચલાવતા યુવકની ધરપકડ કરી લેવામાં આવી છે. કાર માલિકી લઈ ચાલેલા ડ્રામાં બાદ પોલીસે કાર ચાલકની ધરપકડ કરી રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે.

ટ્રાફિક પોલીસે જેની ધરપકડ કરી છે તે ધીરજ દિપક ઠાકોરે પોતાની થાર કારથી બાઇક સવાર બે મિત્રો કચડી મોતને ઘાટ ઉતાર્યા હતા. અકસ્માતના બનાવની વિગતવાર વાત કરીએ તો 28 જૂનના રોજ સાંજના સમયે મહંમદપુરા ઝવેરી સર્કલથી એસપી રિંગરોડ તરફ રોંગ સાઈડ પર થાર કાર ચાલક ધીરજ ઠાકોર પુરઝડપે કાર ચલાવી સુરેશ ઠાકોર અને સારંગ કોઠારી નામના બાઇક સવાર મિત્રોને કચડી મારી મોત ઘાટ ઉતારી ફરાર થઈ ગયો હતો. થાર ગાડીમાં ધીરજ ઠાકોર સાથે તેના 3 મિત્રો પણ હતા. જોકે અકસ્માત થતાં આ તમામ શખસો કાર મૂકી ભાગી ગયા હતા. આ અંગે ટ્રાફિક પોલીસે નાસી છૂટેલા થાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી અકસ્માત કરનાર યુવક ધીરજ ઠાકોરની ધરપકડ કરી છે.

ટ્રાફિક પોલીસે અકસ્માત બાબતે તપાસ કરતાં આ કારનો માલિક સંજય ઠાકોર હોવાનું પુરવાર થયું છે. જેના આધારે પોલીસે સંજય ઠાકોરના ઘરે જઈ તપાસ કરતા સામે આવ્યું કે કાર કૌટુંબિક ભાઈને વેચી દીધી હતી. જેનું સંજય ઠાકોરે એફિડેવિટ કરાવ્યું હોવાનું કહી આ કાર કૌટુંબિક ભાઈ કિરણ ઠાકોરને વેચી હતી. જેમાં કિરણ ઠાકોરનો ભાઈ ધીરજ ઠાકોર દરરોજ થાર ગાડી લઈ મિત્રો સાથે ઓવર સ્પીડ કાર ચલાવતો હોવાનું સામે આવ્યું છે. આરોપી ધીરજ ઠાકોર કોઈ કામધંધો કરતો નથી પરતું મોજશોખ માટે થાર ગાડી લઈ ફરતો હતો.

આ પણ વાંચો

અકસ્માત કરનાર આરોપી 23 વર્ષીય ધીરજ ઠાકોરની પુછપરછ કરતા તેણે જણાવ્યું કે પોતાના મિત્રો સાથે ગાડી લઈ ફરવામાં નીકળ્યો હતો. ગાડી રોંગ સાઈડમાં હોવા છતાં પુરઝડપે ગાડી ચલાવતો હતો ત્યારે સામે બાઇક ચાલક આવ્યો જેનો ધીરજને ખ્યાલ હોવા છતાં તેને કચડી નાખી અકસ્માત કર્યો હોવાની કબૂલાત કરી છે. હાલ અકસ્માતમાં ટ્રાફિક પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી વૈજ્ઞાનિક ઢબે તપાસ હાથ ધરી છે.

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">