Banaskantha: અંબાજી મંદિરની સંપત્તિ પરનો દાંતા રાજ પરિવારનો દાવો કોર્ટે ફગાવી 50 હજારનો દંડ ફટકાર્યો

Banaskantha: અંબાજી મંદિરની સંપત્તિ પરનો દાંતા રાજ પરિવારનો દાવો કોર્ટે ફગાવી 50 હજારનો દંડ ફટકાર્યો

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 06, 2022 | 12:14 PM

દાંતા સ્ટેટના રાજવી પરીવારનાં વંશજો દ્વારા હક્ક દાવાની અરજી ફગાવી દેતા તેમને હવે તેમના વારસદારો દ્વારા પોતાના વકીલોની સલાહ સુચનથી ઉપલી કોર્ટમાં અપીલમાં જવા જણાવી રહ્યા છે.

બનાસકાંઠા (Banaskantha) 50 વર્ષ બાદ ચુકાદામાં રાજવી પરિવાર (Royal family)  દ્વારા માંગણી કરેલી મિલ્કતો અને મંદિર અંબાજી (Ambaji Temple)ના દાવામાં કોર્ટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ તરફે ચુકાદો આપી દાંતા રાજવી પરીવાર દ્વારા કરાયેલી પોતાનો હક્ક દાવાની અરજીને નામદાર દાંતા કોર્ટ દ્વારા ફગાવી દીધી છે. દાંતા સ્ટેટનાં રાજવી પરિવારનાં પૂર્વજો દ્વારા અંબાજી વિસ્તાર સહિત આસપાસનાં ગામડા માટે અને મંદિર માટે પોતાના હક્કદાવાને લઇ 1970માં નામદાર દાંતા સિવિલ કોર્ટમાં દિવાની દાવો રજુ કર્યો હતો. આ કેસ ચાલી જતાં 50 વર્ષ બાદ ચુકાદામાં રાજવી પરિવાર દ્વારા માંગણી કરેલી મિલ્કતો અને મંદિર અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ તરફે ચુકાદો આપી દાંતા રાજવી પરીવાર દ્વારા પોતાનો હક્ક દાવાની અરજીને નામદાર દાંતા કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. એટલુ જ નહીં નામદારે કોર્ટે મહારાણા પૃથ્વીરાજસિંહજીના વારસોનાં દાવો કાઢી તેઓને રૂપિયા 50 હજારનો દંડ અને પ્રતિવાદીઓના દાવાનો ખર્ચ ભોગવવા માટેનો પણ હુકમ કરવામાં આવેલો છે.

દાંતા સ્ટેટના રાજવી પરીવારનાં વંશજો દ્વારા હક્ક દાવાની અરજી ફગાવી દેતા તેમને હવે તેમના વારસદારો દ્વારા પોતાના વકીલોની સલાહ સુચનથી ઉપલી કોર્ટમાં અપીલમાં જવા જણાવી રહ્યા છે. જોકે દાંતા સ્ટેટનાં રાજવી પરિવાર દ્વારા પોતાના હક્ક દાવામાં અંબાજી મંદિર, ગબ્બર સહિત આસપાસના 8 ગામો પર પોતાનો હક્ક હોવાનો દિવાની દાવો કર્યો હતો. 1948 માં ભારતના ગવર્નર જનરલ સાથે તત્કાલીન રાજવી પરિવાર દ્વારા વિલીનીકરણના કરાર પછી મંદિરની માલિકી અંગેનો વિવાદ શરૂ થયો હતો.

Published on: Jul 06, 2022 12:14 PM
g clip-path="url(#clip0_868_265)">