AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Illegal Immigrants : ગુજરાતનો એ.સી પટેલ બની ગયો પાકિસ્તાનનો મોહમ્મદ નઝીર હુસેન ! કારણ જાણીને થઈ જશો હેરાન

અમેરિકાએ અત્યાર સુધી 332 ગેરકાયદે ભારતીય વતનીઓને ડિપોર્ટ કર્યા છે. 5 ફેબ્રુઆરીએ આવેલા પ્રથમ બેચમાં 104, બીજા બેચમાં 116 અને ત્રીજા બેચમાં 112 લોકોને સૈન્ય વિમાન દ્વારા પરત મોકલવામાં આવ્યા.

Illegal Immigrants : ગુજરાતનો એ.સી પટેલ બની ગયો પાકિસ્તાનનો મોહમ્મદ નઝીર હુસેન ! કારણ જાણીને થઈ જશો હેરાન
| Updated on: Mar 03, 2025 | 6:30 PM
Share

અમેરિકા પહોંચવા માટે એટલું મોહ હતું કે ગુજરાતનો એસી પટેલ નકલી પાસપોર્ટ બનાવીને પોતે પાકિસ્તાનનો મોહમ્મદ નઝીર હુસેન બની ગયો. પટેલના પાસપોર્ટ પર હુસેનનું નામ અને પાકિસ્તાનની નાગરિકતા લખાયેલું હતું, પરંતુ અમેરિકન અધિકારીઓએ તેને પકડી લીધો અને તેની હકીકત બહાર આવી ગઈ. 12 ફેબ્રુઆરીએ અમેરિકન અધિકારીઓએ એસી પટેલને સૈન્ય વિમાન દ્વારા ભારત પરત મોકલી દીધો.

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા ત્યારથી ત્યાંની એજન્સીઓએ ગેરકાયદે વતનીઓ વિરુદ્ધ કાર્યવાહી તેજ કરી છે. ગેરકાયદે વસવાટ કરતા લોકો માટે અત્યાર સુધી ત્રણ સૈન્ય વિમાનો દ્વારા 332 ભારતીયોને અમૃતસર એરપોર્ટ પર પરત લાવવામાં આવ્યા છે. જેમાંથી 74 લોકો માત્ર ગુજરાતના છે.

દિલ્હી પોલીસે એસી પટેલની ધરપકડ કરી

એક મીડિયા અહેવાલ અનુસાર, ભારત પરત ફરતાની સાથે જ દિલ્હી પોલીસે એસી પટેલની ધરપકડ કરી. તેના પર છેતરપિંડી અને પાસપોર્ટનો દુરુપયોગ કરવા જેવા ગંભીર આરોપ છે. ભારતના ઇમિગ્રેશન અધિકારીઓ એ જાણીને આશ્ચર્યમાં મુકાયા કે એસી પટેલ પાસે પાકિસ્તાની પાસપોર્ટ છે, જે ફક્ત નકલી જ નહીં પણ પાકિસ્તાની નાગરિક મોહમ્મદ નઝીર હુસેનનો ખોવાયેલો પાસપોર્ટ હતો.

દુબઈમાં એજન્ટને આપ્યા હતા પૈસા

એસી પટેલની પૂછપરછ દરમિયાન તેણે પોતાનો ગુનો કબૂલ કર્યો. તેણે દુબઈમાં એક એજન્ટને પૈસા આપ્યા હતા જેથી તે અમેરિકાની ફ્લાઇટમાં સરળતાથી જઈ શકે. આ માટે એસી પટેલે પોતાનું ગુજરાતનું વતન છોડીને પાકિસ્તાનનું મૂળ સ્વીકારી લીધું.

2016માં એક્સપાયર થયો હતો એસી પટેલનો પાસપોર્ટ

જાંચમાં જાણવા મળ્યું કે એસી પટેલનું અસલી પાસપોર્ટ 2016માં સમાપ્ત થઈ ગયું હતું. તેને રિન્યુ કરાવવાના બદલે તેણે હ્યુમન ટ્રાફિકિંગનો માર્ગ અપનાવ્યો. એજન્ટોએ તેને નકલી દસ્તાવેજો પૂરા પાડ્યા અને દુબઈ મારફતે તેની ગેરકાયદે યાત્રા માટે સગવડ કરી. સૂત્રોના જણાવ્યા અનુસાર, હ્યુમન ટ્રાફિકિંગ કરનારા દળો એવા પાસપોર્ટ પસંદ કરે છે જેનાથી અમેરિકન વીઝા સરળતાથી મળી રહે અથવા યુએઈના નાગરિકોના પાસપોર્ટની પસંદગી કરે છે જેથી અમેરિકામાં પ્રવેશ સરળ બની રહે.

અમેરિકા માંથી 332 ભારતીય વતનીઓ ડિપોર્ટ

ટ્રમ્પ પ્રશાસને અત્યાર સુધી 332 ગેરકાયદે ભારતીય વતનીઓને અમેરિકામાંથી ડિપોર્ટ કર્યા છે. 5 ફેબ્રુઆરીએ આવેલા પ્રથમ બેચમાં 104 લોકો અમૃતસર એરપોર્ટ પર પહોંચ્યા હતા, જ્યારે 15 ફેબ્રુઆરીએ આવેલા બીજા બેચમાં 116 લોકો હતા. 16 ફેબ્રુઆરીએ આવેલા ત્રીજા બેચમાં 112 ભારતીય વતનીઓ પરત ફર્યા. અમેરિકન એજન્સીઓ દ્વારા ભારતીય વતનીઓ સાથે કરવામાં આવેલા વ્યવહારમાં ભારત માં ભારે વિરોધ થયો હતો અને વિપક્ષે આ મુદ્દો સંસદમાં ઉઠાવ્યો હતો. ત્યારબાદ વિદેશ મંત્રી એસ. જયશંકરે આ મુદ્દે નિવેદન આપ્યું હતું.

Follow Us
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
મોરબીમાં કેનાલ ઓવરફ્લો: પ્રિ-મોન્સુનની ખૂલી પોલ, રસ્તા બન્યા નદી
મોરબીમાં કેનાલ ઓવરફ્લો: પ્રિ-મોન્સુનની ખૂલી પોલ, રસ્તા બન્યા નદી
રાજકોટ: ચોમાસા પહેલાં એક્શનમાં મેયર, તમામ કોર્પોરેટરોને આપ્યા આદેશ
રાજકોટ: ચોમાસા પહેલાં એક્શનમાં મેયર, તમામ કોર્પોરેટરોને આપ્યા આદેશ
જામનગરની મહિલાનો, શિવ સાક્ષાત્કારનો દાવો પોકળ !
જામનગરની મહિલાનો, શિવ સાક્ષાત્કારનો દાવો પોકળ !
મહિલા PSIએ માર માર્યો ત્યારે ગુજરાત યુનિવર્સિટી પોલીસ શું કરતી હતી ?
મહિલા PSIએ માર માર્યો ત્યારે ગુજરાત યુનિવર્સિટી પોલીસ શું કરતી હતી ?
g clip-path="url(#clip0_868_265)">