સાવધાન : પેકિંગમાં મળતા ઘંઉના લોટ અને મેદામાં આ હાનિકારક તત્વનું વધુ પ્રમાણ,જીટીયુના ફાર્મસી વિભાગનું રિસર્ચ
બેન્ઝાઈલ પેરોક્સાઈડની(Benzyl peroxide) વધુ માત્ર લિવરની ગંભીર બિમારીઓને આમંત્રણ આપી શકે છે.આ ઉપરાંત મેંદાના પેકેજ લોટમાં પણ બેન્ઝાઈલ પેરોક્સાઈડની માત્ર જરૂરિયાત કરતા વધુ પ્રમાણમાં મળી આવી છે.આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, દરેક પેકિંગમાં મળતી ચીજવસ્તુની ગુણવત્તા સંદર્ભે જાગૃત થવું ખૂબ જ જરૂરી છે.
વર્તમાન સમયમાં પેકિંગવાળા ખોરાકો(Packing Food)અને તેની સાચવણી માટે વપરાતાં જરૂરીયાતથી વધુ માત્રામાં રસાયણીક તત્વોને કારણે તે પદાર્થ અખાદ્ય બની જતો હોય છે. જેનાથી માનવ શરીરના મહત્વના અંગ એવા લિવર સંબધીત અનેક રોગ થતાં જોવા મળે છે.તાજેતરમાં ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીની(GTU)ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ ફાર્મસીના આસિસ્ટન્ટ પ્રો. ડૉ. કશ્યપ ઠુમ્મરના માર્ગદર્શન હેઠળ માસ્ટર ઓફ ફાર્મસીની વિદ્યાર્થીની મનાલી મહેન્દ્રસિહ પવાર દ્વારા પેકિંગ ઘંઉના લોટ અને મેદાની ચકાસણી સંદર્ભે મેથડ વિકસાવવામાં આવી છે..આ મેથડ દ્વારા પેકેજમાં મળતાં ઘઉં અને મેંદાના લોટની ચકાસણી કરવામાં આવી હતી.ચકાસણી બાદ રિસર્ચ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી છે..પેકિંગ ઘંઉના લોટ અને મેદામાં બેન્ઝાઈલ પેરોક્સાઈડની(Benzyl peroxide) વધુ માત્ર મળી આવી છે.
ચીજવસ્તુની ગુણવત્તા સંદર્ભે જાગૃત થવું ખૂબ જ જરૂરી
હાલના સમયમાં પેકેજ ઘઉંના લોટનો ઉપયોગ વધ્યો છે.ત્યારે પેકેજ ઘઉંના લોટમાં બેન્ઝાઈલ પેરોક્સાઈડની 40 મીલિગ્રામ/કિલોથી વધુની માત્રા મળી આવી છે..બેન્ઝાઈલ પેરોક્સાઈડની વધુ માત્ર લિવરની ગંભીર બિમારીઓને આમંત્રણ આપી શકે છે.આ ઉપરાંત મેંદાના પેકેજ લોટમાં પણ બેન્ઝાઈલ પેરોક્સાઈડની માત્ર જરૂરિયાત કરતા વધુ પ્રમાણમાં મળી આવી છે.આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, દરેક પેકિંગમાં મળતી ચીજવસ્તુની ગુણવત્તા સંદર્ભે જાગૃત થવું ખૂબ જ જરૂરી છે. આ પ્રકારનું સમાજ ઉપયોગી રીસર્ચ કરનાર જીટીયુ ફાર્મસીની ટીમ અભિનંદનને પાત્ર છે.
40 મીલિગ્રામથી ઓછી માત્રામાં બેન્ઝાઈલ પેરોક્સાઈડનું મિશ્રણ કરી શકાય
ઈન્ટરનેશનલ ગાઈડ લાઈન પ્રમાણે હાઈ પર્ફોમન્સ થીન લેયર ક્રોમોટોગ્રાફી (HPTLC) મેથડ વિકસાવીને બજારમાંથી મળતાં વિવિધ કંપનીઓના પેકિંગ ઘંઉના લોટ અને મેદાના સેમ્પલ પર ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું. ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઑફ ઈન્ડિયાની (FSSAI) ગાઈડલાઈન પ્રમાણે ઘંઉના લોટ કે મેદાની શ્વેતતા(વાઈટનેસ) અને ગુણવત્તા જળવાઈ રહે તે અર્થે 40 મીલિગ્રામ/કિલોથી ઓછી માત્રામાં બેન્ઝાઈલ પેરોક્સાઈડનું મિશ્રણ કરી શકાય છે.
જીટીયુ ફાર્મસી દ્વારા કરવામાં આવેલી ચકાસણી દરમિયાન 20% જેટલા સેમ્પલમાં બેન્ઝાઈલ પેરોક્સાઈડનું 40 મીલિગ્રામ/કિલોથી વધુ પ્રમાણ જોવા મળ્યું હતું.આ પ્રકારના ખાદ્ય પદાર્થોના ઉપયોગથી લોટમાં રહેલા વિટામીન અને પ્રોટીન તેમજ લિવર સંબધીત ગંભીર બિમારીઓનો સામનો કરવો પડી શકે છે. જીટીયુ સમાજ ઉપયોગી પ્રવૃતિ માટે હંમેશા કાર્યરત હોય છે. આગામી દિવસમાં જાહેર જનતાને પણ તેમના લોટ અને મેદાની ગુણવત્તા ચકાસણી સંદર્ભે જીટીયુ ફાર્મસી કેમ્પસ ગાંધીનગર ખાતે વિનામૂલ્યે કરી આપવામાં આવશે.
આ પણ વાંચો : Dang: જિલ્લામાં જનજાતિ સુરક્ષા મંચ દ્વારા ડી-લિસ્ટિંગ મુદ્દે વિશાળ રેલી અને જાહેરસભા યોજાઈ
આ પણ વાંચો : ગુજરાતમાં બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના, 2થી 3 ડિગ્રી તાપમાન ઘટવાની આગાહી
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો