AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video: ગુજરાતમાં ઉનાળાની ગરમીની થશે શરુઆત, ઉત્તર-પશ્ચિમના પવનો ફૂંકાવાને કારણે વધશે ગરમી, જાણો કેટલુ તાપમાન વધશે

હવામાન વિભાગના (Meteorological Department) વૈજ્ઞાનિક વિજીનલાલના જણાવ્યા પ્રમાણે ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાવાને કારણે તાપમાનમાં ફેરફાર થશે. સાથે સાથે સાથે 27 ફ્રેબુઆરી બાદ વેર્સ્ટન ડિસ્ટર્બન્સ સક્રિય થતા ફરીથી રાજ્યનું તાપમાન નીચું જશે.

Gujarati Video: ગુજરાતમાં ઉનાળાની ગરમીની થશે શરુઆત, ઉત્તર-પશ્ચિમના પવનો ફૂંકાવાને કારણે વધશે ગરમી, જાણો કેટલુ તાપમાન વધશે
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 25, 2023 | 5:31 PM
Share

રાજ્યમાં હાલમાં મિક્સ સિઝનનો અનુભવ થઈ રહ્યો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે ફેબ્રુઆરીના આખરી સપ્તાહમાં ફરી એક વખત ગરમીનો પારો ઉંચકાઈ શકે છે. હવામાન વિભાગે 24 કલાક બાદ રાજ્યમાં 2થી 3 ડિગ્રી તાપમાન વધવાની આગાહી કરી છે. ઉત્તર-પશ્ચિમના પવનો ફૂંકાવાને કારણે ગરમીમાં વધારો થશે. 27 ફેબ્રુઆરીથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. જેના કારણે 27 ફેબ્રુઆરીએ ફરી 1 થી 2 ડિગ્રી તાપમાન ઘટી શકે છે.

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આવતીકાલથી રાજ્યના તાપમાનમાં વધારો થશે. રાજ્યના વિવિધ શહેરોમાં 2થી 3 ડિગ્રી તાપમાન વધશે અને તેના કારણે ગરમીમાં વધારો થશે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક વિજીનલાલના જણાવ્યા પ્રમાણે ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાવાને કારણે તાપમાનમાં ફેરફાર થશે. સાથે સાથે 27 ફ્રેબુઆરી બાદ વેર્સ્ટન ડિસ્ટર્બન્સ સક્રિય થતા ફરીથી રાજ્યનું તાપમાન નીચું જશે. દરમિયાન આજે વિવિધ શહેરોમાં તાપમાન 33 ડિગ્રીથી ઉપર રહેવાની શકયતા છે.

અમદાવાદમાં ઠંડી ગરમીનો થશે મિશ્ર અનુભવ

અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન 35 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી અનુભવાશે. જેના કારણે બપોરે ગરમી અને રાત્રે હળવી ઠંડક અનુભવાશે તો અમરેલીમાં મહત્તમ તાપમાન ઘટીને 27 ડિગ્રી પહોંચતા અતિશય ગરમીનો અનુભવ થશે તથા ન્યૂનત્તમ તાપમાન 19 ડિગ્રી રહેશે તો આણંદમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન ડિગ્રી 18 અનુભવાશે.

જ્યારે અરવલ્લીમાં પણ મહત્તમ તાપમાન 35 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી અનુભવાશે. બનાસકાંઠામાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી અનુભવાશે તો ભરૂચમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી અનુભવાશે.

તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા ઉનાળાના પ્રારંભ પહેલા જ હીટ વેવની આગાહી કરાઈ છે. ત્યારે ગરમીને લઈને આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવ્યું છે. હીટ વેવની શક્યતાને પગલે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં સ્પેશિયલ વોર્ડ તૈયાર કરવામાં આવશે. 1 માર્ચથી સોલા સિવિલમાં સ્પેશિયલ હીટ સ્ટ્રોક વોર્ડ શરૂ થશે. ઈમરજન્સી વિભાગમાં ઉભા કરાયેલા આ વોર્ડમાં પ્રારંભિક તબક્કે 15 બેડની સુવિધા રહેશે. ગરમીને કારણે લૂ તેમજ ઝાડા-ઉલ્ટી સહિતના કેસોમાં સતત વધારો થતો હોય છે. ત્યારે આવા દર્દીઓની ખાસ હીટ સ્ટ્રોક વોર્ડમાં સારવાર કરવામાં આવશે.

g clip-path="url(#clip0_868_265)">